Lakhimpur Kheri Violence: લખીમપુર ખેરી હિંસાનો આરોપી આશિષ મિશ્રા પોલીસ સમક્ષ હાજર

|

Oct 09, 2021 | 2:38 PM

Lakhimpur Kheri Violence: લખીમપુર ખેરી હિંસાના આરોપી અજય મિશ્રા (Ajay Mishra) ના પુત્ર આશિષ મિશ્રા (Ashish Mishra) આજે (શનિવાર 9 ઓક્ટોબરના) સવારે 11 વાગ્યે ક્રાઈમ બ્રાન્ચ (UP Police) સમક્ષ હાજર થયો.

Lakhimpur Kheri Violence: લખીમપુર ખેરી હિંસાનો આરોપી આશિષ મિશ્રા પોલીસ સમક્ષ હાજર
Lakhimpur Kheri Violence: Lakhimpur Kheri violence accused Ashish Mishra appears before police

Follow us on

Lakhimpur Kheri Violence: લખીમપુર ખેરી હિંસાના આરોપી અજય મિશ્રા (Ajay Mishra) ના પુત્ર આશિષ મિશ્રા (Ashish Mishra) આજે (શનિવાર 9 ઓક્ટોબરના) સવારે ક્રાઈમ બ્રાન્ચ (UP Police) સમક્ષ હાજર થયો. મોડી રાત્રે ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા લખીમપુર ખેરીમાં તેમના ઘરે પહોંચ્યા હતા. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીએ શુક્રવારે તેમના પુત્ર આશિષનો બચાવ કર્યો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આશિષ (ashish mishra)ની ચાર મુદ્દાઓ પર પૂછપરછ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના સમયે બંબીરપુર ગામમાં કુસ્તીના કાર્યક્રમમાં હોવાના તેમના દાવાના સમર્થનમાં તેમને ફોટા, વીડિયો આપવાનું કહેવામાં આવશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, તેમણે જવાબ આપવો પડશે કે, તેમનું વાહન સ્થળ પર કેમ હતું. મંત્રી અજય મિશ્રાએ આ પ્રકરણમાં તેમના પુત્રની સંડોવણીના આરોપોને નકાર્યા હતા. મંત્રીએ કહ્યું હતું કે, કાર્યક્રમમાં પોલીસ અને વહીવટ સહિત હજારો લોકો હાજર હતા. મારો પુત્ર સવારે 11 વાગ્યાથી ત્યાં હતો અને કાર્યક્રમના અંત સુધી ત્યાં જ રહ્યો. તેથી મારો પુત્ર ઘટના પર હાજર રહે તેવી કોઈ શક્યતા નથી.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

આ ઘટનામાં 8 લોકોએ જીવ ગુમાવ્યા હતા

માહિતી અનુસાર, બહરાઈચ જિલ્લાના જગજીત સિંહની ફરિયાદ પર એફઆઈઆર નોંધવામાં આવી છે. FIRમાં કહેવામાં આવ્યું છે કે, હિંસા પૂર્વ આયોજિત હતી. આ માટે મંત્રી અને તેમના પુત્રએ કાવતરું ઘડ્યું. આરોપ છે કે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી દ્વારા ઉશ્કેરણીજનક નિવેદનો આપવામાં આવ્યા હતા. જેના કારણે હિંસા થઈ અને 8 લોકોના મોત થયા. એફઆઈઆર (FIR)માં એવું પણ લખવામાં આવ્યું છે કે, તે દિવસે ખેડૂત મહારાજ અગ્રસેન ઈન્ટર કોલેજના મેદાનમાં ભેગા થયા હતા અને બાનબીર જતા ડેપ્યુટી સીએમ (Deputy CM) કેશવ પ્રસાદ મૌર્ય સામે શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા.

આ પણ વાંચો: Gandhinagar : તરછોડાયેલ બાળક મળવાની ઘટનામાં ગૃહ રાજયપ્રધાને આપ્યા તપાસના આદેશ, માતાપિતાની શોધખોળ કરી લેવાશે : હર્ષ સંઘવી

આ પણ વાંચો: IPL 2021 : આઈપીએલમાં દિગ્ગજ બેટ્સમેનો છે ‘સિક્સર કિંગ’, જુઓ સંપૂર્ણ યાદી

Published On - 10:41 am, Sat, 9 October 21

Next Article