વલસાડ : ઝેરી કેમિકલ કચરાનો ગેરકાયદે નિકાલ, વાપી GIDCની કંપનીમાંથી ઝડપાયું રેકેટ

|

Nov 06, 2021 | 7:44 PM

મહત્વપૂર્ણ છે કે કેમિકલ કંપનીઓમાંથી ઉત્પાદન બાકી નીકળતા કેમિકલ પ્રવાહી કચરાના નિકાલ માટે સરકાર દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી તેનો નિકાલ કરવાના નિયમ બનાવ્યા છે. જોકે વૈજ્ઞાનિક પદ્ધતિસર કેમિકલ કચરા ના નિકાલ કરવાની પદ્ધતિમાં મોટો ખર્ચો થાય છે.

વલસાડ : ઝેરી કેમિકલ કચરાનો ગેરકાયદે નિકાલ, વાપી GIDCની કંપનીમાંથી ઝડપાયું રેકેટ
Illegal disposal of toxic chemical waste, racket seized from Vapi GIDC company

Follow us on

વલસાડ જિલ્લા એલસીબી પોલીસે ફરી એક વખત વાપી જીઆઇડીસીની એક કંપની દ્વારા ઝેરી કેમિકલ કચરાના ગેરકાયદેસર નિકાલ કરવાના એક રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ વખતે એલસીબી પોલીસે વાપી જીઆઇડીસીમાંથી વાપીની જાણીતી વાઇટલ લેબોરેટરીઝ નામની કંપની માથી ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર અને ટેમ્પોને ઝડપી કુલ ત્રણ આરોપીઓને ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે અને કંપની સંચાલકો વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાપી રાજ્યની સૌથી મોટી જીઆઇડીસી છે..જેમાં નાની મોટી હજારો કેમિકલ કંપનીઓ આવેલી છે.આ કેમિકલ કંપનીઓ માંથી નીકળતા ઝેરી કેમિકલ કચરાના નિકાલ માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ધારાધોરણ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવાનો હોય છે.પરંતુ વાપીમાં એવી અનેક કેમિકલ કંપનીઓ છે જે કાયદેસર રીતે સરકારી ધારાધોરણ મુજબ વૈજ્ઞાનિક પદ્ધતિથી કેમિકલ કચરાના નિકાલ કરવાને બદલે પૈસા બચાવવા પર્યાવરણને નુકસાન કરે તેવી રીતે કેમિકલ કચરાને બારોબાર ગેરકાયદેસર રીતે નિકાલ કરતા હોવાના અનેક બનાવો બહાર આવે છે. આ અગાઉ પણ અનેક વખત કેમિકલ કંપનીઓ દ્વારા ચોરીછૂપીથી કેમિકલ કંપની કચરાના નિકાલ કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરી ચૂક્યા છે.

ત્યારે ફરી એક વખત વાપીની વાઈટલ લેબોરેટરી નામની આ કંપની દ્વારા કંપની ના ઝેરી કેમિકલ પ્રવાહી કચરાનો ટેન્કર અને ટેમ્પોમાં ભરી અને નિકાલ કરવા માટેનો પ્રયાસ થયો હતો. કંપની દ્વારા ખોટા ઇન્વોઇસ અને ઈ વેબીલ ને સાચા તરીકે ઉપયોગ કરી આ ઝેરી કેમિકલ કચરાનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. જેની જાણ વાપી વલસાડ એલસીબી પોલીસને થતાં પોલીસે જીઆઇડીસી વિસ્તારમાંથી કંપનીમાંથી કેમિકલ પ્રવાહી કચરો ભરી અને નિકાલ કરવા જઈ રહેલા ટેન્કર અને ટેમ્પોને ઝડપી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ કંપનીના સંચાલક અને મેનેજર ને પણ આરોપી બનાવી તેમના વિરોધ પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

મહત્વપૂર્ણ છે કે કેમિકલ કંપનીઓમાંથી ઉત્પાદન બાકી નીકળતા કેમિકલ પ્રવાહી કચરાના નિકાલ માટે સરકાર દ્વારા વૈજ્ઞાનિક પદ્ધતિથી તેનો નિકાલ કરવાના નિયમ બનાવ્યા છે. જોકે વૈજ્ઞાનિક પદ્ધતિસર કેમિકલ કચરા ના નિકાલ કરવાની પદ્ધતિમાં મોટો ખર્ચો થાય છે. આથી આથી કેમિકલ કંપનીઓ ઝેરી કેમિકલ કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવા માટે થતા મોટા ખર્ચ થી બચવા ચોરી છૂપીથી નજીવી રકમ આપી કેટલાક ભાંગારિયા તત્વોને કેમિકલ કચરાના નિકાલ કરવાનું સોંપવામાં આવે છે. આથી આવા ભંગારીયા તત્વો આ ઝેરી કેમિકલ કચરાને નજીવી રકમની લાલચે પર્યાવરણને નુકસાન થાય તેવી રીતે ચોરી છૂપીથી મન ફાવે તેમ નિકાલ કરતા હોવાના બનાવો બને છે.

આ અગાઉ પણ અનેક વખત આવા બનાવો સામે આવી ચૂક્યા છે.. ત્યારે પર્યાવરણનું ઘોર ખોદતી આવી વાપીની ચોર કેમિકલ કંપનીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. ત્યારે આ વખતે વાપી પોલીસે કેમિકલનું વહન કરતા ટ્રક ચાલાક અને ક્લીનર સહીત એકની ધરપકડ કરી છે.

Next Article