Farmers Protest: ખાલિસ્તાની આતંકવાદીઓનું મોટું કાવતરું આવ્યું સામે, ખેડૂત નેતાની હત્યાનો માસ્ટર પ્લાન

|

Feb 17, 2021 | 3:16 PM

એજન્સીઓ અનુસાર KCFનું એવું પણ માનવું છે કે ખેડૂત નેતાની હત્યાથી ભારતમાં હિંસા થશે અને તેનો આરોપ સરકારી એજન્સી અથવા કોઈપણ રાજકીય પક્ષના નેતા પર લાગશે.

Farmers Protest: ખાલિસ્તાની આતંકવાદીઓનું મોટું કાવતરું આવ્યું સામે, ખેડૂત નેતાની હત્યાનો માસ્ટર પ્લાન
ગાજીપુર બોર્ડર (Image PTI)

Follow us on

દિલ્હી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂત નેતાઓને નિશાન બનાવવા માટે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (Khalistan Commando Force) દ્વારા એક કાવતરું રચવામાં આવી રહ્યું છે. સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીઓ- R&AW અને ઈન્ટેલીજન્સ બ્યુરોએ આતંકવાદી સંગઠન KFCના પ્રયાસો પર નજર રાખી રહી છે. ગુપ્ત એજન્સીઓ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ તૈયાર કરેલા અહેવાલ મુજબ ખેડૂત નેતાઓને નિશાન બનાવવાનું કાવતરું ઘડનારા બેલ્જિયમ અને યુનાઇટેડ કિંગડમ ના છે. કાવતરાખોરોએ દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂત નેતાની હત્યા કરવાની યોજના બનાવી છે. ખાલિસ્તાન કમાન્ડો ફોર્સની યોજના એ નેતા સાથે બદલો લેવાની પણ છે જેણે ભૂતકાળમાં પંજાબથી કેસીએફ કૈંડરોને નાબૂદ કરવામાં સામેલ હતા.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ખેડૂત નેતાની હત્યા કરવાની યોજના

KCF એક આતંકવાદી સંગઠન છે. જે ભારતમાં વિવિધ હત્યામાં સામેલ છે. આ સંગઠનમાં કેનેડા, યુનાઇટેડ કિંગડમ, બેલ્જિયમ અને પાકિસ્તાન જેવા વિવિધ દેશોના સભ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે કેસીએફે ખેડૂત નેતાની હત્યાની યોજના બનાવી હતી. આ અંગે વિશ્વસનીય ઇનપુટ્સ પણ પ્રાપ્ત થયા છે. જાણવા મળ્યું છે કે બેલ્જિયમ અને બ્રિટનના ત્રણ કેસીએફ આતંકવાદીઓએ દિલ્હી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂત નેતાની હત્યાની યોજના ઘડી હતી.

 

 

ભારતમાં હિંસા ભડકાવવાનો પ્લાન

મળેલી માહિતી મુજબ જે ખેડૂત નેતાને કેસીએફએ મારી નાખવાની યોજના બનાવી, તે પંજાબમાં કેસીએફ કૈડરોને દૂર કરવામાં કથિત રીતે સામેલ હતા. એજન્સીઓ અનુસાર કેસીએફનું માનવું છે કે ખેડૂત નેતાની હત્યાથી ભારતમાં હિંસા ભડકી ઉઠશે અને આ હત્યાના આરોપ સરકારી એજન્સીઓના અથવા કોઈપણ રાજકીય પક્ષના નેતા પર લાગશે.

26 જાન્યુઆરીએ જ્યારે કિસાન લાલ કિલ્લા આસપાસ હતા. ત્યારે ખાલિસ્તાની અલગાવવાદી સમૂહના સદસ્યો વોશીંગ્ટન ડીસીમાં ભારતના દુતાવાસ બહાર પ્રદર્શન કરી રહ્યા હતા. તેમનો દાવો હતો કે દિલ્લીમાં એકઠા થયેલા ખેડૂતોના સમર્થનમાં તેઓ આ પ્રદર્શન કરી રહ્યા છે. આ ભીડમાં ઘણા લોકો ખાલીસ્તાનનો ઝંડો લહેરાવી રહ્યા હતા અને નારા લગાવી રહ્યા હતા.

Next Article