Kutch: ભુજમાંથી લાખોના ચરસ સાથે 2 ની ધરપકડ, પૂછપરછમાં મહત્વની વિગતો આવી સામે

|

Dec 01, 2021 | 8:23 AM

Kutch: ભુજમાંથી લાખોના ચરસ સાથે 2 ની ધરપકડ કરવામાં આવી છે. લગભગ 18 લાખના મુદ્દા માલ સહીત બંનેની ધરપકડ કરાઈ છે.

Kutch: ભુજમાંથી લાખોના ચરસ સાથે 2 ની ધરપકડ, પૂછપરછમાં મહત્વની વિગતો આવી સામે
charas in Kutch

Follow us on

Kutch: ગુજરાતમાં ડ્રગ્સ ડ્રાઇવ (Drugs Drive) વચ્ચે કચ્છના ભુજમાંથી વધુ ચરસનો જથ્થો ઝડપાયો છે. SOG એ ભુજ એરપોર્ટ પરથી ચરસના રેકેટનો પર્દાફાશ કર્યો છે. મામદ હુસૈન સમાની સહિત બે આરોપી સાથે પોલીસે કુલ 18 લાખ 22 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મામદની પૂછપરછ કરતા તેને આ ચરસ મુસ્તાક અલીમામદ સુમરા, કાસમ અલિમામદ સુમાર, આમદ ઉર્ફે અધાયો મંધરા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત કરી હતી.

જણાવી દઈએ કે આ ડ્રગ્સ કેસમાં હાલ અન્ય 3 શખ્સો વિજય સીદ્દીક કોલી, કાસમ સુમરા, આમદ મંધરા ફરાર છે. જેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

જણાવી દઈએ કે આ પ્રથમ વખત નથી કે જ્યારે કચ્છ સરહદેથી ચરસ પકડાયું હોય. કચ્છ સરહદથી અવાર નવાર બિનવારસી ચરસના પેકેટ મળી આવે છે. ત્યારે આ બે આરોપીઓ લાખોના ચરસના જથ્થા સાથે ઝડપાયા છે. જણાવી દઈએ કે પશ્વિમ કચ્છ SOG સ્ટાફને પહેલા બાતમી મળી હતી. જેના આધારે ભુજના એરપોર્ટ રિંગરોડ પાસેથી અબડાસા તાલુકાના ભાચૂંડા ગામના એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પાસેથી રૂ. 7 લાખથી વધુની કિંમતના ચરસના જથ્થા મળ્યા હતા. તો તેની ઉલટ તપાસમાં અન્ય ચાર નામ સામે આવ્યા છે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

સામે આવેલા ચાર આરોપીમાંથી એક આરોપીને અબડાસા તાલુકાના સુથરી ગામેથી ઝડપવામાં આવ્યો. તો તેની પાસેથી ચરસના રૂ. 10 લાખથી વધુની કિંમતના જથ્થો મળી આવ્યો છે. જ્યારે ત્રણ આરોપી પોલીસ પકડથી દૂર રહેવા પામ્યા છે.

તો જણાવી દઈએ કે આ કેસમાં બે આરોપી ઝડપાયા છે. જેમની પાસેથી કુલ 18 લાખ 50 હજાર 200 રૂપિયાનો મુદામાલને કબજે કરવામાં આવ્યો છે. આરોપીને ભુજ બી ડિવિઝન મથકના હવાલે કરવામાં આવ્યા છે. તો પોલીસે એનડીપીસી એકટ અનુસાર આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રઘી છે કે અગાઉ પણ આં રીતે હેરફેર કરવામાં આવ હતી કે કેમ. તો આ ચરસનો જથ્થો ક્યાંથી આવી ક્યાં સપ્લાય થતો હતો તે અંગે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

 

 

આ પણ વાંચો: Big News: રત્નમણિ ગ્રૂપમાંથી અધધધ બિનહિસાબી વ્યવહારોનો પર્દાફાશ, IT વિભાગે બોલાવ્યો સપાટો

આ પણ વાંચો: Happy Birthday Udit Narayan : ઉદિત નારાયણ સ્ટ્રગલના દિવસોમાં હોટલમાં ગાતા હતા ગીત, 10 વર્ષ પછી આ ગીતે આપી ઓળખ

Published On - 8:09 am, Wed, 1 December 21

Next Article