Jammu Kashmir: આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ! રામબનના જંગલમાંથી મોટા પ્રમાણમાં છુપાયેલો દારૂગોળો મળી આવ્યો, સર્ચ ઓપરેશન ચાલુ

|

May 11, 2022 | 1:00 PM

જમ્મુ-કાશ્મીર પોલીસે (Jammu Kashmir Police) માહિતી આપી છે કે 10 મેના રોજ જંગલમાં દારૂગોળો છૂપાવવાની બાતમી મળી હતી. તેના પર એક વિશેષ પોલીસ ટીમ બનાવવામાં આવી હતી અને તેના તરફથી સાંબર વિસ્તારમાં સર્ચ ઓપરેશન (Search Operation)આખી રાત ચાલ્યું હતુ

Jammu Kashmir: આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ! રામબનના જંગલમાંથી મોટા પ્રમાણમાં છુપાયેલો દારૂગોળો મળી આવ્યો, સર્ચ ઓપરેશન ચાલુ
A large quantity of hidden ammunition was found in the forest of Ramban, Jammu Kashmir (Photo by ANI)

Follow us on

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીર પોલીસ(Jammu Kashmir Police)ને એક મોટી સફળતા મળી છે. મંગળવાર-બુધવારની વચ્ચેની રાત્રે પોલીસે રામબન (Ramban) જિલ્લાના સાંબર વિસ્તારના જંગલમાં છુપાયેલો દારૂગોળો (ammunition )જપ્ત કર્યો હતો. આ મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમજ સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ આતંકવાદી મોડ્યુલ (Terrorist Module)નો ભાગ હોઈ શકે છે.

જમ્મુ-કાશ્મીર પોલીસે માહિતી આપી છે કે 10 મેના રોજ જંગલમાં દારૂગોળો છૂપાવવાની બાતમી મળી હતી. તેના પર એક વિશેષ પોલીસ ટીમ બનાવવામાં આવી હતી અને તેના તરફથી સાંબર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સર્ચ ઓપરેશન આખી રાત ચાલ્યું હતું.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

આખી રાત ઝુંબેશ પોલીસ

ટીમ દ્વારા ગાઢ જંગલોમાં સર્ચ ઓપરેશન દરમિયાન ભારે જહેમત બાદ દારૂગોળાનો મોટો જથ્થો મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ દરમિયાન જંગલમાં છુપાયેલા 179 રાઉન્ડ ગોળીઓ, 2 મેગેઝિન, એક વાયરલેસ સેટ, એક ટેલિસ્કોપ અને 2 UBGL ગ્રેનેડ પણ મળી આવ્યા છે. આ સિવાય એક UBGL સળિયો પણ મળી આવ્યો છે.

સાંબામાં સર્ચ ઓપરેશન ચાલુ છે

આ સાથે જમ્મુ-કાશ્મીરના સાંબામાં નિયંત્રણ રેખાને અડીને આવેલા ગામોમાં બુધવારે સેના અને સુરક્ષા દળો દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં આ વિસ્તારમાં એક ટનલ મળી આવી હતી. ત્યારબાદ આ વિસ્તારમાં તકેદારી વધારી દેવામાં આવી છે. સુરક્ષા દળોનું કહેવું છે કે આ વિસ્તારમાં પાકિસ્તાન તરફથી ડ્રોન દ્વારા હથિયારો પહોંચાડવાની પણ આશંકા છે. આવી સ્થિતિમાં અહીં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

2 આતંકવાદીઓ માર્યા ગયા

આ પહેલા મંગળવારે જમ્મુ અને કાશ્મીરમાં અલગ-અલગ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓ અને એક નાગરિક માર્યા ગયા હતા, જ્યારે એક સૈનિક સહિત અન્ય બે ઘાયલ થયા હતા. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, શોપિયનના પંડોશન વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળોએ સોમવારે સાંજે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે સુરક્ષા જવાનો વિસ્તારની ઘેરાબંધી કરી રહ્યા હતા ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો. નાગરિકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા પરંતુ આતંકવાદીઓના ભારે ગોળીબારને કારણે સૈનિક લાન્સ નાઈક સંજીબ દાસ અને બે નાગરિકો – શાહિદ ગની ડાર અને સુહૈબ અહેમદ – ગોળીબારમાં ઘાયલ થયા હતા.

Next Article