ગુજરાત ATS થી વધુ એક MD ડ્રગ્સની ફેકટરી ઝડપી, મુંબઈ સપ્લાય કરાતું હતું ડ્રગ્સ

|

Nov 30, 2022 | 8:08 PM

ગુજરાત એટીએસે વડોદરામાંથી વધુ એક MD ડ્રગ્સની ફેકટરી ઝડપી છે. જેમાં 63 કિલો કરતા વધુ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે મહત્વનું છે આ ડ્રગ્સનો જથ્થો મુંબઇ સપ્લાય કરતા હતા.છેલ્લા દોઢ મહિનાથી ચાલતી ફેકટરીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ બનાવીને બજારમાં વેચાઈ ચૂક્યું છે.

ગુજરાત ATS થી વધુ એક MD ડ્રગ્સની ફેકટરી ઝડપી, મુંબઈ સપ્લાય કરાતું હતું ડ્રગ્સ
Gujarat ATS Factory

Follow us on

ગુજરાત એટીએસે વડોદરામાંથી વધુ એક MD ડ્રગ્સની ફેકટરી ઝડપી છે. જેમાં 63 કિલો કરતા વધુ એમ.ડી ડ્રગ્સના જથ્થા સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરી લીધી છે મહત્વનું છે આ ડ્રગ્સનો જથ્થો મુંબઇ સપ્લાય કરતા હતા.છેલ્લા દોઢ મહિનાથી ચાલતી ફેકટરીમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ બનાવીને બજારમાં વેચાઈ ચૂક્યું છે. એટીએસે ધરપકડ કરેલા પાંચેય આરોપીઓ વડોદરામાં ડ્રગ્સની ફેકટરી ખોલીને નશાનો કાળો કારોબાર ચલાવી રહ્યા હતા. જેમા પકડાયેલ આરોપીમાંથી મુખ્ય આરોપી શૌમિલ પાઠક આ ડ્રગ્સનો માસ્ટર માઈન્ડ હોવાંનું સામે આવ્યું છે..આરોપી શૌમિલનો સહ આરોપી ભરત ચાવડા ની મદદથી કેમિકલ ચોરી કરી કાચો માલ ભેગો કરતો હતો.જે બાદ ફેકટરીમાં એમ.ડી ડ્રગ્સ બનાવતા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અન્ય આરોપી વિનોદ નિઝામએ કેમિસ્ટ શૈલેષ કટારીયને ડ્રગ્સ બનાવવા સંપર્ક કરાવી આપ્યો હતો

ગુજરાત એટીએસની તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી શૌમિલ પાઠક અને સલીમ ડોલા એક સાથે નાર્કોના કેસમાં મુંબઇ જેલમાં હતા.ત્યારે બન્ને આરોપીઓ એમ.ડી ડ્રગ્સ બનાવવા ફેકટરી ખોલવાનું નક્કી કર્યું હતું..જેમાં શૌમિલએ ફેકટરીમાં તૈયાર થયેલ એમ.ડી ડ્રગ્સનો જથ્થો ફરાર આરોપી જે મુંબઇનો સલીમને આપવાનું નક્કી કર્યું હતું.જેથી ફેકટરીમાં તૈયાર થયેલ એમ.ડી ડ્રગ્સ અગાઉ બે વખત શૌમિલ મુંબઈમાં સપ્લાય કર્યું હતું…પકડાયેલ આરોપી વિનોદ નિઝા ફેકટરીની દેખરેખ કરતો હતો અને છેલ્લા દોઢ મહિનાથી આ ફેકટરી ચાલુ થઈ હોવાનું સામે આવ્યું છે.પરતું કરોડો રૂપિયાનું ડ્રગ્સ ફેક્ટરીમાંથી બનીને મુંબઈ પહોંચી ચૂક્યું છે..

નોંધનીય બાબત છે કે અત્યાર સુધીમાં 478 કરોડનું ડ્રગ્સ ફેક્ટરીમાંથી પકડી પાડવામાં આવ્યું છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે અત્યાર સુધીમાં આ તમામ આરોપીઓ ડ્રગ્સ બજારમાં કેટલું વહેંચી ચુક્યા છે?.. જો કે આરોપી શૌમિલ અને મોહમંદ સફી વિરુદ્ધ નાર્કોટિક્સના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે..ઉલ્લેખનીય છે કે અંદાજે ત્રણેક મહિના પૂર્વ વડોદરા જિલ્લાના સાવલી ના મોકસી માંથી ડ્રગ્સ નું ગોડાઉન ઝડપાયું હતું અને ફરી એક વાર વડોદરા જિલ્લા માંથી આ ફેકટરી ઝડપાઇ છે..જેથી વડોદરા જિલ્લો ડ્રગ્સ માફિયાઓ માટે કેમ આશીર્વાદ રૂપ બની રહ્યો છે તે એક મોટો સવાલ ઉભો થઇ રહ્યો છે.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

 

 

 

Next Article