મુંબઈમાં મહિલા સાથે ક્રુરતાની હદ પાર, 30 વર્ષની મહિલા ઉપર નરાધમો દ્વારા ગુજારવામાં આવ્યો બળાત્કાર

દેશમાં નિર્ભયાકાંડના આરોપીઓને ફાંસીની સજા બાદ પણ આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. ત્યારે મુંબઈમાં બનેલી આ ઘટનાએ તમામ લોકોને ચોંકાવી દીધા છે

મુંબઈમાં મહિલા સાથે ક્રુરતાની હદ પાર, 30 વર્ષની મહિલા ઉપર નરાધમો દ્વારા ગુજારવામાં આવ્યો બળાત્કાર
File Image
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Sep 11, 2021 | 12:09 AM

દિવસે દિવસે જેમ જેમ ટેકનોલોજીમાં પ્રગતી થઈ રહી છે. તેમ તેમ માણસના વિચારોનું સ્તર નીચે ઉતરી રહ્યું છે. મુંબઈમાં ક્રુરતાની હદ પાર કરતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈના સાકીનાકા વિસ્તારમાં 30 વર્ષની મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. પીડિતાની હાલત નાજુક છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં એક આરોપીની ધરપકડ કરી છે અને કેટલાક વધુ લોકો આમાં સંડોવાયેલા હોવાની આશંકા છે. એ પણ સામે આવી રહ્યું છે કે પીડિતા નિર્ભયા જેવી ક્રૂરતાનો શિકાર બની છે.

નિર્ભયા જેવી આચરવામાં આવી ક્રુરતા

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

આ ઘટના રાત્રે 3 વાગ્યાની આસપાસ બની હતી. મહિલા સાથે ગેંગરેપ બાદ આરોપીએ તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખ્યો હતો. મહિલાની હાલત ગંભીર છે. પોલીસને આજે સવારે ખૈરાણી રોડ પરથી એક મહિલા ગંભીર હાલતમાં મળી આવી હતી. મહિલાને રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

ડોક્ટરોના જણાવ્યા મુજબ મહિલાના આંતરિક ભાગોમાં ઈજા પહોંચાડવામાં આવી છે. મહિલાનું ઓપરેશન કરવામાં આવ્યું છે, પરંતુ તેની હાલત નાજુક છે. ડીસીપી અને અધિક પોલીસ કમિશનર સાકીનાકા પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. આરોપી સામે IPCની કલમ 307, 376, 323 અને 504 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની ઓળખ મોહન ચૌહાણ તરીકે થઈ છે.

પોલીસ દ્વારા કરવામાં આવી કાર્યવાહી

આ કેસની તપાસ કરી રહેલા ડીસીપી મહેશ્વર રેડ્ડીએ જણાવ્યું હતું કે પોલીસ કંટ્રોલ નંબર પર રાત્રે 3.30 વાગ્યે એક કોલ આવ્યો હતો, કોલ પર એક વ્યક્તિ દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક લોહીથી લોથપોથ અને બેભાન હાલતમાં એક મહિલા ખેરાની રોડ પર પડેલી છે. જે બાદ સાકીનાકા પોલીસ સ્ટેશનની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાને મુંબઈની રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરી હતી.

હાલ મહિલાની હાલત નાજુક છે. આ મામલે તપાસ ચાલી રહી છે, તેથી અત્યારે એટલું જ કહી શકીએ. અમે ડોક્ટરના અભિપ્રાય બાદ એફઆઈઆર નોંધાવી છે અને સ્થળ પર લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કર્યા બાદ મોહન ચૌહાણ (45) નામના વ્યક્તિની ધરપકડ કરી છે.

દેશમાં નિર્ભયાકાંડના આરોપીઓને ફાંસીની સજા બાદ પણ આ પ્રકારની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. ત્યારે મુંબઈમાં બનેલી આ ઘટનાએ તમામ લોકોને ચોંકાવી દીધા છે અને દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ફરી એકવાર મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર દેશમાં આ ઘટનાને લઈને ફીટકાર વરસી રહ્યો છે.

આ પણ વાંચો :  Lalbaugcha Raja : લાલ બાગચા રાજાના આગમનની છડી પોકારાઈ, જુઓ બાપ્પા કેવા ઘરેણા ધારણ કરશે

આ પણ વાંચો : Ganesh Chaturthi Celebration in Mumbai: કોરોના પ્રતિબંધોની વચ્ચે પણ ભક્તો પુરી ભક્તિથી ઉજવી રહ્યા છે ગણેશ ચતુર્થી, આ નેતાઓએ પણ ઘરે કરી ગણપતિની પધરામણી

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">