રસ્તા પરથી 10 થી વધુ રૂપિયા મળવાની જાણ સરકારને ના કરી, તો થઇ શકે છે જેલ: જાણો અટપટા કાયદા

કાયદા મંત્રાલયે 7 વર્ષમાં આવા દોઢ હજાર કાયદાઓ રદ કર્યા છે. જે હાલના સમયે સુસંગત નથી. મંત્રાલયે સંસદીય સમિતિને એક રિપોર્ટ રજુ કર્યો છે.

રસ્તા પરથી 10 થી વધુ રૂપિયા મળવાની જાણ સરકારને ના કરી, તો થઇ શકે છે જેલ: જાણો અટપટા કાયદા
File Image
Follow Us:
| Updated on: May 18, 2021 | 2:48 PM

જો કોઈને રસ્તા પરથી થોડા રૂપિયા મળે, તો તેને નસીબ માને છે અને તેને ખિસ્સામાં મૂકી ડે છે. પરંતુ રસ્તા પર મળી 20 રૂપિયાની નોટ પણ તમને એક વર્ષ જેલમાં મોકલી શકે છે. આ વસ્તુ વિચિત્ર લાગશે પરંતુ સાચી છે. દેશમાં હજી પણ આવો કાયદો છે, જે અંતર્ગત 10 રૂપિયાથી વધુ રૂપિયા જો મળે છે, તો તેની માહિતી સરકારને આપવી જરૂરી છે.

દેશમાં આવા ઘણા કાયદા છે જે વિચિત્ર લાગશે પણ તે કાયદા લાગુ છે. આમાં, એવા ઘણા કાયદા છે જેની અત્યારે કોઈ પ્રાસંગિકતા નથી. સરકાર આવા કાયદા બદલવાની કોશિશ કરી રહી છે, પરંતુ ગતિ ખૂબ ધીમી છે. કાયદા મંત્રાલયે 7 વર્ષમાં આવા દોઢ હજાર કાયદાઓ રદ કર્યા છે. મંત્રાલયે સંસદીય સમિતિને એક રિપોર્ટ રજુ કર્યો છે. આ મુજબ અત્યારે લગભગ દોઢ હજાર કાયદા એવા છે જે અત્યારના સમયે સંબંધિત નથી. આવા કેટલાક કાયદાઓ વિશે ચાલો જણાવીએ.

1. ટ્રેઝર ટ્રાવ એક્ટ 1878

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

આ કાયદામાં જો કોઈને 10 રૂપિયાથી વધુની રકમ મળે છે તો તેણે સરકારને જાણ કરવી પડશે. જો ટે તેવું નહીં કરે તો તેને એક વર્ષ સુધીની જેલ ભોગવવી પડી શકે છે.

2. કર્ણાટક પશુધન સુધારણા અધિનિયમ 1961

આ કાયદો સાંભળવામાં બહુ વિચિત્ર લાગશે કેમ કે આ કાયદામાં કહેવામાં આવ્યું છે કે તમારે બળદ રાખવા માટે લાઇસન્સ લેવું ફરજિયાત છે. જો બળદ તેની જાતિને આગળ વધારવામાં સક્ષમ નથી, તો સરકારને તે બળદનું લાઇસન્સ રદ કરવાનો અધિકાર છે.

3. ધ સરાઇ એક્ટ 1867

આ કાયદો 145 વર્ષ જુનો છે. આ કાયદો DM દ્વારા ધર્મશાળાના સંચાલન સાથે સંબંધિત છે. જેમાં ધર્મશાળાની જાળવણી માટે નિમણૂક, સ્વચ્છતા, સમારકામ, ઝેરી વનસ્પતિ દૂર કરવા અને ધર્મશાળાના સંપૂર્ણ અહેવાલની નોંધણી કરાવવું શામેલ છે.

4. સંથાલ પરગના કાયદો 1855

આ કાયદો બ્રિટીશ વહીવટની જરૂરિયાતો માટે હતો. તેનો હેતુ આદિવાસીઓને અલગ રાખીને તેમની વસ્તીને વધતા અટકાવવાનો હતો. આ કાયદાનો ઉપયોગ આઝાદી પછી થયો નથી.

5. દિલ્હી ભાડા નિયંત્રણ અધિનિયમ 1958

આ કાયદો દિલ્હીના કેટલાક વિસ્તારોમાં લાગુ કરાયો હતો. કાયદાઓ ભાડુ નક્કી કરવા અને ભાડુઆતને બળજબરીથી કાઢવાથી રોકવા માટે બનાવવામાં આવ્યો હતો. આ કાયદાઓ સરકારી સંપત્તિ, ઝૂંપડપટ્ટી અને 3,500 રૂપિયાથી વધુના ભાડાના કિસ્સામાં આ લાગુ પડતું નથી.

6. ટેલિગ્રાફ વાયર એક્ટ

આ અંતર્ગત, ટેલિગ્રાફ વાયર વેચવા અથવા 10 પાઉન્ડથી વધુ વજનવાળા કોપર વાયર રાખવા બદલ પાંચ વર્ષની કેદ અને દંડની જોગવાઈ છે, પરંતુ 2013 પછી આ કાયદો પ્રાસંગિક નથી રહ્યો.

7. પોલીસ એક્ટ 1922

આ કાયદો તે લોકો માટે છે કે જેઓ સરકાર અને પોલીસ સામે મતભેદનો ગુનો કરે છે. આમાં પોલીસને ફરજથી રોકવી, શિસ્ત તોડવી એ ગુનો છે. જેમાં છ મહિનાની સજા અથવા 200 રૂપિયા સુધીનો દંડ અથવા બંનેની જોગવાઈ છે.

8. ઇનામ સ્પર્ધા અધિનિયમ 1955

આઝાદી પછી દેશમાં પઝલ અને કોયડા સોલ્વ કરવા માટેની સ્પર્ધાઓ થવા લાગી. વિજેતાઓને રોકડ રકમ મળતી હતી, જે પાછળથી જુગાર બની ગયો. પ્રાઇઝ કોમ્પિટિશન એક્ટ 1955 માં લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તે આજે સુસંગત નથી.

9. રજિસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ એક્ટ 1939

ભારતમાં આવતા પ્રત્યેક વિદેશી નાગરિકે 180 દિવસથી વધુ સમય રોકાશે તો સંપૂર્ણ માહિતી આપવી પડશે. આ માહિતી સરકારને ફરજિયાતરૂપે આપવાની તમામ હોટલ અને લોજ વગેરેની જવાબદારી છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતમાં આવતા વિદેશીઓ પર નજર રાખવા માટે બ્રિટિશરોએ આ કાયદો બનાવ્યો હતો.

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">