દિવાળી પર ફટાકડા ફોડવા લાગ્યા સરકારી હોસ્પિટલના કર્મચારીઓ, બેદરકારીથી બાળકને જન્મ આપતા જ મહિલાનું થયું મોત, જાણો સમગ્ર મામલો

|

Nov 07, 2021 | 4:42 PM

સરકારી હોસ્પિટલમાં મેટરનીટી વોર્ડમાં સ્ટાફની બેદરકારીના કારણે 26 વર્ષીય યુવતીના મોતનો મામલો સામે આવ્યો છે.

દિવાળી પર ફટાકડા ફોડવા લાગ્યા સરકારી હોસ્પિટલના કર્મચારીઓ, બેદરકારીથી બાળકને જન્મ આપતા જ મહિલાનું થયું મોત, જાણો સમગ્ર મામલો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

મધ્યપ્રદેશના સાગર જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં મેટરનીટી વોર્ડમાં સ્ટાફની બેદરકારીના કારણે 26 વર્ષીય યુવતીના મોતનો મામલો સામે આવ્યો છે. આ પછી એક નર્સને સસ્પેન્ડ કરવામાં આવી છે અને ડૉક્ટરને કારણ બતાવો નોટિસ ફટકારવામાં આવી છે. એક અધિકારીએ જણાવ્યું કે, મીડિયા રિપોર્ટ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાના મૃત્યુ પહેલા કેટલાક સ્ટાફ મેમ્બર્સ વોર્જની બહાર કોરિડોરમાં ફટાકડા ફોડી રહ્યા હતા અને તેઓ તેની સંભાળ રાખવામાં બેદરકારી દાખવતા હતા.

બુંદેલખંડ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે મહિલાનું મોત થયું હતું. આ પછી ફટાકડા ફોડીને દિવાળી મનાવતા આ કર્મચારીઓનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બુંદેલખંડ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પ્રવક્તા ડૉ. ઉમેશ પટેલે જણાવ્યું કે, મીડિયા રિપોર્ટ્સ અને વીડિયોના આધારે એક નર્સને સસ્પેન્ડ કરવામાં આવી છે. એક ડૉક્ટરને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે અને પાંચ ઈન્ટર્નને ચેતવણી પત્ર આપવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કે આ પાંચ ઈન્ટર્નને સ્ત્રીરોગ વિભાગના પ્રસૂતિ ખંડ અને ઓપરેશન રૂમની ફરજોમાંથી પણ દૂર કરવામાં આવ્યા છે. તે સમાચાર પણ ચેતવણીમાં ટાંકવામાં આવ્યા છે. જેમાં સ્ટાફની બેદરકારીના કારણે મહિલાનું મોત થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, વીડિયો ફૂટેજ જોયા બાદ અને કર્મચારીઓ પાસેથી માહિતી મેળવ્યા બાદ આ ઘટના સાચી હોવાનું જાણવા મળ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

પોલીસ અધિક્ષક રવિન્દ્ર મિશ્રાએ જણાવ્યું કે, મહિલાના પતિએ ફરિયાદ નોંધાવી છે કે ડિલિવરી બાદ કેટલાક ઈન્જેક્શન આપવામાં આવ્યા બાદ તેની પત્નીનું મોત થયું હતું. ફરિયાદ મુજબ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. તેમણે કહ્યું કે વિસેરાને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી કેસ નોંધવામાં આવ્યો નથી. કારણ કે આ તપાસ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

 

આ પણ વાંચો: DRDO Recruitment 2021: DRDOમાં એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, નહીં આપવી પડે કોઈ પરીક્ષા

આ પણ વાંચો: BOI Recruitment 2021: બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી મેળવવાની તક, ફેકલ્ટી અને ઓફિસ આસિસ્ટન્ટથી લઈને ચોકીદાર સુધીની જગ્યાઓ પર ભરતી

Next Article