NIA કોર્ટમાં સચિન વાજેએ કહ્યું ,’મને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે’

|

Mar 25, 2021 | 9:09 PM

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (mukesh ambani)ના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મળવાના મામલે સ્પેશિયલ કોર્ટે સચિન વાજે (Sachin Vaze)ના રિમાન્ડ વધારી દીધા છે.

NIA કોર્ટમાં સચિન વાજેએ કહ્યું ,મને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યો છે
Sachin Waje

Follow us on

ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (mukesh ambani)ના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયો મળવાના મામલે સ્પેશિયલ કોર્ટે સચિન વાજે (Sachin Vaze)ના રિમાન્ડ વધારી દીધા છે. કોર્ટે વાજેની કસ્ટડીમાં વધારો 3 એપ્રિલ સુધી કરી દીધો છે. સચિન વાજેએ કોર્ટમાં મોટો ખુલાસો કરતા કહ્યું કે તેમને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યા છે.

 

સચિન વાજેએ કહ્યું કે તેની સાથે તેમને કોઈ લેણ-દેણ નથી. તેમને કહ્યું કે હું આ કેસમાં તપાસ અધિકારી હતો. આ તમામ ઘટનાઓની પાછળ કોઈ બીજું બેકગ્રાઉન્ડ છે. 13 માર્ચે જ્યારે હું NIA ઓફિસ ગયો તો મારી ધરપકડ કરવામાં આવી. તેમને કહ્યું કે લોકો કહી રહ્યા છે કે મેં ગુનો કબૂલ કર્યો છે પણ આ વાત સાચી નથી. મેં કોઈ ક્રાઈમ કર્યો નથી. હું દોઢ દિવસ માત્ર આ કેસ પર હતો. ક્રાઈમ બ્રાંચ, એટીએસ તમામ તપાસ કરી રહી હતી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

સચિન વાજેએ કોર્ટમાં કહ્યું કે આ કેસમાં મારે થોડી વાતો રેકોર્ડ પર લાવવી છે. તેને લઈ વિશેષ કોર્ટના જ્જે કહ્યું કે તેના માટે તમે તમારા વકીલ સાથે વાત કરો. તેની પર સચિન વાજેએ વકીલ સાથે વાત કર્યા બાદ નક્કી કર્યુ કે તે લેખિતમાં પોતાનો જવાબ આપશે.

 

NIAએ કોર્ટમાં શું કહ્યું 

 

સચિન વાજેની રિમાન્ડને વધારવાની માંગ કરતા NIAએ કોર્ટમાં કહ્યું કે વાજે તપાસમાં સહયોગ નથી આપી રહ્યા. મનસુખ હિરેન કેસમાં ધરપકડ કરેલા બંને આરોપીઓને એક સાથે બેસાડીને પૂછપરછ કરવાની છે. ગાડી માટે લેવામાં આવેલા ફોરેન્સિક સેમ્પલથી સચિન વાજેનું બ્લડ સેમ્પલ મેચ કરવાનું છે. NIAના વકીલે કહ્યું કે આ ક્રાઈમે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. કારણે કે એક પોલીસવાળો સામેલ છે.

 

Next Article