AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSF જવાને દેશ સાથે ગદ્દારી કરી, સેનાની જાસુસી કરી માહિતી પાકિસ્તાનને પહોચાડી

આ કાશ્મીરી યુવાન ખોટી જન્મતારીખ આપી BSFમાં ભરતી થયો હતો અને પાકિસ્તાન સૈન્યને ગુપ્ત માહિતીઓની મોબાઇલ પર આપલે કરતો હતો.

BSF જવાને દેશ સાથે ગદ્દારી કરી, સેનાની જાસુસી કરી માહિતી પાકિસ્તાનને પહોચાડી
Gujarat ATS nabbed a BSF jawan for spying of Indian Army for Pakistan
Jay Dave
| Edited By: | Updated on: Oct 25, 2021 | 7:49 PM
Share

KUTCH : કાશ્મીરમાં વધેલી આંતકી ધટનાઓ વચ્ચે કચ્છમાં BSF માં ફરજ બજાવતા એક જવાનની જાસુસીકાંડમાં સંડોવણી બહાર આવી છે. ત્રીપુરાથી બે મહિના પહેલાજ કચ્છ આવેલી 74મી બટાલીયન BSFમાં ફરજ બજાવતો હતો. આ કાશ્મીરી યુવાન ખોટી જન્મતારીખ આપી BSFમાં ભરતી થયો હતો અને પાકિસ્તાન સૈન્યને ગુપ્ત માહિતીઓની મોબાઇલ પર આપલે કરતો હતો.જે બદલ તેને પૈસા પણ મળતા હતા. ATSની તપાસમા સામે આવ્યુ છે. કે પાકિસ્તાનમાં 46 દિવસ રોકાયા બાદ યુવાન કાશ્મીર પરત આવી BSFમાં ભર્તી થયો હતો જેથી મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે.

ત્રીપુરાથી બે મહિના પહેલા કચ્છ આવ્યો હતો જમ્મુ કાશ્મીરના રૌજારી સરૂલાવિસ્તારનો સજ્જાદ મોહમંદ ઇમ્તીયાઝ કચ્છમાં જાસુસીકાંડમાં ATSના હાથે ઝડપાઇ ગયો છે. સજ્જાદ 8 વર્ષ પહેલા BSFમાં ભર્તી થયાનુ સામે આવ્યુ છે. જો કે શંકાના આધારે તેની તપાસ કરતા તેને મોબાઇલ મેળવવા માટે આપેલ આધરકાર્ડમાં જન્મતારીખ 1-1-1992 દર્શાવી હતી પરંતુ તપાસ કરતા તેના પાસપોર્ટ વેરીફીકેશનમાં જન્મતારીખ 30-01-1985 દર્શાવી હતી. આ ઉપરાંત અટારી સ્ટેશનથી ટ્રેનમાં 2011માં પાકિસ્તાન મુસાફરી કરી હતી અને 46 દિવસ સુધી પાકિસ્તાન રોકાયો હતો.

પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપવા બદલ તેના ભાઇ તથા તેના અન્ય સાથીના ખાતામાં પૈસા પણ જમા થયા છે, જેના OTP મેસેજ પણ મળ્યા છે. જે તમામ બાબતોને ધ્યાને લઇ ATSએ તેની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે.

આ સવાલોના જવાબ મેળવવાના બાકી અતિગંભીર એવા આ કેસમાં ATSએ વધુ વિગતો આપવાનું ટાળ્યુ છે. પરંતુ ત્રીપુરા ફરજ દરમ્યાન પણ તે ગુપ્તચર એજેન્સીઓની રડારમાં આવ્યો હતો. ત્યારબાદ કચ્છ આવ્યા બાદ ATSએ તપાસ કરતા તેને પાકિસ્તાન માહિતી મોકલી હોવાનું સ્પષ્ટ થયુ છે. જો કે કેટલા સમયથી તે આ માહિતી મોકલતો હતો અને કઈ ગુપ્ત માહિતી મોકલી છે તથા પાકિસ્તાનમાં તેની સાથે કોણ સંપર્કમાં હતું તે સુધીની તપાસમાં સ્પષ્ટ થઇ શક્યુ નથી. જેની ઉંડાણપૂર્વકની તપાસ ATS કરશે તો અન્ય એજન્સીઓએ પણ તેની ગુપ્ત તપાસ શરૂ કરી છે.

તો સુત્રોના મતે તેના ભાઇ વાજીદ તથા તેની સાથે નોકરી કરતા ઇકબાલ રશીદ સાથે અન્ય એક શખ્સ પણ તપાસ દરમ્યાન ATSની રડારમાં આવ્યો છે, જેની પણ તપાસ કરવામાં આવશે. જો કે જમ્મુ-કાશ્મીરમાં તંગ વાતાવરણ વચ્ચે કચ્છ જેવા સરહદીય વિસ્તારમાં સામે આવેલા આવા ગંભીર કિસ્સાથી તમામ ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની છે.

આ પણ વાંચો : નવસારીમાં ખેડૂતો દ્વારા વીજ અછતની ફરિયાદ, 10 કલાક વીજળી આપવા રજૂઆત

આ પણ વાંચો : DHOLERA : બાવળીયાળીમાં ખેડૂતોએ તિરંગા અને હાઈકોર્ટના આદેશ સાથે જમીન સંપાદનનો વિરોધ કર્યો

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">