Valsad: લાખોની કારમાં પેટ્રોલ ફૂલ કરાવીને ભાગી જતા નબીરાને પોલીસે ઝડપી પાડ્યો, CCTV ના દ્રશ્યો આવ્યા સામે
Police arrested a person who ran away after filling petrol without paying money in Valsad

Follow us on

Valsad: લાખોની કારમાં પેટ્રોલ ફૂલ કરાવીને ભાગી જતા નબીરાને પોલીસે ઝડપી પાડ્યો, CCTV ના દ્રશ્યો આવ્યા સામે

| Edited By: | Updated on: Sep 26, 2021 | 7:11 PM

વલસાડમાં એક સુખી સંપ્પન પરિવારનો નબીરો હાઈ-વેના પેટ્રોલપંપો પર કારમાં પેટ્રોલ ફૂલ કરાવીને પૈસા આપ્યા વગર ફરાર થઈ જતો હતો. આખરે પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

વલસાડમાં હાઈ-વેના પેટ્રોલપંપો પર કારમાં પેટ્રોલ ફૂલ કરાવીને પૈસા આપ્યા વગર ફરાર થઈ જતો નબીરો ઝડપાઈ ગયો છે. વલસાડની ભિલાડ પોલીસે પેટ્રોલ પંપોના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. ફણસામાં રહેતો આરોપી ધવલ જાડેજા મોટેભાગે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈ-વે પર આવેલા પેટ્રોલપંપોને નિશાન બનાવતો હતો. આરોપીએ અગાઉ વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રના 7થી વધુ પેટ્રોલપંપો પર ગુના આચર્યા છે.

તમને જણાવી દઈએ કે સુખી અને સંપ્પન ઘરના આ નબીરાએ મફતમાં એટલે કે પૈસા આપ્યા વગર પેટ્રોલ પુરાવવાનો કીમિયો શોધી કાઢ્યો હતો. CCTV માં જોવા મળે છે તેમ તે પહેલા પેટ્રોલ પુરાવતો અને બાદમાં પોતાની કાર હાંકી મુકતો હતો. ઘણા પેટ્રોલપંપ પર તેણે આ પ્રકારના ગુના આચાર્યા હોવનું સામે આવ્યું છે. મળેલી માહિતી અનુસાર આ યુવાનને ફરવાનો ખુબ શોખ છે અને તે પોતે એક સુખી ઘરમાંથી આવે છે. આમ છતાં તેણે પેટ્રોલ પુરાવીને ભાગી જવાનો ગુનો આચાર્યો. અને છેવટે તે હવે પોલીસના હાથ લાગ્યો છે.

 

આ પણ વાંચો: પ્રિ બુકિંગ ધૂમ પણ ડિલિવરીની નો ગેરંટી! આ કારણે સમયસર કાર ડિલિવર કરવામાં ડિલર્સને મુશ્કેલી

આ પણ વાંચો: Ahmedabad: બે દિવસ પહેલા ગળુ કપાયેલી લાશ મળવા મામલે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપીની કરી ધરપકડ, પૂછપરછમાં થયો આવો ખુલાસો