ગુજરાતીઓને ફરી લગાવી ગયો એક ચાલાક ધૂતારો ચૂનો, વિનય શાહ કૌભાંડ જેવા વધુ એક વેપલાનો પર્દાફાશ

|

Jan 17, 2019 | 7:44 AM

વિનય શાહ ચીટિંગ કૌભાંડની સઈ હજી સુુકાઈ નથી, ત્યાં ગુજરાતમાં વધુ એક છેતરપિંડીના કૌભાંડનો ખુલાસો થયો છે. આ કૌભાંડમાં લોકોએ 33 કરોડ રૂપિયા ગુુમાવી દિધા છે. ઉત્તરપ્રદેશમાં હેડકવાર્ટર ધરાવતી રીઅલ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગેરકાયદેસર રીતે વિવિધ લોભામણી સ્કીમો થકી દેશ અને ગુજરાતમાંથી  ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી પોતાની ઓફિસો બંધ કરી […]

ગુજરાતીઓને ફરી લગાવી ગયો એક ચાલાક ધૂતારો ચૂનો, વિનય શાહ કૌભાંડ જેવા વધુ એક વેપલાનો પર્દાફાશ

Follow us on

વિનય શાહ ચીટિંગ કૌભાંડની સઈ હજી સુુકાઈ નથી, ત્યાં ગુજરાતમાં વધુ એક છેતરપિંડીના કૌભાંડનો ખુલાસો થયો છે. આ કૌભાંડમાં લોકોએ 33 કરોડ રૂપિયા ગુુમાવી દિધા છે.

ઉત્તરપ્રદેશમાં હેડકવાર્ટર ધરાવતી રીઅલ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગેરકાયદેસર રીતે વિવિધ લોભામણી સ્કીમો થકી દેશ અને ગુજરાતમાંથી  ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પાસેથી કરોડો રૂપિયા ખંખેરી પોતાની ઓફિસો બંધ કરી દીધી પરંતુ આ ઠગ કંપની ના બે માંધાતાઓ ગુજરાત પોલીસ ની પકડ માં આવી ગયા છે ત્યારે ખુલી રહ્યા છે તેઓની ઠગાઈ ના કારનામા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વધુ એક ચીટ ફંડ  કંપની નું કરોડો નું કોભાંડ સામે આવ્યું છે ,બેન્કિંગ સીસ્ટમ મુજબ  વિવિધ લોભામણી સ્કીમો ચલાવતી  ઉત્તરપ્રદેશ ની કંપની રીઅલ ઇન્ડિયા ગ્રુપ કંપનીના બે આરોપીઓની પંચમહાલ પોલીસે ધરપકડ કરતાજ આ કંપનીમાં રોકાણ કરનાર અને રકમ ગુમાવનાર  લોકો સામે આવવા લાગ્યા છે ,વિવિધ લોભામણી સ્કીમો થકી રીઅલ ગ્રુપ દ્વારા ગુજરાત માંથી ૩૩ કરોડ થી વધુ ની રકમ ઉઘરાવી હોવાની વિગતો સામે આવી છે .

ઉત્તરપ્રદેશમાં હેડકવાર્ટર ધરાવતા રીઅલ ઇન્ડિયા ગ્રુપ ઓફ કંપની ની અલગ અલગ 24 જેટલી કંપનીઓએ દેશભરમાં પોતાની જાળ બિછાવી કંપનીના સંચાલકો લોકો ને ઊંચા વ્યાજદરની લાલચ આપી રોકાણ કરવા માટે પ્રલોભનો આપવામાં આવતા હતા,

દૈનિક ૫૦ રૂપિયા ની બચત કરો અને વર્ષ ના ૧૮૦૦૦ રૂપિયા ના રોકાણ પર ૫૦૦ રૂપિયાનું વ્યાજ મેળવો

માસિક ૧ હજાર નું રોકાણ કરો અને વર્ષે ૧૨૬૭૦ રૂપિયા મેળવો

૧૦ હજાર ની એફડી કરાવો અને ૧૧૦૦ રૂપિયાનું વ્યાજ  મેળવો

આ અને આ પ્રકારની અનેક સ્કીમો કે જે માત્ર રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયા નું લાયસન્સ ધરાવતી બેન્કોજ આપી શકે તે લાભ આપવાની જાહેરાત આ રીઅલ ગ્રુપ કંપની દ્વારા આપવામાં આવતી હતી.

આ પણ વાંચો : ધોની બાદ ટીમ ઇન્ડિયાનો વિકેટ કીપર બનવા માટે સૌથી મોટા દાવેદાર રિષભ પંતના જીવનમાં આવી આ Lady Love !

અમદાવામાં રહેતા રાજેન્દ્ર પાંડે એ અલગ અલગ સ્કીમો માં ૧૦ લાખ રૂપિયા જેટલું રોકાણ કર્યું હતું ,તેઓ આ કંપનીની સ્કીમ ના સભ્ય બન્યા ત્યાર પછી તેઓ એજન્ટ બન્યા તેઓ જેટલા લગભગ ૨૫૦ થી વધુ એજન્ટો હતા અને આ એજન્ટો દ્વાર લગભગ ૧૦૦૦  થી વધુ સભ્યો બનાવ્યા ,અમદાવાદ ઝોન માંથી આ એજન્ટો અને સભ્યો ના લગભગ ૧૩ કરોડ જેટલી રકમ સલવાઈ છે ..

આ પણ વાંચો : 17 જાન્યુઆરીનું રાશિ ફળ : વૃષભ રાશિમાં આવ્યો ચંદ્ર, જાણો કઈ રાશિઓના લોકોને ‘Girl Friend’થી મળશે ફાયદો

રીઅલ ગ્રુપ દ્વારા ૨૪ અલગ અલગ નામની કંપનીઓ બનાવી દેશભરમાંથી કરોડો રૂપિયા લોકોના ખંખેરી લીધા ,ગુજરાતમાંથી અંદાજે ૩૩ કરોડ નું કોભાંડ આચરવામાં આવ્યું ,આ અંગે રાજેન્દ્ર પાંડે અને તેઓના સાથીઓ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને તથા રાજ્ય પોલીસ વડાને તારીખ ૨૭/૧૧/૨૦૧૭ ના રોજ વિગતવાર રજૂઆત કરી કાર્યવાહી ની માંગ કરી એક વર્ષ થી વધુ સમય વીતી ગયો છતાં કોઈજ કાર્યવાહી કરવામાં નહિ આવી, આ કંપનીની ઓફીસ રામોલ પોલીસ ની હદ માં હતી રામોલ પોલીસ માં પણ અરજી કરવામાં આવી પરંતુ કોઈજ કાર્યવાહી કરવામાં નહિ આવી

સરકાર અને રાજ્ય પોલીસ વડા નું ધ્યાન દોરવામાં આવ્યું તેને એક વર્ષ વીતવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ના આવી પરંતુ કાલોલ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ સંદર્ભે પંચમહાલ પોલીસે કાર્યવાહી કરી તેના સીએમડી પ્રદીપ ગુપ્તા સહીત બે ની ધરપકડ કરી લીધી છે અને અન્ય ત્રણ ની તલાશ જારી છે ત્યારે રાજ્ય ભરમાં થયેલી ઠગાઈ અને કોભાંડ મામલે સરકાર અન્ય જીલ્લાઓ માં આ આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ  કરી જી પી આઈ ડી એક્ટ મુજબ ની કાર્યવાહી કરી આરોપીઓ ની તમામ સંપત્તિ કબજે કરી રોકાણકારોને તેઓની મૂડી પરત અપાવે તેવી માંગ ઉઠી છે.

જુઓ વીડિયો :

[yop_poll id=630]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઇલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઇલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:22 am, Thu, 17 January 19

Next Article