Indo-Bangladesh Border: BSFએ 4 બાંગ્લાદેશી ઘૂસણખોરોની સરહદ પાર કરતા કરી ધરપકડ

|

Jul 31, 2021 | 7:49 PM

દક્ષિણ બંગાળ સરહદ અંતર્ગત બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ 4 બાંગ્લાદેશી નાગરિકોને અલગ-અલગ સ્થળેથી પકડ્યા હતા.

સમાચાર સાંભળો
Indo-Bangladesh Border: BSFએ 4 બાંગ્લાદેશી ઘૂસણખોરોની સરહદ પાર કરતા કરી ધરપકડ
BSF arrests infiltrators on Bangladesh border

Follow us on

દક્ષિણ બંગાળ સરહદ અંતર્ગત (South Bengal Frontier) બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના જવાનોએ 4 બાંગ્લાદેશી નાગરિકોને અલગ-અલગ સ્થળેથી પકડ્યા હતા જ્યારે તેઓ ગેરકાયદેસર રીતે ભારતથી આંતરરાષ્ટ્રીય સરહદ (International Border) પાર કરીને બાંગ્લાદેશ (Bangladesh) જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પકડાયેલા બાંગ્લાદેશી નાગરિકોને સંબંધિત પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. પકડાયેલા લોકોની ઓળખ કાસમ મલ્લિક, હસ્ના બેગમ, અલ શેખ અને સોનિયા ખાતૂન તરીકે થઈ છે. તમામ બાંગ્લાદેશના રહેવાસી છે.

બીએસએફ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બોર્ડર આઉટપોસ્ટ બીથારી 112 વાહિની સેક્ટર કોલકાતાના કર્મચારીઓ તેમની નિયમિત પેટ્રોલિંગ ફરજ બજાવી રહ્યા હતા. પેટ્રોલિંગ ટીમે કેટલાક બદમાશોની શંકાસ્પદ હિલચાલ જોઈ. જેઓ ભારતથી બાંગ્લાદેશ તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બીએસએફ પાર્ટીએ તેમને અટકાવ્યા અને ઓળખકાર્ડની માંગ કરી. તે બધા તેમની ઓળખ સાબિત કરવા માટે કોઈ કાનૂની દસ્તાવેજો રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા. પછી પાર્ટીએ તરત જ તેને પકડી લીધા હતા.

ઉત્તર 24 પરગણામાં મજૂરી કામ કરે છે

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

પ્રાથમિક પૂછપરછ દરમિયાન તમામ પકડાયેલા વ્યક્તિઓએ ખુલાસો કર્યો હતો કે, તેઓ બાંગ્લાદેશના નાગરિક છે. થોડા વર્ષો પહેલા તેઓ કામની શોધમાં સરહદ પાર કરીને ગેરકાયદેસર રીતે ભારત આવ્યા હતા. તેમણે કહ્યું કે, ભારત પહોંચ્યા પછી કાસમ મલ્લિક અને હસ્ના બેગમ બંને બંકરા, બિરાટી, ઉત્તર 24 પરગણા ગયા અને ત્યાં મજૂરી કામ કર્યું. તે તમામ આજે અજાણ્યા ભારતીય દલાલની મદદથી તેમના પરિવારોને મળવા બાંગ્લાદેશ જઈ રહ્યા હતા ત્યારે સીમા સુરક્ષા દળે તેમને પકડી લીધા હતા.

 

આ પણ વાંચો: ભારતીય વાયુસેનામાં 12 પાસ માટે બહાર પડી ભરતીઓ, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો: ગુસ્સે ભરાયેલા પાયલટની લાપરવાહીને લઈ પ્લેન ખડક સાથે ટકરાતા 113 પ્રવાસીનાં મોત, જાણો ક્યાં ભુલ થઈ ગઈ

Published On - 7:46 pm, Sat, 31 July 21

Next Article