રાજ્યને શર્મશાર કરતી ઘટના એટલે રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી મહિલાઓના વીડિયો લીક થયા હોવાની ઘટનામાં હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. અમારા મહિલા IPS સૌથી સક્ષમ છે એ રાજકોટ કેસમાં ક્રાઈમનું પગેરું લવીના સિન્હાએ માત્ર 24 કલાકમાં આ સમગ્ર ઘટનાનું પગેરુ શોધ્યું હતુ. નીરજા ગોતરુ પણ આ બોર્ડમાં સમાવેશ છે. જો કે પાયલ હોસ્પિટલના સીસીટીવી કાંડના કેસમાં IPS મહિલા અધિકારીયો સક્ષમ ભૂમિકા ભજવી હોવાનો દાવો પણ ગૃહ પ્રધાને કર્યો છે.
રાજકોટના સીસીટીવી કાંડમાં તપાસ દરમ્યાન વિદેશી કનેક્શન પણ સામે આવી રહ્યું છે. રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી મહિલાઓના વીડિયો લીક થયાં હતા. જેમાં મુખ્ય આરોપી સહિત 3 શખ્સોની પૂછપરછ કરાઇ હતી. ગુજરાત બહારની તપાસમાં પ્રયાગરાજ, લાતુર, સાંગલી, ગુડગાંવમાં પણ ટીમો પહોંચી.અને સામે આવ્યું કે લાતુરનો પ્રજ્વલ અશોક તૈલી મુખ્ય માસ્ટર માઈન્ડ છે.
એક વર્ષથી ટેલિગ્રામમાં વીડિયો ડિસ્ટ્રીબ્યુટ કરતો હતો. એટલું જ નહી તે રોમાનિયા અને એટલાન્ટામાં બેઠેલા હેકરના સંપર્કમાં હતો.રાજકોટ સહિત દેશની અનેક હોસ્પિટલના સીસીટીવી કર્યા હેક કરાયા છે. પાયલ હોસ્પિટલમાં હેકિંગ માટે નવેમ્બરથી હેકર્સ પ્રયાસ કરતા હતા .પ્રજ્વલ તૈલી હેકર્સની મદદથી સીસીટીવી લાઈવ કરાવતો અને ક્યારેક વીડિયો ડાઉનલોડ કરાવતો. જો કે તપાસમાં હોસ્પિટલની કોઇ સંડોવણીને પોલીસ નકારી રહી છે.
આ ચોંકાવનારા ફૂટેજ જ્યારે ન્યૂઝમાં લોકોએ જોયા ત્યારે તેની પર ખૂબ ચર્ચા થઈ. સોશિયલ મીડિયામાં જ્યારે આ ફૂટેજ ચાલતા હતા ત્યારે તેમાં બોલાતી ભાષા પરથી સ્પષ્ટ થતું હતું કે માનો કે ન માનો પણ આ વીડિયો ગુજરાતના છે અને થોડા કલાકોમાં જ એ વાત સાચી સાબિત થઈ. તપાસમાં ખુલ્યું કે આ વીડિયો રાજકોટની પાયલ હોસ્પિટલનો છે. ખુલ્લા પડી ગયેલી હોસ્પિટલના સંચાલકોએ કેમેરા તાત્કાલીક હટાવી દીધા પરંતુ સવાલ એ થયો કાઢ્યા હોસ્પિટલમાં આવું કામ કેમ થયું ?
સાયબર ક્રાઈમે તપાસ એવી ઝડપભેર ચલાવી કે હવે આરોપીઓ હાથમાં આવવા લાગ્યા છે. જ્યારે રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી વેચવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જોકે અમદાવાદ સાયબર ક્રાઈમે ઝડપ બોલાવી મહારાષ્ટ્રથી બે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ બંને આરોપી ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારનાં દૃશ્યો વેચતા હતા અને આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ ખુલી છે.
Published On - 12:58 pm, Thu, 20 February 25