Ahmedabad : શિવરંજની હીટ એન્ડ રન ઘટનામાં નવો વળાંક, અજાણ્યા ખાખીધારી વ્યક્તિની સંડોવણી સામે આવી

|

Jul 01, 2021 | 9:16 PM

Shivaranjani Hit and Run Case : શિવરંજની હીટ એન્ડ રનની ઘટનામાં બે કારચાલક ઉપરાંત ત્રીજા ખાખીધારી અજાણ્યા વ્યક્તિની સંડોવણી સામે આવતા ચકચાર મચી છે. એ ખાખીધરી અજાણી વ્યક્તિ કોણ હતી એ સૌથી મોટો પ્રશ્ન સામે આવીને ઉભો રહી ગયો છે.

Ahmedabad : શિવરંજની હીટ એન્ડ રન ઘટનામાં નવો વળાંક, અજાણ્યા ખાખીધારી વ્યક્તિની સંડોવણી સામે આવી
Shivaranjani Hit and Run Case

Follow us on

Shivaranjani Hit and Run Case : અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે થયેલ ચકચારી હીટ એન્ડ રનની ઘટનામાં હવે નવો ખુલાસો થતા આ ઘટનામાં નવો વળાંક આવ્યો છે. આ ખુલાસો અકસ્માત સર્જ્યો એ કારચાલક પર્વ શાહ સિવાયના બીજા કારચાલક ધીર પટેલે કર્યો છે. ધીર પટેલે કરેલા આ ચોંકાવનારા ખુલાસા મુજબ આ ઘટનામાં આ બંને કારચાલક સિવાય ત્રીજા વ્યક્તિ તરીકે એક અજાણ્યા ખાખીધરી વ્યક્તિની સંડોવણી સામે આવી છે.

બીજા કારચાલક ધીર પટેલની ધરપકડ
અમદાવાદ (Ahmedabad) માં શિવરંજની ચાર રસ્તા પાસે થયેલ ચકચારી હીટ એન્ડ રનનના (Shivaranjani Hit and Run Case) અકસ્માતમાં કાર રેસીંગની શંકાને લઈને પોલીસે સીસીટીવીમાં જોવા મળતી બીજી કાર બ્લેક વેન્ટોની શોધીને કારચાલક ધીર પટેલની કરફ્યુ ભંગ હેઠળ ધરપકડ કરી છે. આ ધીરની પુછપરછમાં ખુલ્યુ છે કે તે થલતેજ પોતાની બહેનના ઘરેથી નીકળીને મિત્રોને મળીને આવી રહયો હતો ત્યારે ગુરૂદ્વારા નજીક એક ખાખીડ્રેસ પહેરેલા શખ્સે તેની ગાડી અટકાવી હતી અને અકસ્માત સર્જેલ i-20 કાર પર શંકા જતા પીછો કરવાનું કહ્યું

કોણ હતો એ ખાખીધારી માણસ ?
શિવરંજની હીટ એન્ડ રનની ઘટનામાં બે કારચાલક ઉપરાંત ત્રીજા ખાખીધારી અજાણ્યા વ્યક્તિની સંડોવણી સામે આવતા ચકચાર મચી છે. એ ખાખીધરી અજાણી વ્યક્તિ કોણ હતી એ સૌથી મોટો પ્રશ્ન સામે આવીને ઉભો રહી ગયો છે. અકસ્માત કરનાર પર્વ શાહની ગાડીનો પીછો કરનાર ધીર પટેલે ખાખી ડ્રેસમા કોઈ પોલીસ કર્મચારીએ પીછો કરવાનું કહ્યું હોવાનુ નિવેદન આપ્યુ છે. આ નિવેદનને લઈને પોલીસે આ ખાખીધારી કોણ છે તેને લઈને તપાસ શરૂ કરી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

ખાખીધારી હોમગાર્ડ કે પોલીસ જવાન?
આ ખાખીધારી વ્યક્તિ હોમગાર્ડ હોવાની શકયતાને લઈને પોલીસે 7થી વધુ હોમગાર્ડને બોલાવીને ઓળખ કરાવી છે. પરંતુ હજુ સુધી ખાખી ડ્રેસ પહેરેલા શખ્સની ઓળખ થઈ નથી. ત્યારે આ પોલીસ કર્માચારી છે કે હોમગાર્ડ જવાન, કે કોઈ અન્ય વ્યકિત? તે મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે અકસ્માત કરનાર પર્વ શાહે પોલીસ સમક્ષ નિવેદનમાં જે હકકીત જાણવી હતી તે સાચી પડી છે. પર્વ શાહે પુરઝડપે કાર ચલાવાનું કારણ આપતા કહ્યું હતું કે કોઈ ગાડી તેનો પીછો કરતી હતી. હાલ પોલીસ અલગ અલગ નિવેદન મેળવી તપાસ કરી રહી છે.

Next Article