કોલકાતા પોલીસે ડ્રગ ગેંગનો કર્યો પર્દાફાશ, 55 કરોડની કિંમતના હેરોઈન સાથે 4 તસ્કરોની કરી ધરપકડ

|

Aug 15, 2021 | 3:11 PM

કોલકાતા પોલીસે ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને કુલ 4 તસ્કરોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 55 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે.

કોલકાતા પોલીસે ડ્રગ ગેંગનો કર્યો પર્દાફાશ, 55 કરોડની કિંમતના હેરોઈન સાથે 4 તસ્કરોની કરી ધરપકડ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

કોલકાતા પોલીસે (Kolkata Police) ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને કુલ 4 તસ્કરોની (Smugglers) ધરપકડ કરી છે. તેમની પાસેથી 55 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. પકડાયેલા આરોપીઓમાંથી એક બિહારનો રહેવાસી છે, જ્યારે એક મણિપુરનો રહેવાસી છે અને બે બંગાળના રહેવાસી છે. પોલીસનો અંદાજ છે કે, આ ગેંગ આંતર રાજ્ય કક્ષાએ કામ કરતી હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

કોલકાતા પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) શહેરમાં ડ્રગ સિન્ડિકેટ પર નજર રાખી રહી હતી. ગુપ્ત માહિતીના આધારે 12 ઓગસ્ટના રોજ કોલકાતા પોલીસની એસટીએફે પશ્ચિમ પોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે તસ્કરોની ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી મોહમ્મદ ઇસમિયાલ શેખ માલદાનો રહેવાસી હતો, જ્યારે બીજો અભિષેક સલામ મણિપુરનો રહેવાસી હતો. આરોપીઓ સામે ભારતીય દંડ સંહિતા અને નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS)ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પકડાયેલા તસ્કરોમાંથી એક બિહારનો રહેવાસી છે

સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી પાસેથી 2.291 ગ્રામ ગેરકાયદેસર દવા (યાબા ટેબલેટ) મળી આવી હતી. રિકવર થયેલી દવાઓની બજાર કિંમત લગભગ 5 કરોડ રૂપિયા હતી. આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લીધા બાદ તેમની પૂછપરછ બાદ મળેલી માહિતીના આધારે શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તેની પૂછપરછ કર્યા બાદ વધુ બે આરોપીઓની કડીઓ મળી હતી.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેમની માહિતીના આધારે STFએ ગજોલમાંથી વધુ બે ડ્રગ સ્મગલરોની ધરપકડ કરી છે. આરોપી પાસેથી 10 કિલોથી વધુ હેરોઈન મળી આવ્યું છે. તેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત લગભગ 50 કરોડ રૂપિયા છે. ગજોલમાંથી પકડાયેલાઓમાં બિહારના રહેવાસી લલિત શાહનીનો શામેલ છે, જ્યારે સુમિત અલી પાત્રા મુર્શિદાબાદનો રહેવાસી છે.

કોલકાતા પોલીસે અગાઉ પણ ધરપકડ કરી હતી

થોડા દિવસો પહેલા પણ કોલકાતા પોલીસના STF એ શહેરમાં એક ડ્રગ સ્મગલરની ધરપકડ કરી હતી અને તેની પાસેથી આશરે 26 કરોડ રૂપિયાનું હેરોઈન જપ્ત કર્યું હતું. એસટીએફના અધિકારીઓએ એક સૂચનાના આધારે શનિવારે મધરાતે પ્રગતિ મેદાન પોલીસ સ્ટેશન હેઠળ કેપ્ટન ભેરી વિસ્તાર પાસે ઇએમ બાયપાસ પર મોટરસાઇકલ પર સવાર હતા ત્યારે દુર્ગાપુરથી ‘વોન્ટેડ’ ડ્રગ સ્મગલરને પકડી પાડ્યો હતો. તેની પાસેથી લગભગ 5.177 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની કિંમત બજારમાં 25.88 કરોડ રૂપિયા હતી.

 

આ પણ વાંચો:  India Independence Day 2021 LIVE ભારતનો અનમોલ સમય, અનેક નિર્ણયોથી વિશ્વને દર્શાવ્યુ ભારત બદલાયુ, સૈનિક સ્કુલમાં હવેથી દિકરીઓ પણ ભણી શકશેઃ વડાપ્રધાન મોદીની જાહેરાત

આ પણ વાંચો: GANDHINAGAR : સી આર પાટીલનું મહત્વનું નિવેદન, ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી વિજય રૂપાણી નીતિન પટેલના નેતૃત્વમાં લડાશે

Next Article