Panchmahal: નશાના વેપાર માટે આરોપીઓએ અપનાવી નવી મોડેસ ઓપરેન્ડી, પોલીસે ટ્રક સાથે 2 આરોપીઓને ઝડપી લીધા

|

May 30, 2022 | 5:18 PM

દાહોદથી (Dahod) નીકળેલી ટ્રકમાં નોર્કોટીક્સનો મુદ્દામાલ ભરીને ગોધરાના પરવડી ચોકડી થઇને અમદાવાદ (Ahmedabad) તરફ જવાની છે,. તેવી બાતમી એસઓજી પીઆઇ એમ.કે.ખાંટને મળી હતી.

Panchmahal: નશાના વેપાર માટે આરોપીઓએ અપનાવી નવી મોડેસ ઓપરેન્ડી, પોલીસે ટ્રક સાથે 2 આરોપીઓને ઝડપી લીધા
પોષ ડોડાનો જથ્થો ઝડપાયો

Follow us on

ગુજરાતમાં (Gujarat) નશાનો કારોબાર દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે. આવા જ નશાના વેપારને આગળ વધતા પંચમહાલ પોલીસે અટકાવ્યુ છે. પંચમહાલ (Panchmahal) જિલ્લામાં SOG પોલીસની ટીમે માલવાહક ટ્રકમાં ઘઉંની આડમાં લઇ જવાતા પોશ ડોડાનો જથ્થાને ઝડપી લીધો છે. SOG પોલીસની ટીમે બાતમીના આધારે ગોધરાના (Godhra) કોટડા ગામ પાસેથી ટ્રક સાથે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે કુલ 48.63 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોશ ડોડાના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ

દાહોદથી અમદાવાદ તરફ પોશ ડોડાનો જથ્થો લઇ જવાતો હતો. જે અંગેની SOG પોલીસની ટીમને ગુપ્ત માહિતી મળી હતી. માહિતીના આધારે SOG પોલીસની ટીમે ગોધરાના કોટડા ગામ પાસેના હાઇવે ઉપર ટ્રકની અટકાવી હતી અને તેમાં તપાસ હાથ ધરી હતી. જે પછી એસઓજી પોલીસે ટ્રકમાં ઘઉંના જથ્થા પાછળ સંતાડેલો રૂ. 34.44 લાખનો 1148 કિલો પોશ ડોડાના જથ્થા સાથે બે આરોપીને પકડી પાડયા હતા. સાથે જ પોલીસે પોશના ડોડાનો જથ્થો, ઘઉંનો જથ્થો, મોબાઇલ તથા ટ્રક મળીને કુલ રૂ. 48.63 લાખનો મુદ્દામાલ કબજે કરીને ગોધરા તાલુકા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

આરોપીઓની નવી મોડેસ ઓપરેન્ડી

આ ઘટના પછી એવુ લાગી રહ્યુ છે જાણે માદક પદાર્થની હેરાફેરી માટે આરોપીઓ અવનવી તરકીબો અપનાવી રહ્યા છે. આ ઘટનામાં આરોપીઓએ ઘઉંની આડમાં નશીલા પદાર્થની હેરાફેરી કરવાની મોડેસ ઓપરેન્ડી અપનાવી હતી. જો કે એસઓજી પોલીસે તેમના આ આયોજનને નાકામ કરી દીધુ છે. પોલીસે ટ્રકમાં તપાસ કરતાં ઘઉંની બોરીની પાછળ છુપાવેલો ગાંજાના ડોડાના જથ્થો ભરેલી 54 બોરીઓ મળી આવી હતી. પોલીસે 54 બોરીઓનો 1148 કિલો ગાંજાના ડોડાનો જથ્થો રુ. 34,44,210નો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે ગાંજાના ડોડા, ઘઉંનો જથ્થો, એક મોબાઇલ તથા ટ્રક મળીને કુલ રૂ.46,63,980નો મુદ્દામાલ કબજે કરીને પકડાયેલા બે સામે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દાહોદથી નીકળેલી ટ્રકમાં નોર્કોટીક્સનો મુદ્દામાલ ભરીને ગોધરાના પરવડી ચોકડી થઇને અમદાવાદ તરફ જવાની છે,. તેવી બાતમી એસઓજી પીઆઇ એમ.કે.ખાંટને મળી હતી. બાતમીના આધારે પોલીસે કોટડા ગામ પાસેના હાઇવે પર વોચ ગોઠવી હતી. બાતમીવાળી ટ્રક આવતાં પોલીસે ટ્રક રોકીને અંદર બેસેલા જોધપુરના કાસબરામ બાબુરામ જાંગુ અને દિલીપ જવતારામ ખિચરને પકડી પાડયા હતા.

Next Article