ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારી યોજનાના લાભાર્થીઓને સોગંદનામું નહિ કરવું પડે

જે બાબતોમાં કાયદાકીય જરૂર ન હોય તેમાં હવે સોગંદનામું કરવાની જરૂર નથી. રાજ્યના નાગરિકોને હવે વિવિધ યોજનાના લાભ લેવા માટે સંબંધિત કચેરીએ સોગંદનામું કરવા જવું નહીં પડે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 8:02 PM

ગુજરાતના(Gujarat)  મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  સુશાસન દિવસે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં સરકારી(Scheme)  યોજનાના લાભાર્થીઓને હવે સોગંદનામું(Affidevit)  કરાવવાની જરૂર નથી. જે બાબતોમાં કાયદાકીય જરૂર ન હોય તેમાં હવે સોગંદનામું કરવાની જરૂર નથી.

રાજ્યના નાગરિકોને હવે વિવિધ યોજનાના લાભ લેવા માટે સંબંધિત કચેરીએ સોગંદનામું કરવા જવું નહીં પડે. આ નિર્ણયથી નાગરિકોના સમય અને રૂપિયાની બચત થશે.

ઉલ્લેખનીય છે, ગુજરાતમાં હાલ સરકારી યોજનાના લાભ લેવા માટે સોગંધનામું કરવું પડે છે. જેમાં લોકોએ સરકારી ઓફિસમાં અથવા તો વધુ નાણાં ખર્ચીને ખાનગી રીતે કરાવવું પડે છે. તેમજ તેની સાથે વારંવાર કચેરીના ધક્કા ખાવા પડે છે. તેમજ લોકોના નાણાં અને સમયનો પણ બગાડ થાય છે, તેમજ બિનજરૂરી રીતે સ્ટાફ પણ આમાં રોકાઇ રહે છે. તેમજ અનેક ગ્રામીણ વિસ્તારોમાં આ વ્યવસ્થા ન હોવાના લીધે લોકોએ છેક તાલુકા કે જિલ્લા મથકે આવવાની પણ ફરજ પડે છે.

આ ઉપરાંત આ બધી પ્રક્રિયાના લીધે લોકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચતો નથી.તેમજ લોકો પણ આ બધી માથાકૂટના લીધે સરકારી યોજનાના લાભ લેવાથી દૂર ભાગે છે.

તેવા સમયે સરકારના મહત્વના નિર્ણયના લીધે લોકો સુધી સરકારી યોજનાનો લાભ સરળતાથી પહોંચી શકશે અને વધુ લોકો સરકારી યોજનામાં જોડાઈ શકશે.

આ પણ વાંચો : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો, એક જ દિવસમાં 30,000 પ્રવાસીઓ પહોંચ્યા

આ પણ વાંચો : રાજકોટમાં તંત્ર એકશન મોડમાં, કોરોના રસી ના લીધી હોય તેમની સામે ફરિયાદ દાખલ કરાઇ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">