Morbi: ગાડીમાં લાખોનું ચરસ, વજન કાંટો અને પ્લાસ્ટિક બેગ્સ લઈને વેપાર કરવા નીકળ્યા હતા, પોલીસે ઝડપી પાડ્યા

|

Oct 26, 2021 | 7:22 AM

Morbi: પોલીસને ચરસ વિશે બાતમી મળી હતી, જેના આધારે એક કારની તપાસ કરવામાં આવી. અને તપાસમાં ચરસનો 880 ગ્રામનો જથ્થો મળી આવ્યો.

મોરબીની માળિયા-મિયાણા પોલીસે ચરસના જથ્થા સાથે ત્રણ આરોપીઓને ઝડપ્યા છે. બાતમીને આધારે ત્રણ શખ્સોને દબોચવામાં પોલીસને સફળતા મળી છ. ત્રણ શખ્સો એક કારમાં નિકળતા પોલીસે તેને અટકાવ્યા હતા. અને કારની તપાસ કરતા તેમાંથી 880 ગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો. હાલ આ ત્રણેય આરોપીની પોલીસે ધરપકડ કરી તેમની વિરુધમાં નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો છે. ચરસના જથ્થા અને કાર સહિત 9.47 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસને બાતમી મળી હતી, જેના આધારે એક કારની તપાસ કરવામાં આવી. અને તપાસમાં ચરસનો 880 ગ્રામનો જથ્થો મળી આવ્યો. આ માદક પદાર્થની કીમત રૂપિયા 1,32,000 કહેવાઈ રહી છે. તપાસમાં પોલીસે આરોપી વાસુદેવ ઉર્ફે વિવાન વાલજીભાઈ બારોટ, જે ગાંધીધામમાં રહે છે અને ભાભર જિલ્લો બનાસકાંઠાનો છે, દશરથ દિનેશભાઈ વ્યાસ જે અંજાર ભુજનો રહેવાસી છે અને અંજાર ભુજના રહેવાસી શંકર ગોવાભાઈ ગરચર એમ ત્રણ આરોપીને ઝડપી લીધા હતા.

આરોપીઓ ગાડીમાં જ વજન કાંટો, પ્લાસ્ટિકની નાની કોથળીઓ નંગ 29 અને રેકઝીન બેગ લઈને નીકળ્યા હતા. માલસામાન જોતા વેચાણ કરવા નીકળ્યા હોવાનું પ્રાથમિક તારણ છે. હવે પોલીસ આગળ તપાસ કરી રહી છે. આરોપીઓએ ચરસનો જથ્થો કોની પાસેથી મેળવ્યો અને કોને સપ્લાય કરવા જતા હતા તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: ‘કેસોમાં મનફાવે તેવા હુકમો કરીને દાવાઓનો નિકાલ કરવો યોગ્ય નહીં’: હાઇકોર્ટેની નીચલી અદાલતોને ટકોર

આ પણ વાંચો: સોશિયલ મીડિયા પર આગ પકડી રહ્યું છે પોલીસ ગ્રેડ પે આંદોલન, જાણો આ મુદ્દે હર્ષ સંઘવીએ શું કહ્યું

Next Video