મુંબઇ : દાઉદ ગેંગના બે સાગરિતોને આજે NIA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાશે

|

May 13, 2022 | 12:33 PM

મુંબઈના ઓશિવારામાંથી બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને દાઉદ ઈબ્રાહિમની (Dawood Ibrahim) ડી કંપની સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. આ બંનેને આજે NIA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

મુંબઇ : દાઉદ ગેંગના બે સાગરિતોને આજે NIA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાશે
દાઉદ ઇબ્રાહિમ (ફાઇલ ફોટો)

Follow us on

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની કાર્યવાહીમાં મુંબઈના ઓશિવારામાંથી બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને દાઉદ ઈબ્રાહિમની ( Dawood Ibrahim )ડી કંપની (D Company)સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. તેમના નામ આરીફ અબુબકર શેખ (ઉંમર 50) અને શકીલ અબુબકર શેખ ઉર્ફે શબ્બીર (ઉંમર 51) છે. આ બંને દાઉદ ઈબ્રાહિમના જમણા હાથ છોટા શકીલના (Chhota Shakeel)નજીકના હોવાનું કહેવાય છે. બંનેને આજે NIA સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અને પોલીસ કસ્ટડીની માંગણી કરવામાં આવશે. NIA D કંપની (NIA Special Court) સામે મોટી કાર્યવાહી કરતા સોમવારે મુંબઈ અને થાણેમાં 29થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. સતત ત્રણ દિવસ સુધી 18 લોકોની પૂછપરછ કર્યા બાદ NIAએ બંનેની ધરપકડ કરી છે.

બુધવારે ED અને IBના અધિકારીઓ પણ પૂછપરછ માટે NIA હેડક્વાર્ટર પહોંચ્યા હતા. ચાર દિવસની પૂછપરછ બાદ આરીફ અબુબકર શેખ અને શબ્બીર અબુબકર શેખની ધરપકડ કરવામાં આવી હતી. NIAને છોટા શકીલ સાથે આ બંનેના પૈસાની લેવડ-દેવડના કેટલાક પુરાવા મળ્યા છે. આ બંને મુંબઈના ઓશિવારા વિસ્તારના રહેવાસી છે. આ બંને પર મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાંથી ટેરર ​​ફંડિંગ માટે પૈસા પડાવવાનો આરોપ છે.

છોટા શકીલ સાથે મળીને મની ટ્રેલ, ટેરર ​​ફંડિંગ માટે શરૂ થયો ખેલ

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સોમવારે NIAની ટીમે મુંબઈ અને થાણેના અલગ-અલગ વિસ્તારોમાં 29 સ્થળોએ દરોડા પાડ્યા હતા. અલગ-અલગ 21 લોકોના ઘર અને ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતા. તેમાંથી એક સાક્ષી હતો અને 93 મુંબઈ બ્લાસ્ટ કેસમાં નિર્દોષ છૂટી ગયો હતો. NIA અધિકારીઓ છેલ્લા ચાર દિવસથી મુંબઈમાં NIA હેડક્વાર્ટરમાં 18 લોકોની પૂછપરછ કરી રહ્યા હતા. તેમાં મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકના બિઝનેસ પાર્ટનર સુહેલ ખંડવાની અને માહિમ દરગાહના ટ્રસ્ટી, સલીમ કુરેશી ઉર્ફે સલીમ ફ્રૂટ, ગુડ્ડુ પઠાણ, મુનાફ શેખ, અસલમ પઠાણ, અજય ગોસાલિયા, કયૂમ શેખ, સમીર હિંગોર, છોટા શકીલના સાળાનો સમાવેશ થાય છે.

NIAએ મુખ્ય આરોપી તરીકે દાઉદ ઈબ્રાહિમ અને ટાઈગર મેમણના નામ આપ્યા છે

સોમવારના દરોડામાં NIAની અલગ-અલગ ટીમોએ 29 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાંથી દરેક ટીમમાં 8 થી 9 સભ્યો સામેલ હતા. દરેક ટીમની સાથે સીઆરપીએફના જવાનો પણ હતા. મુંબઈમાં માહિમ, નાગપાડા, ગ્રાન્ટ રોડ, બોરીવલી, સાંતાક્રુઝ, મુંબ્રા, એન્ટોપ હિલ, બાંદ્રા, પરેલ જેવા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને થાણેના મીરા રોડ અને ભાઈંદર વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ મોટી કાર્યવાહી માટે દેશના વિવિધ ભાગોમાંથી NIAના અધિકારીઓ એક દિવસ પહેલા જ મુંબઈ પહોંચી ગયા હતા. ફેબ્રુઆરી મહિનામાં જ NIAએ દાઉદ ઈબ્રાહિમ, દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમ, છોટા શકીલ, ટાઈગર મેમણ વિરુદ્ધ UAPA એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો. NIA દ્વારા દાઉદ અને ટાઈગર મેમણને 1993ના બોમ્બ વિસ્ફોટોના મુખ્ય આરોપી તરીકે નામ આપવામાં આવ્યા છે.

Published On - 12:33 pm, Fri, 13 May 22

Next Article