Mumbai Crime: ધીમા અવાજે ગીત સાંભળવાનું કહેતા યુવાન તૂટી પડ્યો, ઊંચા અવાજે ગીતો સાંભળતા યુવાને ગુમાવ્યો જીવ

|

Dec 09, 2021 | 11:49 PM

મૃતક સુરેન્દ્ર તેના ઘરની બહાર મ્યુઝિક સિસ્ટમ પર ગીતો સાંભળી રહ્યો હતો. આરોપીએ તેને અવાજ ઓછો કરવા કહ્યું, પરંતુ સુરેન્દ્રએ અવાજ ઓછો કરવાની ના પાડી દીધી.

Mumbai Crime: ધીમા અવાજે ગીત સાંભળવાનું કહેતા યુવાન તૂટી પડ્યો, ઊંચા અવાજે ગીતો સાંભળતા યુવાને ગુમાવ્યો જીવ
પ્રતિકાત્મક ફોટો

Follow us on

માણસનો ક્રોધ કઈ હદ સુધી જઈને અટકે છે તેની કોઈ જ સીમા નથી હોતી. દોડધામ ભર્યા આ જીવનમાં માનવી જરા પણ કોઈનું કઈ સહન કરવા તૈયાર નથી. જેથી તેને જ  ગંભીર પરિણામો ભોગવવા પડે છે. હદ બારનો ગુસ્સો અને કોઈ વાત નહીં માનવનો જિદ્દી અભિગમ કોઈનો જીવ પણ લઈ શકે છે તેની સાબિતી આપતી એક ઘટના સામે આવી છે. જેમાં ઊંચા અવાજે મ્યુઝિક સાંભળતા યુવાને સિસ્ટમનો અવાજ ધીમો નહીં કરવાની જિદના કારણે પોતાના જીવથી હાથ ધોવા પડ્યા હતા.

મુંબઈના (‌Mumbai) પશ્ચિમના મલાડમાં Malad(W)થી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 25 વર્ષીય યુવકે તેના પાડોશીને એટલા માટે મારી નાખ્યો કારણ કે તેણે મ્યુઝિક સિસ્ટમ (Music System) પર ગીતનો અવાજ ઓછો કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે આરોપી યુવક એટલો ગુસ્સે થઈ ગયો કે તેણે ગુસ્સામાં પડોશીની હત્યા (Murder) કરી નાખી. આ મામલો બુધવારે રાત્રે લગભગ 10 વાગ્યાનો છે.

મૃતક સુરેન્દ્ર ગુન્નાર અને સૈફ અલી શેખ બંને માલવાની અંબુજવાડી સ્થિત એકતા ચાલ સોસાયટીમાં રહે છે. બંને મજૂરી કામ કરતા હતા. બુધવારે મૃતક સુરેન્દ્ર તેના ઘરની બહાર મ્યુઝિક સિસ્ટમ પર ગીતો સાંભળી રહ્યો હતો. ત્યારબાદ આરોપીએ તેને અવાજ ઓછો કરવા કહ્યું, પરંતુ સુરેન્દ્રએ અવાજ ઓછો કરવાની ના પાડી દીધી. જે બાદ આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ લડાઈમાં સુરેન્દ્રને માથામાં ઘણી ઈજા થઈ હતી. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

સૈફ સુરેન્દ્રને મારવા માંગતો ન હતો
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સૈફ અલી શેખનો ઈરાદો સુરેન્દ્રને મારવાનો નહોતો, પરંતુ લડાઈ દરમિયાન પીડિતાને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેના કારણે તેનું મોત થયું હતું. મૃતક ગુન્નરની પત્નીની ફરિયાદ પર હત્યાના આરોપમાં ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ શેખની ધરપકડ કરવામાં આવી છે. માલવાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અર્જુન રાજનેએ જણાવ્યું હતું કે, તેને મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: Photo: શું તમે પણ બાળકોને બાઇક પર બેસાડો છો ? સાવધાન ! પહેલા જાણી લો આ નિયમો

આ પણ વાંચો: Bipin Rawat Death Prediction: એક વર્ષ પહેલા જ થઈ હતી બિપિન રાવતના મૃત્યુની આગાહી, જાણો કોણે કરી હતી ભવિષ્યવાણી ?

Next Article