બળાત્કારના આરોપ બાદ મહિલા સાથે કર્યા લગ્ન, બાદમાં ઝઘડાથી કંટાળીને પત્નીને પહાડ પરથી ફેંકી દીધી ખાઈમાં

|

Jul 30, 2021 | 3:37 PM

29 વર્ષની મહિલાએ 24 વર્ષના સેલ્સમેન પર લગ્નના બહાને તેના પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ બાદમાં તેણી આ યુવક સાથે લગ્ન કરવા સંમત થઈ ગઈ હતી. આ શખ્સે પત્નીને પહાડ પર લઈ જઈ નીચે ખાઈમાં ફેંકી દીધી હતી.

બળાત્કારના આરોપ બાદ મહિલા સાથે કર્યા લગ્ન, બાદમાં ઝઘડાથી કંટાળીને પત્નીને પહાડ પરથી ફેંકી દીધી ખાઈમાં
પ્રતિકાત્મક તસવીર

Follow us on

29 વર્ષની મહિલાએ 24 વર્ષના સેલ્સમેન પર લગ્નના બહાને તેના પર બળાત્કાર કરવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ બાદમાં તેણી આ યુવક સાથે લગ્ન કરવા સંમત થઈ ગઈ હતી. પરંતુ લગ્ન બાદ થતા ઝગડાથી કંટાળીને આ શખ્સે પત્નીને પહાડ પર લઈ જઈ નીચે ખાઈમાં ફેંકી દીધી હતી.

દિલ્હીમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક મહિલાએ યુવક પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો અને બાદમાં તેની સાથે જ લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદ ઝઘડાઓથી કંટાળીને તેને નૈનીતાલ લઈ ગયો અને પછી તેને પહાડ પરથી નીચે ખાઈમાં ધકેલી દીધી હતી.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ડાબરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો 24 વર્ષીય સેલ્સમેન રાજેશ રાય તેની પત્ની બબીતાને નૈનીતાલ લઈ ગયો હતો અને પત્નીને ખાઈમાં ફેંકી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી અને મૃતદેહને લેવા માટે નૈનીતાલ પહોંચી. રાજેશ રાય ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરના રહેવાસી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

DCP દ્વારકા સંતોષ કુમાર મીણાના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે 14 જુલાઈએ 29 વર્ષીય બબીતાએ FIR દાખલ કરી આરોપ લગાવ્યો હતો કે રાજેશ રોયે લગ્નના બહાને તેની સાથે બળાત્કાર કર્યો હતો. આ ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી. 8 ઓગસ્ટ 2020ના રોજ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને તિહાડ જેલમાં મોકલવામાં આવ્યો હતો. થોડા દિવસ પછી, મહિલાએ સોગંદનામામાં કહ્યું કે, તે પોતાની ફરિયાદ પાછી ખેંચવા માંગે છે અને આરોપી સાથે લગ્ન કરશે.

કોર્ટે 10 ઓક્ટોબર 2020ના રોજ આરોપીને જામીન આપ્યા હતા અને તેણે મહિલા સાથે લગ્ન કર્યા હતા. બબીતાનો પરિવાર દિલ્હીના મહેન્દ્ર પાર્ક વિસ્તારોમાં રહે છે. આરોપીએ જેલ અને પોલીસથી બચવા માટે લગ્ન કર્યાં હતા, પરંતુ છોકરીના પરિવારનો આરોપ છે કે, લગ્ન બાદ તેને સતત હેરાન કરવામાં આવતી હતી. હુમલો કરવામાં આવતો હતો અને આરોપી ઘણી વખત છોકરી સાથે ઝઘડો કરતો હતો. જે બાદ છોકરી તેના મામાના ઘરે આવી હતી.

આ પછી આરોપી 11 જૂન 2021ના ​​રોજ બબિતાને ઉધમ સિંહ નગરમાં તેના ઘરે લઈ ગયો. બીજા જ દિવસે, બબીતાનો ફોન બંધ થઈ ગયો હતો. જેના કારણે ગભરાયેલા પરિવારના સભ્યોએ કોર્ટ મારફતે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

દિલ્હી પોલીસે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ દ્વારા આરોપી રાજેશ રાયની ધરપકડ કરી હતી. તેનું છેલ્લું લોકેશન નૈનીતાલમાં મળ્યું હતું. જ્યારે બબીતાના ફોનનું છેલ્લું લોકેશન પણ નૈનીતાલમાં મળ્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો હતો કે, બબીતા ​​સાથે દિન-પ્રતિદિન થતા ઝઘડાઓથી પરેશાન થઈને તેણે તેની પત્નીને નૈનીતાલ લઈ ગયો હતો અને ખાઈમાંથી ધકેલી દીધી હતી. હાલ દિલ્હી પોલીસ બબીતાના મૃતદેહની શોધ કરી રહી છે.

 

આ પણ વાંચો: Indian Railways Recruitment 2021: રેલવેએ બહાર પાડી ભરતી, ધોરણ 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો તમામ વિગતો

આ પણ વાંચો: VSSC Recruitment 2021: વિક્રમ સારાભાઇ સ્પેસ સેન્ટરમાં ઓટોમોબાઈલ એન્જિનિયર સહિત ઘણી પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

Next Article