MP : ગ્વાલિયરમાં કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય સહિત 250 લોકો સામે FIR દાખલ

|

Sep 11, 2021 | 8:37 AM

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગ્વાલિયર શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન હેડક્વાર્ટરમાં કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય સહિત 250 લોકો સામે FIR દાખલ કરવામાં આવી છે.

MP : ગ્વાલિયરમાં કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય સહિત 250 લોકો સામે FIR દાખલ
FIR registered against 250 people including congress MLA

Follow us on

પોલીસે કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ સ્થાનિક ધારાસભ્ય સહિત 250 લોકો સામે એફઆઈઆર નોંધાવી છે. મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના ગ્વાલિયર જિલ્લામાં જાહેર સમસ્યાઓ અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન સામે વહીવટીતંત્રે કોંગ્રેસના ધારાસભ્ય ડો. સતીશ સિંહ સિકરવાર અને અન્ય નેતાઓ મુખ્યાલયની બહાર ધરણા કરવા માટે પરવાનગી આપી નહોતી છતા, તેમણે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતુ.

કોંગ્રેસે ગ્વાલિયર મ્યુનિસિપલ હેડક્વાર્ટર બહાર ધરણા કર્યા

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

તમને જણાવી દઈએ કે આ ઘટના ગ્વાલિયર શહેરના કેન્દ્રમાં સ્થિત મ્યુનિસિપલ હેડક્વાર્ટરની છે. જ્યાં કોંગ્રેસના ગ્વાલિયર પૂર્વના ધારાસભ્ય ડો. સતીશ સિંહ સિકરવારે ગ્વાલિયર મ્યુનિસિપલ કોર્પોરેશન (Gwalior Municipal Corporation) હેડક્વાર્ટર પર વીજ કાપ, ગંદા પાણી, ખોદેલા રસ્તાઓ વગેરે પાયાની સમસ્યાઓ સામે ગુરુવારે રાત્રે 11 વાગ્યે ધરણા શરૂ કર્યા હતા. ઉપરાંત તેમની સાથે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને તેમના સમર્થકો, કાર્યકરો અને કોંગ્રેસના ઘણા પદાધિકારીઓ પણ જોડાયા હતા.

કોંગ્રેસના ઘણા પદાધિકારીઓ પણ જોડાયા

કોંગ્રેસ દ્વારા યોજાયેલા આ ધરણા પ્રદર્શનમાં પૂર્વ મંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) જયવર્ધન સિંહ, કોંગ્રેસના પ્રદેશ ઉપાધ્યક્ષ અશોક સિંહ, પ્રદેશ મહામંત્રી સુનીલ શર્મા, જિલ્લા પ્રમુખ ડો. દેવેન્દ્ર શર્મા અને અન્ય અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.

કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા બદલ FIR દાખલ

આપને જણાવી દઈએ કે કોંગ્રેસના ધારાસભ્ય ડો. સતીશ સિંહ સિકરવારને જિલ્લા પ્રશાસન દ્વારા કોરોના સંક્રમણની પરિસ્થિતિને (Corona) ધ્યાનમાં રાખીને ધરણા કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમ છતાં, કોંગ્રેસના ધારાસભ્ય સિકરવાર તેમના કોંગ્રેસ કાર્યકરો સાથે મ્યુનિસિપલ હેડક્વાર્ટરની બહાર ધરણા પર બેઠા. આથી જિલ્લા વહીવટીતંત્રે તેને કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન માન્યું છે.

ASP એ જણાવ્યુ હતુ કે, “કોંગ્રેસના ધારાસભ્ય સહિત કાર્યકરો દ્વારા સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રની પરવાનગી વગર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ, ઉપરાંત આ કાર્યક્રમમાં કોવિડ નિયમોનું (Covid-19 Guidelines) ઉલ્લંઘન થયુ હતુ, જેથી આયોજક સહિત 250 લોકો સામે FIR નોંધવામાં આવી છે.”

 

આ પણ વાંચો: મુંબઈમાં મહિલા સાથે ક્રુરતાની હદ પાર, 30 વર્ષની મહિલા ઉપર નરાધમો દ્વારા ગુજારવામાં આવ્યો બળાત્કાર

આ પણ વાંચો: આજે દેશભરમાં યોજાશે ‘લોક અદાલત’, પડતર કેસોનો બોજો હળવો કરવા મોટુ પગલું

Published On - 8:36 am, Sat, 11 September 21

Next Article