Porbandar: ડબલ મર્ડરના આરોપીની કાર પર ફાયરિંગ, અજાણ્યા શખ્સો ફરાર

| Edited By: | Updated on: Nov 19, 2021 | 7:58 AM

Porbandar: આદિયણા ડબલ મર્ડરના આરોપી વીંજા મોઢવાડિયાની કાર પર ફાયરીંગ થયું હોવાની ઘટના સામે આવી છે. આરોપી હાલ જેલમાં સજા ભોગવી રહ્યો છે.

પોરબંદરના (Porbandar) કોલીખડામાં પેટ્રોલપંપ નજીક ચાલુ કાર પર ફાયરિંગ થયું હોવાની ઘટના સામે આવી છે. આ કાર આદિત્યાણા ડબલ મર્ડરના (Double Murdet) આરોપી વીંજા મોઢવાડિયાની હોવાની વાત સામે આવી છે. આરોપીની કાર પર ફાયરિંગ થયું હોવાનો ખુલાસો થયો છે. વીંજા મોઢવાડિયા ડબલ મર્ડર કેસમાં હાલ જેલમાં બંધ છે. તો અજાણ્યા શખ્સો કાર પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. આ પહેલાં આદિત્યાણા ગામે આરોપીના ઘર નજીક પણ હથિયાર સાથે બે શખ્સો જોવા મળ્યા હતા.

જણાવી દઈએ કે આ પહેલા આદિત્યાણા ગામે ડબલ મર્ડરના આરોપીના ઘરે ખુલ્લા હથિયારો સાથે 2 બાઇકચાલકો જોવા મળ્યા હતા. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ પ્રમાણે બાઈક પર ખુલ્લા હથિયારો સાથે કેટલાક શખ્સ પસાર થયા હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા હતા.

 

આ પણ વાંચો: દ્વારકા ડ્રગ્સ કેસમાં તપાસનો ધમધમાટ, મોરબી ડ્રગ્સ કેસમાં ચોંકાવનારા ખુલાસા, જાણો વિગત

આ પણ વાંચો: UP Crime: Facebook મા તાલિબાન પર કમેન્ટ કરવી યુવતીને ભારે પડ્યું, પોર્ન સાઇટ પર નાખ્યો યુવતીનો નંબર