Farmers Protest: ખેડૂત આંદોલનની એડવર્ટાઈઝ અમેરિકામાં, ફૂટબોલ લીગ સુપર બાઉલમાં જોવા મળી જાહેરાત

|

Feb 09, 2021 | 10:28 AM

અમેરિકાની લોકપ્રિય ફૂટબોલ સુપર બાઉલ લીગ દરમિયાન ખેડૂત આંદોલનને લગતી એક જાહેરાત ચલાવવામાં આવી. તેનો વીડિયો માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે.

Farmers Protest: ખેડૂત આંદોલનની એડવર્ટાઈઝ અમેરિકામાં, ફૂટબોલ લીગ સુપર બાઉલમાં જોવા મળી જાહેરાત
લીગમાં જોવા મળી જાહેરાત

Follow us on

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનની ચર્ચાઓએ વિશ્વમાં જોર પકડ્યું છે. પોપ સ્ટાર સિંગર રિહાન્ના, ગ્રેટા થનબર્ગ સહિત અનેક હસ્તીઓ દ્વારા તાજેતરમાં જ ટ્વિટ કરાયા બાદ ખેડુતોના આંદોલનની જાહેરાત વિદેશી લીગ જોવા મળી. અમેરિકાની લોકપ્રિય ફૂટબોલ સુપર બાઉલ લીગ દરમિયાન ખેડૂત આંદોલનને લગતી એક જાહેરાત ચલાવવામાં આવી. તેનો વીડિયો માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વિટર પર વાયરલ થઈ રહ્યો છે.

લીગમાં રજૂ થઇ જાહેરાત

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

સોશિયલ મીડિયા પર અપલોડ કરાયેલો વીડિયો 40 સેકંડનો છે. જેમાં ભારતને કૃષિ કાયદાને પાછો ખેંચવાની વાત કહેવામાં આવી છે. આ વિડિઓમાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયરનું કથન પણ દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત આ અંદોલનને ઇતિહાસનું સર્વશ્રેષ્ઠ આંદોલન કહેવામાં આવ્યું. ખેડૂત આંદોલનને લગતી તસવીરો વાળા આ વીડિયોમાં કહેવામાં બતાવવામાં આવ્યું કે, અત્યાર સુધીમાં આંદોલનમાં 160 થી વધુ ખેડૂતોના મોત નીપજ્યાં, ઇન્ટરનેટ બંધ થઈ ગયું. આ સાથે 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ દરમિયાન હિંસાના કેટલાક દ્રશ્યો પણ બતાવવામાં આવ્યા છે.

લીગમાં જાહેરાત માટે આપવા પડે છે કરોડો રૂપિયા

અહેવાલો મુજબ આ સુપર બાઉલ અમેરિકામાં સૌથી વધુ જોવાયેલી લીગમાંની એક છે. આ લીગમાં જાહેરાત આપવાની કિંમત અન્ય જાહેરાત કરતા ઘણી વધારે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપની જાહેરાત કરવા થોડીક સેકંડ માટે 36 થી 44 કરોડ આપવા પડે છે. દર વર્ષે પાછલા વર્ષની સરખામણીએ આ દર વધારવામાં આવે છે.

 

 

ટ્વિટર પર જંગી વાતાવરણ

આ જાહેરાત ફૂટબોલ લીગમાં પ્રસારિત કર્યા બાદ ટ્વિટર પર ઘણાં ઓફિસીયલ એકાઉન્ટ્સ દ્વારા શેર કરવામાં આવી છે. નોંધપાત્ર વાત એ છે કે અગાઉ પણ વિશ્વભરની હસ્તીઓએ ખેડૂત આંદોલન પર ટ્વિટ કર્યું હતું. રિહાન્નાએ એક લેખ શેર કર્યો હતો. આ ટ્વિટ પછી બીજી ઘણી હસ્તીઓએ પણ ટ્વિટ કરીને ખેડૂતોના આંદોલનને ટેકો આપ્યો હતો. બાદમાં, ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ઉતાવળમાં ટ્વીટ કરતા પહેલા હકીકતોની તપાસ કરાવી જોઈએ. આ ઘટનામાં ગ્રેટા થનબર્ગએ ટ્વિટ કરીને ટૂલકીટ જાહેર કરી હતી. જે બાદમાં ડિલીટ કરવામાં આવી હતી અને નવી ટૂલકીટ રજુ કરવામાં આવી હતી. અહેવાલ અનુસાર ભારત પર વૈશ્વિક દબાણ લાવવાના પ્લાનના સંદર્ભમાં ટૂલકીટની ચર્ચાએ જોર પકડ્યું હતું.

Next Article