AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar: VIP ગણાતા સેક્ટરમાં મહિલાને છરી મારવાના કેસમાં પોલીસે 2 આરોપીઓને દબોચી લીધા

Gandhinagar: VIP ગણાતા સેક્ટરમાં મહિલાને છરી મારવાના કેસમાં પોલીસે 2 આરોપીઓને દબોચી લીધા

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 10, 2021 | 8:11 AM
Share

Gandhinagar: પાટનગરમાં તાજેતરમાં હુમલો કર્યાનો મામલો સામે આવ્યો હતો. સેક્ટર એકમાં મહિલાને છરી મારીને ફરાર થઇ જનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ગાંધીનગરના સેક્ટર એકમાં (Gandhinagar Sector 1) ઘરમાં ઘૂસી મહિલાને છરી મારવાના કેસમાં બે આરોપી ગણતરીના કલાકમાં જ ઝડપાઈ ગયા હતા. રેન્જ આઈજી અભય ચુડાસમાના (Abhay Chudasama) માર્ગદર્શન હેઠળ પોલીસની 10 ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને ઝડપી પાડ્યા છે. માહિતી મળી છે કે આ બંને ઝડપાયેલા આરોપી સાળો-બનેવી છે. તેમજ બંને મૂળ ઉત્તરપ્રદેશના (Uttar Pradesh) વતની છે. ત્યારે બંને આરોપીની તપાસ ચાલી રહી છે. જો કે હજુ એક આરોપી ફરાર હોવાની માહિતી સામે આવી છે. આરોપીઓએ આર્થિક સંકડામણના કારણે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. આ અમાગ્ર પ્લાનમાં આરોપીઓએ પ્રથમ રેકી પણ કરી હતી. સેક્ટર એકમાં 10 દિવસ પહેલા પાવડર વેચીને મહિલા એકલા રહેતા હોવાની રેકી કરી હતી. બાદમાં લૂંટના પ્લાન સાથે આ ઘરમાં આવ્યા હતા. અને મહિલાને છરી મારીને ફરાર થઇ ગયા હતા.

તો અમદાવાદમાં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં અમદાવાદના ઘાટલોડિયામાં વૃદ્ધ દંપત્તિ હત્યા કેસ માં 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. બંને આરોપીઓ ઝારખંડના રહેવાસી છે અને ચોરી ના ઇરાદે હત્યા કરી હોવાની વાત સામે આવી છે. મહત્વનું છે કે આરોપીએ હત્યા કર્યા બાદ રૂમ માં શર્ટ પણ બદલી લીધા હતા.

 

આ પણ વાંચો: ઉચ્ચ શિક્ષણમાં એક સત્રની ફી માફીની કોંગ્રેસની માગ: ‘નવું શૈક્ષણિક સત્ર હજુ શરૂ ન થતા સંચાલકોને કોઈ ખર્ચ નહીં’

આ પણ વાંચો: Ahmedabad: પ્રજાના પૈસાનું પાણી કરવામાં માસ્ટર AMC, આટલા કરોડના ખર્ચે લગાવ્યા માત્ર 19 પોલ, અને હવે છે આ હાલત

g clip-path="url(#clip0_868_265)">