Delhi માં શેમ્પુની બોટલોમાં લવાયેલું કરોડોનું Heroin પકડાયું, Hyderabad માં પણ 12 કિલો હેરોઈન પકડાયું

|

Jun 06, 2021 | 11:09 PM

કસ્ટમ્સ વિભાગે દિલ્હીના IIG એરપોર્ટ પર 2 અફઘાન નાગરિકો દ્વારા શેમ્પુની બોટલોમાં લવાયેલું 136 કરોડનું Heroin ઝડપી પાડ્યું.

Delhi માં શેમ્પુની બોટલોમાં લવાયેલું કરોડોનું Heroin પકડાયું, Hyderabad માં પણ 12 કિલો હેરોઈન પકડાયું
શેમ્પુની બોટલોમાં લવાયેલું 136 કરોડનું Heroin ઝડપાયું

Follow us on

હાલમાં ડ્રગ તસ્કરીની ઘટનાઓ વધી છે. તસ્કરો આના માટે કોઈપણ હદ સુધી જઈ રહ્યા છે. તેઓ કસ્ટમ અધિકારીઓને થાપ ખવડાવવામાં કોઈ કસર છોડશે નહીં. ફેસ માસ્ક, ટીવી, ઇમરજન્સી લાઇટ્સ અને પાસ્તા મેકિંગ મશીનમાં છુપાવીને ડ્રગની તસ્કરી કરવામાં આવી રહી છે. આવો જ એક ડ્રગ તસ્કરીનો નવો બનાવ દિલ્હીમાં સામે આવ્યો છે. દિલ્હી એરપોર્ટ પરથી 136 કરોડની કિંમતનું Heroin પકડાયું છે.

શેમ્પુ – કંડીશનરની બોટલમાં કોરોડોના હેરોઈનની તસ્કરી
કસ્ટમ્સ વિભાગે દિલ્હીના IIG એરપોર્ટ પર 2 અફઘાન નાગરિકોની ધરપકડ કરી છે, જેની બેગમાંથી 19.5 કિલો Heroin ઝડપાયું છે, જેની કિંમત 136 કરોડ રૂપિયા છે. આ હેરોઈન શેમ્પૂ અને કન્ડિશનરની બોટલોમાં ભરીને લવાયું હતું. આ બંને આરોપી દુબઈથી અમીરાત એરલાઇન્સમાં આવ્યાં હતા.

Heroin વગેરે ડ્રગ્સની તસ્કરીની આવી નવી ટેકનીકથી કસ્ટમ અધિકારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે. તેઓ હવે વધારે સતર્ક બન્યા છે. અહેવાલો અનુસાર 15 એપ્રિલથી  દિલ્હી એરપોર્ટ પર જ હેરોઇનના પાંચ મોટા જથ્થા પકડવામાં આવ્યાં છે જેની કિંમત આશરે 160 કરોડ રૂપિયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

હૈદરાબાદમાં 12 કિલો હેરોઈન ઝડપાયું
હૈદરાબાદમાં બે અલગ અલગ ગુનામાં કુલ 12 કિલો Heroin ઝડપાયું છે. હૈદરાબાદના આરજીઆઈ એરપોર્ટ પરથી DRI એ યુગાન્ડાની મહિલા પાસેથી આશરે 25 કરોડની કિંમતનું 3.9 કિલો હેરોઇન પકડ્યું છે. આ મહિલા તેની બેગમાં હિરોઇન છુપાવીને લાવી હતી.

બીજા ગુનામાં DRI એ હૈદરાબાદના RGI એરપોર્ટથી એક ઝામ્બિયન મહિલા પાસેથી આશરે 8 કિલોની હેરોઇન ઝડપી પાડ્યું છે, જેની કિંમત 52 કરોડથી વધુ થાય છે.મહિલાએ આ Heroin ને ગેસ પાઇપ રોલમાં છુપાવ્યું હતું.

પેટમાં છુપાવીને હેરોઈનની તસ્કરી
જાન્યુઆરીમાં કસ્ટમ અધિકારીઓએ એક અફઘાનિસ્તાનના નાગરિકને ઝડપી લીધો હતો. શોધખોળ દરમિયાન તેના પેટમાં પ્લાસ્ટિકની 89 કેપ્સ્યુલ્સમાં ડ્રગ્સ મળી આવ્યું હતું. આ કેપ્સ્યુલ્સમાં આશરે 635 ગ્રામ Heroin મળી આવ્યું. જેની કિંમત રૂ4.50 કરોડ હતી.

તાજેતરમાં દિલ્હી પોલીસે એક ગેંગ પકડી હતી જે મસાલાઓની આડમાં Heroin ની તસ્કરી કરતી હતી. આ માટે ગેંગ મસાલાની બોરીઓમાં ખાસ પ્રકારનું કેમિકલ અને હેરોઇનની પેસ્ટ બનાવી લગાડતા.

આ પણ વાંચો : Israel માં PM Benjamin Netanyahu ના પદ છોડવા પર અમેરિકા કેપિટલ હિલ જેવી હિંસાની આશંકા

આ પણ વાંચો : Indian Army સામે પડેલી ચીની સેના કાતિલ ઠંડીને કારણે પાછી પડી, 90 ટકા સૈનિકોને બદલવા પડી રહ્યાં છે

Published On - 11:02 pm, Sun, 6 June 21

Next Article