જાણો કોણ છે ડોન રવિ પૂજારી, જેનાથી ડરતાં ગુજરાત અને મુંબઈના વેપારીઓ અને જેની પર દેશમાં નોંધાયા છે 200થી વધારે કેસ !

જાણો કોણ છે ડોન રવિ પૂજારી, જેનાથી ડરતાં ગુજરાત અને મુંબઈના વેપારીઓ અને જેની પર દેશમાં નોંધાયા છે 200થી વધારે કેસ !

અંડરવલ્ડૅ ડોન રવિ પૂજારી અંતે પોલીસની જાળમાં આવી ગયો છે. પશ્ચિમી આફ્રિકામાં આવેલાં સેનેગલ દેશમાં તેને ત્યાંની જ સ્થાનિક પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે. ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધીઓમાં તેનું નામ ચોપડે ચડેલું છે. ઘણાંબધાં રાજકારણીઓ સહિત દક્ષિણ ગુજરાતમાં વેપારીઓ તેમજ દેશનાં ખ્યાતનામ અભિનેતાઓ પાસે રવિ પૂજારીએ ધમકી આપીને પૈસાની વસૂલી કરી છે. આ ડોન […]

TV9 WebDesk8

| Edited By: Parth_Solanki

Feb 02, 2019 | 5:21 PM

અંડરવલ્ડૅ ડોન રવિ પૂજારી અંતે પોલીસની જાળમાં આવી ગયો છે. પશ્ચિમી આફ્રિકામાં આવેલાં સેનેગલ દેશમાં તેને ત્યાંની જ સ્થાનિક પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે. ભારતના મોસ્ટ વોન્ટેડ અપરાધીઓમાં તેનું નામ ચોપડે ચડેલું છે.

ઘણાંબધાં રાજકારણીઓ સહિત દક્ષિણ ગુજરાતમાં વેપારીઓ તેમજ દેશનાં ખ્યાતનામ અભિનેતાઓ પાસે રવિ પૂજારીએ ધમકી આપીને પૈસાની વસૂલી કરી છે. આ ડોન પશ્ચિમ આફ્રિકામાં હોટેલનો બિઝનેસ ચલાવતો હતો. ઈન્ટરપોલની મદદથી સ્થાનિક પોલીસે રવિ પૂજારીને ઝડપી લીધો હતો. ગુજરાત સહિત આખા દેશમાં રવિ પૂજારીની સામે ધમકી આપવાના ગૂના નોંધાયો છે. સુરત શહેરમાં પાંચ ગૂના ખંડણીના નોંધાયેલા છે જેમાં વેપારીઓ પાસે રુપિયા 5 કરોડની ખંડણી માગી હતી.

આખા ભારતમાં રવિ પૂજારીની સામે 200થી વધારે કેસ નોંધાયેલા છે અને તેમાં મોટેભાગે રવિ પૂજારીએ વેપારીઓ, બિલ્ડરો, નેતાઓ અને અભિનેતાઓને ધમકી આપીને ખંડણી માગી હતી. જેમાં જાણીતા ફિલ્મનિર્માતા મહેશ ભટ્ટની ઉપર ગોળીબાર કરાવીને તેને પોતાની તાકાત બતાવવાનો પ્રયત્ન 2006ની સાલમાં કર્યો હતો. આ બાબતે તેણે જાહેર પણ કર્યું હતું કે હું મહેશ ભટ્ટને મારી તાકાતનો અહેસાસ કરાવવા માગું છું તેને મારવાનો મારો કોઈ જ ઈરાદો નથી.

એક પત્રકારે રવિ પૂજારીને લોકોની પાસેની ખંડણી માગતા હોવાથી ‘ચિંદી ચોર’ કહ્યો હતો આ બાબતે પણ તે ગુસ્સો થયો હતો અને પત્રકારને પણ ધમકી આપી દીધી હતી. આમ રવિ પૂજારી પોતાને મિડીયા મોટો ડોન જ બતાવે તેવું ઈચ્છતો હતો. જાણીતી ફિલ્મ અભિનેત્રી પ્રિતી જિંટા અને તેના એક્સ બોયફ્રેન્ડ નેસ વાડિયા વચ્ચે કંઈક અણબનાવમાં તણાવ આવી ગયો હતો અને આ વાતમાં પણ રવિ પૂજારી વચ્ચે પડ્યો અને તેને નેસ વાડિયાના પરિવારને ધમકી આપી હતી. પરંતું પ્રિતી જિંટાએ રવિ પૂજારી સાથે પોતાનું કંઈપણ કનેક્શન હોવાની વાતનો ઈન્કાર કરી દીધો હતો. છતાંપણ રવિ પૂજારી વાડિયાના પરિવારને ધમકાવતો રહેતો.

આફ્રિકાના સેનેગલનું ડકાર શહેર જ્યાંથી રવિ પૂજારીની ધરપકડ કરાઈ

ફિલ્મ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ હેપી ન્યૂ યર માટે રવિ પૂજારીને આંતરરાષ્ટ્રીય રાઈટસ્ જોઈતા હતા અને તે શક્ય બન્યું નહીં. આ વાતથી ગુસ્સે ભરાયેલાં રવિ પૂજારીએ શાહરુખ ખાનની નજીક માનવામાં આવતા કરીમ મોરાની પર પણ હૂમલો કરાવી દીધો હતો જેમાં મોરાની માંડમાંડ બચ્યાં હતાં. આ ઉપરાંત પૂજા ભટ્ટ, મુકેશ ભટ્ટને પણ ધમકી આપી હતી. કહેવામાં આવે છે કે શાહરુખ, ભટ્ટ પરિવાર, ફરાહ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર અને અન્ય બોલીવુડ સિતારાઓ રવિ પૂજારીની હિટ લિસ્ટમાં હતાં.

રવિ પુજારીએ ગુજરાતના નેતાઓને પણ છોડ્યા નથી જેમાં તાજેતરમાં થોડાક મહિના પહેલાં વડગામ અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને પણ રવિ પૂજારીએ ધમકી આપી તેવું સામે આવ્યું હતું. રવિ પૂજારીને ઝડપી લેવા માટે આફ્રિકાના સેનેગલ દેશની રાજધાની ડકારમાં પોલીસને ત્રણ બસમાં જવું પડ્યું હતું. આ રવિ પૂજારીની ધરપકડનો શ્રેય ખાટી જવા હવે વિવિધ એજન્સીઓ પોતાનો દાવો કરી રહી છે. ગુજરાત અને કર્ણાટકના અધિકારીઓનું કહેવું છે કે રવિ પૂજારીએ પોતાનું નવુ નામ એન્ટની ફર્નાડિસ રાખ્યું હતું અને તેની પાસે બુર્કિનીનો પાસપોર્ટ પણ હતો.

ગુજરાત એટીએસના અધિકારીઓનું કહેવું છે કે પૂજારીએ છેલ્લાં વર્ષમાં કેટલાંય ગુજરાતી વેપારીઓ, રાજનેતાઓને ધમકી આપીને ખંડણી માગી હતી. આ આંકડો લગભગ એક વર્ષનો 75 જેટલો છે જેની પાસે રવિ પૂજારી દ્વારા ખંડણી માગવામાં આવી હતી. એટીએસના અધિકારીઓ મુજબ રવિ પૂજારીએ ગુજરાતના પોતાના ટાર્ગેટથી 50થી વધારે કરોડની વસૂલી કરી છે. જ્યારે ઘણાં વેપારીઓ પાસે ‘પ્રોટેક્શન મની’ના નામે પણ પૈસા પડાવ્યાં છે.

[yop_poll id=”1011″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati