SURAT : ડ્રગ્સ કેસમાં SOGને મળી મોટી સફળતા, રાંદેર MD ડ્રગ્સ હેરાફેરી કેસમાં ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

Drugs in Surat : સુરતમાં ગત સપ્ટેમ્બર મહિનામાં પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પોલીસે શહેરમાં મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો વેપાર ધંધા કરતા ઈસમોને પકડી પાડવામાં આવ્યાં હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 12, 2021 | 11:28 AM

SURAT : સુરતમાં MD ડ્રગ્સના કેસમાં SOGને વધુ એક સફળતા મળી છે. સુરત SOGની ટીમે MD ડ્રગ્સના કેસમાં વધુ એક ફરાર અને વોન્ટેડ આરોપીને પકડી પાડ્યો છે. આ આરોપીનું નામ ખાલિદ અબ્દુલ રશીદ શેખ છે, જેને સુરત SOGની ટીમે રાંદેર ટાઉનના બસ સ્ટોપ પરથી પકડી પાડ્યો છે. સુરત શહેરમાં બે મહિના અગાઉ 196.200 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ પકડાયું હતું, (Drugs in Surat)જેની બજાર કિંમત આશરે 19.62 લાખ રૂપિયા થતી હતી. આ કેસમાં આગાઉ ડ્રાઇવર સહિત ત્રણ આરોપીઓ પકડાયા હતા.

સુરતમાં ગત સપ્ટેમ્બર મહિનામાં પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ પોલીસે શહેરમાં મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો વેપાર ધંધા કરતા ઈસમોને પકડી પાડવામાં આવ્યાં હતા. જેમાં પોલીસને મળેલ બાતમીના આધારે તરીકે 24 સપ્ટેમ્બરના રાત્રી દરમ્યાન કડોદરા રોડ પર નિયોલ ચેક પોસ્ટ પર વોચ ગોઠવી ગોલ્ડન રંગની ફોર વ્હીલ ગાડીમાં બેસેલા ત્રણ આરોપીઓને પકડી પાડ્યા હતા.

પકડાયેલા આરોપીઓમાં રાંદેર ખાતે રહેતા ઇમરાન શબદુલ શેક, ઇમરાન ઉર્ફે બોબા ખાન અને મુઆઝ સૈયદનો સમાવેશ થાય છે. જેમની પાસેથી પોલીસે 196.2 ગ્રામનો રૂ. 19.62 લાખનો મેફેડ્રોન ડ્રગ્સ, રોકડા રૂ.2.49 લાખ, મોબાઈલ અને ગાડી લઈને કુલ રૂ. 28.49 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે આરોપીઓની પુછપરછ કરતા આ મેફેડ્રોન નાર્કોટિક્સ ડ્રગ્સનો જથ્થો મુંબઈના નાલાસોપારા ખાતેના એક ઈસમ પાસેથી ખરીદ્યો હોવાનું જણાવ્યું હતું અને તેઓ તેને ફોર વ્હીલ ગાડીમાં લાવી સુરતના અલગ અલગ વિસ્તારમાં વેંચતા હોવાનું કબુલ્યું હતું.

આ પણ વાંચો : ‘નિરામય ગુજરાત’થી નિરોગી ગુજરાત! રાજ્ય સરકાર લોન્ચ કરવા જઈ રહી છે આ જોરદાર યોજના, જાણો તેના લાભ

આ પણ વાંચો : Rajkot: ડ્રોના નામે કૌભાંડ, આવાસ યોજનાના ડ્રોમાં એક વિંગમાં એક જ જ્ઞાતિના લોકોને ફ્લેટ અપાયા

Follow Us:
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
દ્વારકામાં વૃદ્ધને હનીટ્રેપની જાળમાં ફસાવીને લૂંટ કરતી ટોળકી ઝડપાઈ
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
g clip-path="url(#clip0_868_265)">