Narendra Giri Death Case: આનંદગીરી બાદ બડે હનુમાન મંદિરનાં પુજારી અને તેના દિકરાની ધરપકડ, CBI તપાસની માગ ઉઠી

|

Sep 21, 2021 | 7:09 AM

કેસમાં સીબીઆઈ તપાસની માંગ ઉઠવા લાગી છે. દેવેન્દ્ર સિંહ વાઈસ પ્રેસિડેન્ટે માંગ કરી છે કે આ કેસ CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન) ને આપવો જોઈએ અને ત્યાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ

Narendra Giri Death Case: આનંદગીરી બાદ બડે હનુમાન મંદિરનાં પુજારી અને તેના દિકરાની ધરપકડ, CBI તપાસની માગ ઉઠી
Narendra Giri Death Case (File Picture)

Follow us on

Narendra Giri Death Case: અખિલ ભારતીય અખાડા પરિષદ (All India Akhara Parishad)ના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરી(Narendra Giri Death Case)એ સોમવારે સાંજે તેમના મઠમાં આત્મહત્યા કરી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસને મહંત નરેન્દ્ર ગિરીના મૃતદેહ પાસે એક સુસાઈડ નોટ પણ મળી હતી. જેમાં મહંતે તેમના શિષ્ય આનંદ ગીરથી નાખુશ હોવાની વાત કરી છે. તે જ સમયે, ઉત્તરાખંડ પોલીસે હરિદ્વારમાં તેના શિષ્ય આનંદ ગિરી  (Anand Giri Detained) ની ધરપકડ કરી છે, યુપી પોલીસ તેને લેવા માટે હરિદ્વાર જવા રવાના થઈ છે. 

મહંત નરેન્દ્ર ગિરીએ સુસાઈડ નોટમાં આનંદ ગિરીનું નામ જ લખ્યું હતું, પણ બડે હનુમાન મંદિરના પૂજારી આદ્યા તિવારીનું નામ પણ સુસાઈડ નોટમાં લખ્યું છે. જે બાદ પોલીસે પુજારી આદ્યા તિવારી અને તેના પુત્ર સંદીપ તિવારીને પણ કસ્ટડીમાં લીધા છે. નોંધનીય છે કે મહંત નરેન્દ્ર ગિરી પાસે મળી આવેલી સુસાઇડ નોટમાં આનંદ ગિરી, આદ્યા તિવારી અને સંદીપ તિવારી પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

તે જ સમયે, આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ ઉઠવા લાગી છે. દેવેન્દ્ર સિંહ વાઈસ પ્રેસિડેન્ટે માંગ કરી છે કે આ કેસ CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન) ને આપવો જોઈએ અને ત્યાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. 

આ કેસમાં પોલીસનું કહેવું છે કે તેઓએ હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. એડીજી પ્રયાગરાજ પ્રેમ પ્રકાશ કહે છે કે અમે નિવેદન નોંધી રહ્યા છીએ. ફિલ્ડ યુનિટ ફોરેન્સિક પુરાવા એકત્ર કરી રહ્યું છે. કાલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવશે. અમે તારણોના આધારે કાર્યવાહી કરીશું. મહંત નરેન્દ્ર ગિરીના મોત મામલે હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

Next Article