PATAN : હારિજ આંગડીયા લૂંટનો ભેદ ઉકેલાયો, પાંચ આરોપી ઝડપાયા

|

Sep 11, 2021 | 7:06 PM

પાટણ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં ઉભેલા આ ખતરનાક અને ખૂંખાર આરોપીઓ છે. જેમને આપ્યા છે અને લૂંટ સહિત મોટા ગુન્હાઓને અંજામ. ત્યારે આ જ ખૂંખાર ગુનેગારો ઝડપાયા છે આંગડિયા લૂંટના વધુ એક ગુનામાં.

PATAN : હારિજ આંગડીયા લૂંટનો ભેદ ઉકેલાયો, પાંચ આરોપી ઝડપાયા
PATAN: Harij Angadiya robbery case solved, five accused arrested

Follow us on

પાટણના હારીજમાં 15 દિવસ પહેલા થયેલ આંગડિયા લૂંટનો ભેદ પોલીસે ઉકેલી દીઘો છે. ક્રાઇમ બ્રાન્ચે 5 લૂંટારુઓ સહિત રોકડ તેમજ પિસ્તોલ અને ઘાતક હથિયારો સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. આંગડિયા લૂંટ માટે આરોપીઓએ લૂંટ પહેલા 2 દિવસ સુઘી આંગડિયામાં નાણા મંગાવીને રેકી કરી અને ત્રીજા દિવસે આપ્યો હતો લૂંટને અંજામ.

પાટણ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં ઉભેલા આ ખતરનાક અને ખૂંખાર આરોપીઓ છે. જેમને આપ્યા છે અને લૂંટ સહિત મોટા ગુન્હાઓને અંજામ. ત્યારે આ જ ખૂંખાર ગુનેગારો ઝડપાયા છે આંગડિયા લૂંટના વધુ એક ગુનામાં. તારીખ 27 ઓગસ્ટના રોજ હારીજમાં આવેલ PM આંગડિયા પેઢીમાં મોડી સાંજે 5 થી 6 ઇસમો આંગડિયા પેઢીમાં ઘૂસ્યા અને પિસ્તોલ તેમજ ઘાતક હથિયારોની અણીએ પેઢીના કર્મચારીઓને નિશાન બનાવી રુપિયા 7 લાખથી વધુની રોકડની લૂંટ ચલાવી. લૂંટના કામને અંજામ આપી અને ભરબજારમાં બિન્દાસ નીકળી ગયા.

આંગડિયા લૂંટની જાણ થતા પોલીસ પણ દોડતી થઇ ગઇ હતી. અને, લૂંટ મામલે અલગઅલગ ટીમો પણ બનાવી હતી. ત્યારે આખરે 15 દિવસ બાદ હારીજ PM આંગડિયા પેઢી લૂંટનો ભેદ ક્રાઇમ બ્રાન્ચને ઉકેલવામાં સફળતા મળી. ક્રાઇમ બ્રાન્ચને મળેલી ખાનગી અને ગુપ્ત બાતમીને લઇ ટીમ પહોંચી બનાસકાંઠા જીલ્લાના કાંકરેજ ગામના ખારીયા ગામની સીમમાં. જ્યાં પોલીસને ખેતરની ઓરડીમાં છુપાયેલા લૂંટ કેસના 5 આરોપીઓ ઝડપી પાડયા.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

ક્રાઇમ બ્રાન્ચની ટીમે બનાસકાંઠા જીલ્લાના કાંકરેજના ખારીયા ગામના ખેતરમાં મળેલ લૂંટના આરોપીઓને પકડવા જતા ખૂંખાર આરોપીઓએ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પર પણ હુમલાનો પ્રયાસ કર્યો અને ભાગવાની કોશીષ કરી. પરંતુ આવી ગયા સકંજામાં. હારીજ આંગડિયા લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓને જડપી પાડયા છે જેમના નામ

1-ઝાલા નિકુલસિંહ ખોડાભાઇ, ખારીયા (કાંકરેજ-બનાસકાંઠા)
2- દરબાર સિદ્ધરાજસિંહ (થરા-બનાસકાંઠા)
3- ઠાકોર ભાવેશજી પ્રધાનજી (થરા-બનાસકાંઠા)
4- બિશ્નોઇ પ્રકાશ આશુરામ (ઝાલોર-રાજસ્થાન)
5- બિશ્નોઇ હિતેશ ગંગારામ (ઝાલોર-રાજસ્થાન)

આ પાંચ આરોપીઓ હવે ફરીવાર પોલીસ સંકજામાં આવ્યા છે. અને જેલના સળિયા પાછળ ધકેલાઇ ગયા છે. જ્યારે અન્ય 2 ફરાર આરોપીને ઝડપવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાજસ્થાન પહોંચી છે. ત્યારે પાટણ ક્રાઇમ બ્રાન્ચની ટીમને આખરે 15 દિવસના અંતે હારીજ આંગડિયા લૂંટનો ભેદ ઉકેલી નાંખીને આરોપીઓને જેલ પાછળ ઘકેલી દીધા છે.

Next Article