ઓછા રૂપિયા મળતાં 70 વર્ષનો રીઢો ચોર ફરી એ વિસ્તારમાં ચોરી કરવા આવ્યો, મકાનમાલિકે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો

|

Oct 08, 2020 | 10:48 PM

ચોરી કરી મકાનની આસપાસ આંટાફેરા મારતાં 70 વર્ષના ચોરને મકાનમાલિકે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો છે. ગુનાહિત ભૂતકાળ ધરાવતા ચોરના પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ 70 વર્ષીય હર્ષદ તન્નાની ઉંમર અને શારીરિક અશક્તતા દયાની લાગણી જન્માવે, પરંતુ આ વ્યક્તિની કરતૂત રોષ જન્માવે છે. આ 70 […]

ઓછા રૂપિયા મળતાં 70 વર્ષનો રીઢો ચોર ફરી એ વિસ્તારમાં ચોરી કરવા આવ્યો, મકાનમાલિકે ઝડપી પાડી પોલીસને હવાલે કર્યો

Follow us on

ચોરી કરી મકાનની આસપાસ આંટાફેરા મારતાં 70 વર્ષના ચોરને મકાનમાલિકે સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો છે. ગુનાહિત ભૂતકાળ ધરાવતા ચોરના પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ 70 વર્ષીય હર્ષદ તન્નાની ઉંમર અને શારીરિક અશક્તતા દયાની લાગણી જન્માવે, પરંતુ આ વ્યક્તિની કરતૂત રોષ જન્માવે છે. આ 70 વર્ષનો વૃદ્ધ એક રીઢો ચોર છે, જેના વિરુદ્ધ ગુજરાતભરમાં ગુનાઓ નોંધાયેલા છે. આ મહાશયે વધતી ઉંમર સાથે મોડ્સ ઓપરેન્ડી બદલી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દરવાજાના નકુચા તોડવાના બદલે તે હવે ઓછી અવરજવર વાળા વિસ્તારોમાં આંટાફેરા મારી આવતા જતા ખુલ્લી બારી અને દરવાજા શોધે છે. જો તક મળે ઘરમાં ઘુસી ફટાફટ ચોરી કરી રવાના થઈ જાય છે. અંકલેશ્વરના હાર્મની એપાર્ટમેન્ટમાં પણ હર્ષદ તન્નાએ ફારૂક ઈસ્માઇલ પટેલના બંધ ઘરની બારી ખુલી મળી જતા ચોરી કરી રવાના થઈ ગયો હતો. બહાર ગયેલા ફારૂકભાઈ ઘરે પરત ફરતા તેમણે ચોરી થઈ હોવાનું ધ્યાને આવતા તરત સીસીટીવી તપાસ્યા, જેમાં એક વૃદ્ધ દેખાયો હતો. ઉતાવળમાં ચોરીનો પ્રયાસ કરનાર વૃદ્ધને 18થી 20 હજારથી વધુ કઈ મળ્યું નહીં.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

ત્યારબાદ ફૂટેજ મોબાઈલમાં લઈ આસપાસના વિસ્તરમાં તપાસ શરુ કરી હતી. લાલચના કારણે સતત બીજા દિવસે ચોરીના ઈરાદે વિસ્તારમાં આંટાફેરા મારતાં હર્ષદ ઉપર મકાનમાલિકની નજર પડી ગઈ. જેણે ચોરને ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. આરોપીએ ધરપકડ બાદ તરત ગુનાની કબૂલાત પણ કરી લીધી હતી. પૂછપરછમાં ગુનાહિત ભૂતકાળ કબુલતા પોલીસે આ મોડસ ઓપરેન્ડીથી થયેલા ગુનાઓમાં સંડોવણીની તપાસ માટે હર્ષદ તન્નાના એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article