Honor Killing: પિતાને મંજૂર ન હતા પ્રેમ લગ્ન, માતાની સામે જ ગર્ભવતી પુત્રીની ગળું કાપીને કરી હત્યા

|

Jul 22, 2021 | 6:17 PM

દીકરીએ પિતાની પરવાનગી લીધા વગર જ લવ મેરેજ કર્યા હતા. તેનાથી ગુસ્સે ભરાયેલા પિતાએ ગર્ભવતી પુત્રીનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી.

Honor Killing: પિતાને મંજૂર ન હતા પ્રેમ લગ્ન, માતાની સામે જ ગર્ભવતી પુત્રીની ગળું કાપીને કરી હત્યા
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ઝારખંડના (Jharkhand) ધનબાદ જિલ્લાના ઝારિયામાં (Jharia) એક ઘટના સામે આવી છે. દીકરીએ પિતાની પરવાનગી લીધા વગર જ લવ મેરેજ કર્યા હતા. તેનાથી ગુસ્સે ભરાયેલા પિતાએ ગર્ભવતી પુત્રીનું ગળું કાપીને હત્યા કરી દીધી હતી. ઝારિયાના રહેવાસી રામ પ્રસાદ સાવ નામના શખ્સે તેની પુત્રીની તેની પત્નીની સામે જ હત્યા કરી દીધી હતી. ત્યારબાદ પિતા ફરાર છે.

જણાવી દઈએ કે ઝારિયાના રહેવાસી રામ પ્રસાદની પુત્રી ખુશીએ એક વર્ષ પહેલા એક યુવક સાથે લગ્ન કર્યા હતા. તેના પિતા લગ્નની વિરુદ્ધ હતા પરંતુ બાદમાં તેણે પોતાની પુત્રીને કોઈ બહાને ઘરે બોલાવીને તેની હત્યાનું કાવતરું રચ્યું હતું.

પુત્રી ખુશી 5 મહિનાની ગર્ભવતી હતી. પુત્રી ખુશી પર ગુસ્સો કરવાનું કારણ તેનું લવ મેરેજ કરવું હતું. લગભગ એક વર્ષ પહેલા, તેની પુત્રીએ પરિવારના સભ્યોની સંમતિ વિના એક છોકરા સાથે લવ મેરેજ કર્યા હતા. આને કારણે તેના પિતા રામ પ્રસાદ તેનાથી નારાજ હતા. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઝારિયામાં રહેતા રામ પ્રસાદે ગોવિંદપુર નવતાંડ સ્થિત જમીન બતાવવા માટે તેમની પુત્રી અને પત્નીને ઘરેથી લઈ આવ્યો હતો. તક મળતાની સાથે જ તેણે પુત્રીની હત્યા કરીને નાસી ગયો હતો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગુનો કરતા પહેલા યુવકને છોડી દેવા અંગે તેની પુત્રી સાથે ઝગડો પણ થયો હતો. જે બાદ તેણે તેની પુત્રીની ગળું કાપીને હત્યા કરી નાખી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ તે સ્થળ પરથી ભાગી ગયો હતો. ખુશીની માતા ઘટના જોઇને બેહોશ થઈ ગઈ હતી. સ્થળ પર હાજર લોકોએ પોલીસને જાણ કરી હતી. બેભાન માતાને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. બાદમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. પોલીસે હત્યારા પિતાની ધરપકડ કરવા સઘન તપાસ શરૂ કરી છે.

 

આ પણ વાંચો: અટલ બિહારી વાજપેયીના ભાષણના ચાહક દરેક હતા, પરંતુ જો તમે તેમનું શિક્ષણ જાણશો તો તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો

આ પણ વાંચો: Banaskantha : પાલનપુર માર્કેટયાર્ડ અચોક્કસ મુદત માટે બંધ, બોગસ લાયસન્સ મુદ્દે વેપારીઓમાં આક્રોશ

Next Article