બોગસ બિલીંગ પ્રકરણે સ્ટેટ અને સેન્ટ્રલ GSTનું સંયુક્ત ઓપરેશન, કુલ 33 પેઢીઓના 57 સ્થળોએ દરોડા પાડ્યા

TV9 GUJARATI

|

Updated on: Oct 01, 2021 | 10:27 PM

ઉસ્માનગની ઝન્તી ( પ્રો. અલીફ એન્ટસ્માઇઝ , ભાવનગર ) અને ભાવેશ શાંતિલાલ પંડ્યા ( પ્રો.શિવાય ટ્રેડલીંક, ભાવનગર ) ની સંડોવણી બહાર આવતા તેઓની જીએસટી કાયદાની કલમ 69 અન્વયે ઘરપકડ કરવામાં આવેલ છે.

બોગસ બિલીંગ પ્રકરણે સ્ટેટ અને સેન્ટ્રલ GSTનું સંયુક્ત ઓપરેશન, કુલ 33 પેઢીઓના 57 સ્થળોએ દરોડા પાડ્યા
In a joint operation of state and central GST on bogus billing case, raids were carried out at 57 places of 33 Units

Follow us on

AHMEDABAD : સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગ કરનાર વ્યક્તિઓ અને સુત્રધારોને શોધી તેઓની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહેલ છે . આ પ્રકારના બોગસ બિલીંગથી મેળવવામાં આવેલ ગેરકાયદેસર વેરાશાખની વસુલાત અંગે પણ વિભાગની ઘનિષ્ઠ ઝુંબેશ ચાલી રહેલ છે. બોગસ બિલીંગ પ્રકરણે સ્ટેટ અને સેન્ટ્રલ GSTના સંયુક્ત ઓપરેશનમાં કુલ 33 પેઢીઓના 57 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યાં છે.

બોગસ બિલીંગના કેસોની મોડસ ઓપરેન્ડી મુજબ બોગસ બિલીંગ ઓપરેટર દ્વારા આર્થિક રીતે જરૂરિયાતમંદ અને ગરીબ વ્યક્તિઓને નાણાકીય પ્રલોભન આપી દસ્તાવેજી પુરાવાઓ મેળવી તેમના નામે જીએસટી રજીસ્ટ્રેશન મેળવવામાં આવે છે અને આવી પેઢીઓના નામે અન્યા( બેનીફીશયરી) વેપારીઓને માલ કે સેવાની આપ-લે વિના ફક્ત બિલ જ આપવામાં આવે છે તથા ભરવાપાત્ર વેરો સરકારી તિજોરીમાં ભરવામાં આવતો નથી. આવા બિલોના આધારે અન્ય ( બેનીફીશયરી ) વેપારીઓ દ્વારા વેરાશાખનો દાવો કરી વેરાશાખ ભોગવવામાં આવે છે.

તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગની અન્વેષણ વિંગ અને કેન્દ્રીય જીએસટી વિભાગની ઇન્ટેલીજન્સ વિંગ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવેલ અને બન્ને તપાસ એજન્સીઓ એકબીજાના સંકલનમાં રહી બોગસ બિલીંગ પ્રકરણે કડક કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવેલ. જે અન્વયે તાજેતરમાં બોગસ બિલીંગમાં સંડોવાયેલ હોય તેવા કેસોમાં 29 સપ્ટેમ્બરની વહેલી સવારથી ભાવનગર અને અન્ય કેટલાક સ્થળો ખાતે સ્ટેટ જીએસટી વિભાગ અને DGGI અમદાવાદ દ્વારા બોગસ બિલીંગના કેસોમાં તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા 16 કેસોમાં કુલ 37 સ્થળોએ તથા DGGI અમદાવાદ દ્વારા 17 કેસોમાં કુલ 20 સ્થળોએ સધન તપાસની કાર્યાવાહી હાથ ધરવામાં આવેલ છે . સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા કરવામાં આવેલ તપાસની કામગીરીમાં 16 પેઢીઓ પૈકી 11 પેઢીઓ બોગસ જણાય આવેલ છે તથા પાંચ પેઢીઓમાં હાલમાં તપાસ ચાલી રહેલ છે.

આ પેઢીઓ થકી કુલ રૂ. 712.04 કરોડના બિલો ઈશ્યુ કરવામાં આવેલ છે અને જેના થકી રૂ.128.16 કરોડની વેરાશાખ અન્ય વેપારીઓને તબદીલ કરવામાં આવેલ છે. કરચોરીના સુત્રધારો સુધી પહોંચવા વિભાગ દ્વારા સમગ્ર પ્રકરણમાં ખુબ જ ઉંડાણપૂર્વક કાર્યવાહી કરવામાં આવી રહેલ છે . DGGI અમદાવાદ દ્વારા કરવામાં આવેલ તપાસની કામગીરીમાં 17 પેઢીઓ પૈકી 12 પેઢીઓ બોગસ જણાય આવેલ છે . આ પેઢીઓ થકી કુલ રૂ.416 કરોડના બિલો ઇસ્યુ કરવામાં આવેલ છે અને જેના થકી રૂ.63 કરોડની વેરાશાખ અને વેપારીઓને તબદીલ કરવામાં આવેલ છે.

આ પ્રકરણે ઉસ્માનગની ઝન્તી ( પ્રો. અલીફ એન્ટસ્માઇઝ , ભાવનગર ) અને ભાવેશ શાંતિલાલ પંડ્યા ( પ્રો.શિવાય ટ્રેડલીંક, ભાવનગર ) ની સંડોવણી બહાર આવતા તેઓની જીએસટી કાયદાની કલમ 69 અન્વયે ઘરપકડ કરવામાં આવેલ છે. આ બન્ને ઇસમોને નામદાર ચીફ જ્યુડીશીયલ મજીસ્ટ્રેટની કોર્ટમાં ભાવનગર ખાતે રજુ કરવામાં આવેલ છે અને કોર્ટે બન્નેને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે.

કરચોરીના સુત્રધારો સુધી પહોંચવા વિભાગ દ્વારા સમગ્ર પ્રકરણમાં ખુબ જ ઉંડાણપૂર્વક કાર્યવાહી કરવામાં આવી રહેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા છેલ્લા 2 માસથી ભાવનગર ખાતે બોગસ બિલીંગને ડામી દેવાના ભાગરૂપે આવા બોગસ કેસોને શોધી કાઢી કુલ 13 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલ છે . સદર પ્રકરણોમાં હજુ વધુ તપાસની કાર્યવાહી ચાલી રહેલ છે અને તેમાં કરોડોની કરચોરી શોધી વેરાશાખનો લાભ લેનાર બેનીફીશયરી વેપારીઓ પાસેથી વેરાની વસુલાત કરવામાં આવશે. આ જ પ્રકારે હાલમાં ચાલુ મિશન દરમિયાનના કેસોમાં પણ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને ભાવનગર બોગસ બિલીંગ પ્રકરણે કરચોરોને શોધી ધરપકડ સહિતની શિક્ષાત્ક કાર્યવાહી કરવા સ્ટેટ જીએસટી વિભાગ અને DGGI અમદાવાદ કટિબદ્ધ છે .

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati