Mehsana: કર્મચારીઓને માર મારી કુરિયરની ઓફિસમાંથી IELTSના પેપર્સની લૂંટ, કારમાં આવેલા લોકો પેપર્સના ત્રણ બંડલ ઉઠાવી ગયા

|

Feb 11, 2022 | 1:38 PM

ગત મોડી રાત્રે કારમાં આવેલા ઈસમોએ લૂંટ ચલાવી હતી, કુરિયર ઓફિસમાં કર્મચારીઓને માર મારી તોડફોડ પણ કરી. કારમાં આવેલા 4 અજાણ્યા લોકો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. ઓફિસ ઇન્ચાર્જ ભાવેશ પટેલે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ

મહેસાણા (Mehsana)માં લૂંટની એક વિચિત્ર ઘટના સામે આવી છે. લૂંટારુઓ એક કુરિયર કંપનીની ઓફિસમાંથી (Courier Office)બીજુ કઇ નહીં પરંતુ IELTSના પેપર્સની લૂંટ ( Robbery of IELTS Papers)કરી ગયા છે. એક બે નહીં પણ ત્રણ જેટલા IELTSના પેપર્સના બંડલ આ લૂંટારુો લૂંટીને ફરાર થઇ ગયા છે. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

વાત કઇક એમ છે કે મહેસાણામાં માલ ગોડાઉન સરદાર પટેલ વેપાર સંકુલમાં એક બ્લુ ડાર્ટ એક્સપ્રેસ કુરિયરની ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં મોડી રાત્રે એક લક્ઝુરિયસ કારમાં સવાર થઇને ચાર વ્યક્તિ આવ્યા હતા. આ ચાર અજાણ્યા વ્યક્તિઓએ કુરિયરમાં ઓફિસમાં બળજબરીથી ઘુસી જઇને તોડફોડ કરી હતી. સાથે જ કુરિયર કંપનીના કર્મચારીઓને ખૂબ જ માર માર્યો હતો. કુરિયર ઓફિસમાં હુમલા બાદ આ અજાણ્યા વ્યક્તિઓએ ઓફિસમાં લૂંટ ચલાવી હતી. લૂંટારુઓ કુરિયર ઓફિસમાંથી IELTS પેપરના ત્રણ બંડલ લૂંટીને ફરાર થઇ ગયા હતા.

સમગ્ર ઘટનાને લઇને કુરિયર ઓફિસના ઇન્ચાર્જ ભાવેશ પટેલે બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચાર વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ મળતા પોલીસ પણ અચંબામાં આવી ગઇ છે. પોલીસે કુરિયર ઓફિસની આસપાસના સીસીટીવીની ચકાસણી સાથે આરોપીઓને શોધવા અને આવી લૂંટનું કારણ જાણવા તપાસ શરુ કરી છે.

આ પણ વાંચો-

Mehsana: કર્મચારીઓને માર મારી કુરિયરની ઓફિસમાંથી IELTSના પેપર્સની લૂંટ, કારમાં આવેલા લોકો પેપર્સના ત્રણ બંડલ ઉઠાવી ગયા

આ પણ વાંચો-

નેશનલ હેલ્થ મિશનની વિવિધ યોજનાના લાભાર્થીઓને સિંગલ ક્લિકથી મળશે નાણાંની સહાય, મુખ્યપ્રધાને ઇલેક્ટ્રોનિક ફંડ ફ્લો એપ્લિકેશન મોડેલ-2નો કરાવ્યો પ્રારંભ

Published On - 10:20 am, Fri, 11 February 22

Next Video