Video: ટ્રેનમાં ચાલતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ

|

Jul 18, 2019 | 11:09 AM

વડોદરાની રેલવે પોલીસે ટ્રેનમાં ચાલતી દારૂની હેરફેરનો પર્દાફાશ કર્યો છે. રેલવે પોલીસને બાતમી મળી હતી કે સંપર્ક ક્રાંતિ ટ્રેનમાં દારૂની હેરફેર થઇ રહી છે. બાતમીના આધારે ટ્રેન વડોદરા નજીક આવેલાં છાયાપુરી રેલવે સ્ટેશન પર આવતાં જ પોલીસે કોચ કોર્ડન કર્યો હતો અને ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી. રેલવે પોલીસની તપાસ દરમિયાન સંપર્ક ક્રાંતિ ટ્રેનના જનરલ […]

Video: ટ્રેનમાં ચાલતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ

Follow us on

વડોદરાની રેલવે પોલીસે ટ્રેનમાં ચાલતી દારૂની હેરફેરનો પર્દાફાશ કર્યો છે. રેલવે પોલીસને બાતમી મળી હતી કે સંપર્ક ક્રાંતિ ટ્રેનમાં દારૂની હેરફેર થઇ રહી છે. બાતમીના આધારે ટ્રેન વડોદરા નજીક આવેલાં છાયાપુરી રેલવે સ્ટેશન પર આવતાં જ પોલીસે કોચ કોર્ડન કર્યો હતો અને ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી. રેલવે પોલીસની તપાસ દરમિયાન સંપર્ક ક્રાંતિ ટ્રેનના જનરલ કોચમાંથી 70 જેટલી વિદેશી દારૂની બોટલ સાથે ત્રણ આરોપીઓ ઝડપાયા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: Video: જામનગરમાં કોંગ્રેસના નગરસેવિકાની દબંગાઇ

આ ત્રણેય આરોપીઓની રેલવે પોલીસે 89 હજારના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહત્વનુ છે કે આરોપીઓ દિલ્હીથી વિદેશી દારૂનો જથ્થો લાવતાં હતા અને તે વડોદરાના કોઇ બુટલેગરને સોંપવાના હતાં. આ અંગે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

Next Article