પ્લેનની ટાંકીમાં રૂપિયા 72.46 લાખનું સોનુ છુપાવીને લાવેલો એરઈન્ડિયાનો ક્રુ મેમ્બર ઝડપાયો

|

Dec 08, 2020 | 11:14 PM

એક ક્રુ મેમ્બર એરઇન્ડિયાની રવિવારની ફ્લાઈટમાં લંડનથી આવ્યો હતો. તે સોનું છુપાવીને લાવ્યો હોવાનું કસ્ટમની તપાસમાં ખુલ્યું હતું, તેણે એરક્રાફ્ટની ઉપરની ટાંકીમાં સોનું છુપાવ્યું હતું. કસ્ટમના ઓફિશ્યલ સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે એર ઇન્ડિયાના ક્રુ મેમ્બરની કસ્ટમ દ્વારા ધરપરડ કરાઈ છે. તેણે 72.46 લાખની કિંમતનું સોનુ પ્લેનની ટાંકીમાં છુપાવ્યુ હતું. પહેલા લંડનથી આવેલા ક્રુ મેમ્બરને ઝડપી […]

પ્લેનની ટાંકીમાં રૂપિયા 72.46 લાખનું સોનુ છુપાવીને લાવેલો એરઈન્ડિયાનો ક્રુ મેમ્બર ઝડપાયો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

એક ક્રુ મેમ્બર એરઇન્ડિયાની રવિવારની ફ્લાઈટમાં લંડનથી આવ્યો હતો. તે સોનું છુપાવીને લાવ્યો હોવાનું કસ્ટમની તપાસમાં ખુલ્યું હતું, તેણે એરક્રાફ્ટની ઉપરની ટાંકીમાં સોનું છુપાવ્યું હતું. કસ્ટમના ઓફિશ્યલ સ્ટેટમેન્ટમાં જણાવાયું હતું કે એર ઇન્ડિયાના ક્રુ મેમ્બરની કસ્ટમ દ્વારા ધરપરડ કરાઈ છે. તેણે 72.46 લાખની કિંમતનું સોનુ પ્લેનની ટાંકીમાં છુપાવ્યુ હતું. પહેલા લંડનથી આવેલા ક્રુ મેમ્બરને ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ કસ્ટમના ઓફિસરે કેટરીંગ કંપનીના એક સ્ટાફ મેમ્બરને પણ પકડ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

કસ્ટમ ઓફિસરે કહ્યું હતું કે “એર ઈન્ડિયાના ક્રુ મેમ્બર અને કેટરીંગ કંપનીના સ્ટાફ વચ્ચે થયેલી વાતચીતના આધારે તેમણે તપાસ હાથ ધરી હતી. તેમની પાસેથી 4 સોનાના કડા મળી આવ્યાં હતાં. જેના પર ચાંદીનો વરખ ચડાવાયો હતો. બંને પાસેથી ઝડપાયેલા સોનાનું વજન આશરે 1.667 કિ.ગ્રા છે. જેની કિંમત 72.47 લાખ થવા જાય છે. તે સોનાના કડાને જપ્ત કરી લેવામાં આવ્યાં છે અને બન્ને આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

મહત્વનું છે કે બન્ને આરોપીઓએ ગોલ્ડ સ્મગલીંગમાં સામેલ હોવાનું સ્વીકાર્યુ છે. સાથે જ તેમણે એ પણ કબુલ્યું છે કે તેઓ 3 ડિસેમ્બર 2020એ લંડનથી ભારત 1.5 કિલો સોનુ લાવ્યાં હતાં. આમ, આ બન્ને વ્યકિત પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સોનાની દાણચોરીમાં સામેલ હોવાનું ખુલ્યું હતું. જેમણે અત્યાર સુધીમાં 3.11 કિલો સોનું દાણચોરીથી લાવેલુ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article