ગાંધીનગર : એસીબીના હાથે મસમોટો પગાર ધરાવતા બે સરકારી બાબુઓ લાંચ લેતા ઝડપાયા

એસીબીના સકંજામાં આવેલ બે સરકારી બાબુઓની પુછપરછ કરતા સામે આવ્યું કે પ્લોટના માપ અને અભિપ્રાય માટે 15 લાખની લાંચ માંગી હતી.જેમાં 14 લાખ રૂપિયા ટાઉન પ્લાનર અને.એન.મહેતા અને 1 લાખ રૂપિયા પ્લાનિંગ આસિસ્ટન્ટ સંજયકુમાર હઠીલા લેવાના હતા.

ગાંધીનગર : એસીબીના હાથે મસમોટો પગાર ધરાવતા બે સરકારી બાબુઓ લાંચ લેતા ઝડપાયા
Gandhinagar: Two government officials with meager salaries were caught taking bribe by the ACB
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Apr 09, 2022 | 3:09 PM

ગાંધીનગર :  ફરી એક વખત એસીબીની (ACB) ટીમે સરકારી બાબુઓને (Government Employee) પકડવામાં સફળ રહી છે. લાખો રૂપિયાનો પગાર ધરાવતા સરકારી બાબુઓ લાંચ (Bribery) લેતા રંગે હાથ ઝડપાયા. ગાંધીનગરની એક જમીન માપ અને અભિપ્રાય માટે ટાઉન પ્લાનર માંગી લાખો રૂપિયાની લાંચ. કોણ છે બે સરકારી બાબુઓ વાંચો આ અહેવાલમાં.

એન્ટી કરપ્શન બ્યુરોની ગિરફતમાં રહેલ વર્ગ 1ના ટાઉન પ્લાનર અધિકારી એન.એન.મહેતા અને વર્ગ 3ના પ્લાનિંગ આસિસ્ટન્ટ સંજયકુમાર હઠીલા બન્ને જાણ 15 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. ઘટનાની વાત કરીએ તો ગાંધીનગર (Gandhinagar)જીલ્લામાં આવેલ શેરથા ગામની એક જમીન માલિક બે ફાઇનલ પ્લોટના માપ અને અભિપ્રાય માટે ફરિયાદીએ ગુડામાં અરજી કરેલી હતી. આ બન્ને પ્લોટના માપ કાઢવા તથા અભિપ્રાય માટે ગાંધીનગરના નગર રચના અધિકારીની કચેરીના ટાઉન પ્લાનર એન.એન.મહેતા તપાસ કરતા હતા. તે દરમિયાન પ્લોટના માલિક પાસે વર્ગ 1ના ટાઉન પ્લાનર એન.એન.મહેતાએ પ્લોટના અવેજ પેટે કામ પૂરું કરવા 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેને લઈ ફરિયાદીએ એસીબીમાં ફરિયાર કરતા છટકું ગોઠવી બન્ને અધિકારી લાંચની રકમ સાથે પકડી લીધા.

એસીબીના સકંજામાં આવેલ બે સરકારી બાબુઓની પુછપરછ કરતા સામે આવ્યું કે પ્લોટના માપ અને અભિપ્રાય માટે 15 લાખની લાંચ માંગી હતી.જેમાં 14 લાખ રૂપિયા ટાઉન પ્લાનર અને.એન.મહેતા અને 1 લાખ રૂપિયા પ્લાનિંગ આસિસ્ટન્ટ સંજયકુમાર હઠીલા લેવાના હતા. જોકે પ્લોટ માપ અને અભિપ્રાય આપવા પહેલા લાંચના પૈસાની માંગણી કરી હતી. જોકે એસીબી ટાઉન પ્લાનર એન.એન.મહેતા ઘરે સર્ચ કરવામાં આવ્યું હતું. પરંતુ બેંકના બે લોકર મળી આવ્યા. જેમાં 4.22 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. જેને લઈ વધુ તપાસ શરૂ કરી છે. પરંતુ ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ દ્વારા કેટલા લોકો પાસે પૈસા પડાવ્યા છે જે દિશામાં તપાસ શરૂ કરી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો :ફ્રાન્સમાં પણ હવે હિજાબ વિવાદ ભભૂક્યો, રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે કહ્યુ કે હું ચુંટાઇશ તો હિજાબ પહેરવા પર પ્રતિબંધ અને દંડની કાર્યવાહી

આ પણ વાંચો :IPL 2022 KKR vs DC Live Streaming : કોલકાતા નાઈટ રાઈડર્સ vs દિલ્હી કેપિટલ્સ મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

g clip-path="url(#clip0_868_265)">