Gir somnath: સરકારી સહાયના પૈસામાં કપાતર પૂત્રએ દારૂના નશામાં પિતાની હત્યા કરી

|

Jul 07, 2021 | 12:49 PM

ગીર સોમનાથ ( Gir somnath) જિલ્લાના ઉના પુત્રએ પિતાની હત્યા (Murder) કરી નાખી હતી. સરકારી સહાયના પૈસા બાબતે ઝઘડો થતા દારૂના નશામાં હત્યા કરી નાખી હતી.

Gir somnath: સરકારી સહાયના પૈસામાં કપાતર પૂત્રએ દારૂના નશામાં પિતાની હત્યા કરી
પુત્રએ કરી પિતાની હત્યા

Follow us on

Gir somnath: પૈસાના ઝઘડામાં કપાતર પૂત્રએ પિતાની હત્યા કરી નાખવાની ધૃણાસ્પદ ઘટના સામે આવી છે. ઘટના છે ગીર સોમનાથ જિલ્લાના (Gir somnath) ઉનાના નાંદરખ ગામની કે જ્યાં તાઉતે વાવાઝોડા સંદર્ભે સરકારી સહાય મળે તે પહેલા જ પૈસા બાબતે સગાપુત્રએ પિતાની હત્યા કરી નાખી. પોલીસે આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

ઉનાના નાંદરખ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા બાબુભાઈ સોલંકીનું મકાન તાઉતે વાવાઝોડામાં પડી ગયું હતું જે બાબતે સરકારી સહાય આવવાની હતી. એ સહાયના પૈસા પોતાને આપવા માટે બાબુભાઈનો સગો નાનો પુત્ર મકેશ ઉર્ફે ટેન્ડોનો તેના પિતા સાથે ઝઘડો થયો હતો. બાદમાં રાત્રે બાબુભાઈ પોતાને ઘરે ખાટલામાં નિંદ્રાધીન હતા ત્યારે મુકેશે રાતે દારુના નશામાં પિતા બાબુભાઈને પથ્થરો મારી છૂંદી નાખ્યા હતા. પિતાનું મોત થતાં પરીવારજનો હતપ્રભ થઈ ગયા હતા.

આ બાબતે મૃતકના પુત્ર જગદીશે ફરીયાદ નોંધાવી છે. જ્યારે માતા સોનાબેન પોતાના સગા પુત્રને મોતને ઘાટ ઉતારાય તેવી વિનંતી કરી રહ્યા છે. આમ દારૂના નશાએ આખા પરીવારને બરબાદ કરી નાખ્યો છે. પોલીસ હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની અટક કરી છે. આ સાથે જ વધુ તપાસ હાથ ધરી છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મૃતકના પત્નીએ જણાવ્યું હતું કે, રાતે મુકેશે દારૂના નશામાં ઘરે આવી મારા પતિની હત્યા કરી નાખી છે. હું સદભાગ્યે બહાર ગામ હતી બાકી મારી પણ હત્યા કરી નાખી હોત. પૈસા માંગતા આ બનાવ બન્યો છે તેથી તેનું મોત થાય એ જરૂરી છે.

Next Article