ઇન્દોરના રાજા રઘુવંશી મર્ડર કેસમાં નવો ખુલાસો: રાજાના મોટાભાઈએ લગાવ્યા તંત્ર-મંત્રથી નરબલિ આપવાના આક્ષેપ
Raja-Sonam Raghuvanshi Update: રાજા રઘુવંશી હત્યા કેસને 25 દિવસ વીતી ગયા છે. તેમની પત્ની સહિત પાંચ આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. પરંતુ આ કેસમાં હજુ પણ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. રાજા રઘુવંશીના ભાઈએ દાવો કર્યો હતો કે પુત્રવધૂ સોનમે તેના ભાઈની હત્યા તેના પ્રેમી રાજ કુશવાહ માટે નહીં, પરંતુ કોઈ બીજા માટે કરી હતી.

ઇન્દોરના ચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં રોજ નવી-નવી જાણકારીઓ બહાર આવી રહી છે. સોનમ સહિત પાંચેય આરોપી હાલમાં પોલીસ રિમાન્ડ પર છે અને પોતાનો ગુનો કબૂલી ચુક્યા છે. હવે ફક્ત કાનૂની કાર્યવાહી અને સજા બાકી છે. પરંતુ હવે રાજાના મોટા ભાઈએ એવો દાવો કર્યો છે જે ખૂબ જ ચોંકાવનારો છે.
સોનમનો પરિવાર તંત્ર-મંત્રમાં માને છે
રાજાના મોટા ભાઈ સચિન રઘુવંશીએ કહ્યું કે, રાજાની હત્યા તેના સસરાની તંદુરસ્તી માટે નરબલિ તરીકે કરવામાં આવી છે. તેમની જણાવ્યા પ્રમાણે, રાજાની પત્ની સોનમ રઘુવંશીના પિતા દેવી સિંહને અગાઉ બે વખત હાર્ટ એટેક આવ્યો હતો. સોનમનો પરિવાર તંત્ર-મંત્રમાં માને છે અને તેમના પિતા માટે રાજાની બલિ આપવામાં આવી છે. તેમણે દાવો કર્યો કે હવે સોનમના પિતા સંપૂર્ણ સ્વસ્થ છે.
સચિને એવો પણ સવાલ ઉઠાવ્યો કે જો સોનમના પિતાએ પુત્રી માટે એનો ફોટો ઉંધો લટકાવીને જીવંત રાખવાનો ટોટકો કર્યો હતો તો પછી જમાઈ માટે એવું કેમ ન કરાયું? તેમનું કહેવું છે કે જો રાજાનો ફોટો પણ ઉંધો લટકાવ્યો હોત તો કદાચ આજે તેમનો ભાઈ જીવિત હોત.
તેમણે વધુમાં કહ્યું કે સોનમ અને તેનું પરિવાર તાંત્રિક પ્રવૃત્તિઓમાં જોડાયેલો હતો અને પોલીસ દ્વારા તાંત્રિક કનેક્શનની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. તેમણે આરોપ મૂક્યો કે સોનમના માતા-પિતા પણ આ ષડયંત્રમાં સામેલ છે અને પોલીસે તમામ પાસાઓની સંપૂર્ણ તપાસ કરવી જોઈએ. હાલમાં સોનમ રઘુવંશી અને તેના પરિવાર તરફથી આ આરોપો અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી.
મૃતક રાજાના પિતા અશોક રઘુવંશીએ સોમવારે દાવો કર્યો હતો કે રાજાની પત્ની સોનમ તાંત્રિક વિધિઓમાં માનતી હતી. ઇન્દોરમાં તેરમા દિવસની વિધિ પછી, અશોક રઘુવંશીએ કહ્યું, “સોનમના કહેવાથી, રાજાએ અમારા ઘરના મુખ્ય દરવાજા પર એક પોટલું લટકાવ્યું. તેણીએ કહ્યું કે આનાથી ખરાબ નજર દૂર થશે. હવે મને લાગે છે કે તે તંત્ર-મંત્રમાં માનતી હતી અને તેણે તેનો ઉપયોગ મારા પુત્ર પર કર્યો.”
સામાન્ય ભાષામાં ક્રાઈમને અપરાધ, ગુના તરીકે ઓળખવામાં આવે છે. રાજ્ય અથવા સત્તાધિકારી દ્વારા સજાપાત્ર ગેરકાયદેસર કૃત્યને અપરાધ ગણવામાં આવે છે. આવી જ ગુના સંબંધીત જાણકારી મેળવવા માટે અહિં ક્લિક કરો.
