Israel માં PM Benjamin Netanyahu ના પદ છોડવા પર અમેરિકા કેપિટલ હિલ જેવી હિંસાની આશંકા

Israel માં 12 વર્ષ પછી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (PM Benjamin Netanyahu) ની સરકાર જવાની તૈયારીમાં છે.

Israel માં PM Benjamin Netanyahu ના પદ છોડવા પર અમેરિકા કેપિટલ હિલ જેવી હિંસાની આશંકા
Israel PM Benjamin Netanyahu
Follow Us:
| Updated on: Jun 06, 2021 | 9:49 PM

Israel માં આઠ વિપક્ષી પાર્ટીઓ નવી સરકાર બનાવશે તેવી સંભાવના છે. આઠ પક્ષોના ગઠબંધને દેશમાં સરકાર બનાવવાની જાહેરાત કરી છે. PM Benjamin Netanyahu ના પદ છોડવા પર અમેરિકાના કેપિટોલ હિલની જેમ ઇઝરાઇલમાં હિંસા થવાની સંભાવના છે.

ઇઝરાયેલમાં નવી સરકારની તૈયારી  Israel માં 12 વર્ષ પછી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (PM Benjamin Netanyahu) ની સરકાર જવાની તૈયારીમાં છે. નેતાન્યાહુને સત્તામાંથી દુર કરવા માટે વિપક્ષી નેતાઓ યાર્લપીડ અને નફ્તાલી બેનેટે આઠ વિરોધી વિચારધારા વાળા નેતાઓ સાથે ગઠબંધન કર્યું છે.નવા ગઠબંધન સાથે સંકળાયેલા તમામ 8 ભાગીદારો આજે ઇઝરાઇલના તેલ અવીવમાં મળ્યા હતા. આવતી કાલે ઇઝરાઇલની સંસદના અધ્યક્ષ વિશ્વાસ મત સંબંધિત જરૂરી સૂચનો કરશે. વિશ્વાસ મત ઉપર એક અઠવાડિયામાં મતદાન થઈ શકે છે.

All 8 partners involved in the new alliance met in Israel Tel Aviv today

નવા ગઠબંધન સાથે સંકળાયેલા તમામ 8 ભાગીદારો આજે ઇઝરાયેલના તેલ અવીવમાં મળ્યા

Israel માં પ્રધાનમંત્રી તરીકે બેન્જામિન નેતાન્યાહુનાં 12 વર્ષનાં શાસનનો અંત આવશે અને નવા પ્રધાનમંત્રી તરીકે નેફ્તાલી બેનેટ(Nephtali Bennett) ઇઝરાયેલનો કાર્યભાળ સંભાળશે તેવું અહેવાલો પરથી જાણવા મળ્યું છે. 12 વર્ષ શાસન કરી ચુકેલાં બેન્જામિન નેતાન્યાહુને મુખ્યત્વે બે બાબતોને કારણે યાદ કરવામાં આવશે. જેમાં સૌથી વધુ સમયગાળા દરમિયાન ઇઝરાયેલના પ્રધાનમંત્રી તરીકે શાસન કર્યું અને ફોજદારી કાર્યવાહીનો (Criminal proceedings) સામનો કરનાર નેતા તરીકે તેને યાદ કરવામાં આવશે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

કેપિટોલ હિલ જેવી હિંસાની સંભવાના Israel ની આંતરિક સુરક્ષા એજન્સી શિન બેટે ચેતવણી આપી છે કે દેશમાં નવી સરકારની રચના પહેલા હિંસા થઈ શકે છે. અગાઉ, મીડિયા અહેવાલોમાં પણ આવી જ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. હવે શિન બેટના અધ્યક્ષ નાદવ અર્ગમને ઇઝરાયેલમાં હિંસાની આશંકા વ્યક્ત કરી છે.

અર્ગમન મુજબ જાહેરમાં અને સોશ્યલ મીડિયા પર ખૂબ હિંસક અને ઉશ્કેરણીજનક વાતોમાં વધારો જોવા મળ્યો છે. આનાથી અમુક જૂથો વચ્ચે હિંસા થઈ શકે છે. અગાઉ ઇઝરાયલી મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કેવડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (PM Benjamin Netanyahu) ના સમર્થકો અમેરિકામાં કેપિટોલ હિલ પર થયેલી હિંસાની જેમ હિંસા કરી શકે છે.

‘દેશદ્રોહી’ જેવા શબ્દપ્રયોગથી 1995 જેવા વાતાવરણની ચેતવણી શિન બેટ કહે છે કે ‘દેશદ્રોહી’ જેવા શબ્દોનો ઉપયોગ જમણેરી સમર્થકો વચ્ચેની વાતચીતમાં વધ્યો છે. ઇઝરાયેલમાં આ શબ્દ ખૂબ જ સંવેદનશીલ છે. આ 1995 માં તત્કાલીન વડાપ્રધાન યિત્ઝાક રબીનની હત્યાની યાદો તાજી કરશે.

પેલેસ્ટાઇન સાથેની શાંતિ ડીલ પર આગળ વધવા બદલ તત્કાલીન વડાપ્રધાન યિત્ઝાક રવિનને એક ઉગ્રવાદીએ ગોળી મારી દીધી હતી. ઇઝરાયેલની ડાબેરી પાર્ટીઓ રવિન સામે લોકોને ઉશ્કેરવા માટેવડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (PM Benjamin Netanyahu)ને દોષી ઠેરવી રહી છે. જો કે નેતન્યાહુ આ વાતનો ઇનકાર કરી રહ્યાં છે.

Latest News Updates

ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">