AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હર-હર શંભુથી ચર્ચામાં આવેલી ફરમાની નાઝનો પરિવાર લૂંટારૂ નીકળ્યો, બનેવી-ભાઈની ધરપકડ તો પિતા ફરાર

આ ઘટનાની તપાસમાં જાણવા મળ્યું છે કે લૂંટારૂઓની આ ટોળકીનો લીડર બીજું કોઈ નહીં પણ ફરમાની નાઝના પિતા પોતે જ છે. હાલ તે ફરાર છે, પરંતુ પોલીસ તેની ધરપકડ માટે દરેક સંભવ છૂપા ઠેકાણે દરોડા પાડી રહી છે. આ સાથે જ પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની અનેક રાઉન્ડ પૂછપરછ પણ કરી છે.

હર-હર શંભુથી ચર્ચામાં આવેલી ફરમાની નાઝનો પરિવાર લૂંટારૂ નીકળ્યો, બનેવી-ભાઈની ધરપકડ તો પિતા ફરાર
farmani naazImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 08, 2022 | 7:10 PM
Share

ઉત્તર  પ્રદેશના મેરઠના તેહરકી ગામમાં રહેતા પ્રખ્યાત ગાયક ફરમાની નાઝનો આખો પરિવાર લૂંટારો નીકળ્યો છે. સરથાણા  પોલીસે ફરમાનીના ભાઈ અને બનેવી સહિત આઠ લોકોની લૂંટના સામાન સાથે  ધરપકડ કરી છે. એક મહિના પહેલા બનેલી આ ઘટનાની તપાસમાં જાણવા મળ્યું છે કે લૂંટારૂઓની આ ટોળકીનો લીડર બીજું કોઈ નહીં પણ ફરમાની નાઝના પિતા પોતે જ છે. હાલ તે ફરાર છે, પરંતુ પોલીસ તેની ધરપકડ માટે દરેક સંભવ છૂપા ઠેકાણે દરોડા પાડી રહી છે. આ સાથે જ પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓની અનેક રાઉન્ડ પૂછપરછ પણ કરી છે.

ઉલ્ખેનીય છે કે મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવનાર ફરમાની નાઝે જ્યારે હર હર શંભુ ગીત ગાયું, ત્યારે ઘણા કટ્ટરવાદી સંગઠનોએ તેનો વિરોધ કર્યો. તેની સામે ફતવો પણ બહાર પાડવામાં આવ્યો હતો. આનાથી તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી. પરંતુ હવે જ્યારે પોલીસે તેના ભાઈ અને બનેવી સહિત અન્ય લૂંટારુઓની ધરપકડ કરી ત્યારે આ ફરમાન અંગે ચર્ચા જાગી છે.

સોશિયલ મીડિયા પર તેના વિરુદ્ધ વિવિધ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સરધના પોલીસ સ્ટેશનના કોટવાલ જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, એક મહિના પહેલા લૂંટના કેસમાં ફરમાનીના ભાઈ અરમાન અને બનેવી ઈર્શાદની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં ફરમાનીના પિતા આરીફની શોધ ચાલી રહી છે.

લૂંટનો સામાન મળી આવ્યો

કોટવાલ જિતેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, એક મહિના પહેલા કેટલાક બદમાશોએ તેહરકી ગામમાં નિર્માણાધીન ટાંકીમાં લૂંટ ચલાવી હતી. આ દરમિયાન બદમાશોએ લગભગ પાંચ ક્વિન્ટલ બારની લૂંટ ચલાવી હતી. ચોકીદારને બંધક બનાવીને બદમાશોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. રવિવારે, પોલીસે નિયમિત પેટ્રોલિંગ દરમિયાન આ બદમાશોને પકડ્યા હતા. સાથે જ તેમના કબજામાંથી લૂંટનો સામાન અને ગુનામાં વપરાયેલ પીકઅપ પણ મળી આવ્યો છે.

તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ અનુજ, શાકિર, મોનુ નિવાસી પાબલી ખાસ, મોનુ, ઇર્શાદ નિવાસી દ્વારકાપુરી કાંકરખેડા, ફિરોઝ પુત્ર સાદિક નિવાસી તેહરકી, શારૂક પુત્ર લિયાકત અલી નિવાસી જીતૌલી અને અરમાન પુત્ર આરીફ નિવાસી મોહમ્મદપુર લોહદ્દા તરીકે કરવામાં આવી છે.

ચર્ચામાં છે ફરમાની

આ ધરપકડ બાદ ફરી એકવાર ફરમાની નાઝ ચર્ચામાં છે. લોકો ટ્વિટર પર આ ધરપકડ સાથે જોડાયેલા સમાચારના કટિંગ્સ અપલોડ કરીને તેને ટ્રોલ કરી રહ્યા છે. એક ટ્વિટર યુઝર @Turrram_Khan એ લખ્યું છે કે મહાદેવના આશીર્વાદ ભજન ગાવાથી નથી મળતા, કાર્યો પણ સારા કરવા પડે છે. એ જ રીતે અન્ય એક યુઝર @Mo_Jishan2 લખે છે કે પિતા અને બનેવી લૂંટારા છે, તો આમાં ફરમાની નાઝનો શું વાંક છે, લોકો તેના નામનો ઉપયોગ કેમ કરી રહ્યા છે?

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">