જેલમાં રહીને ખંડણી માગવાના કેસમાં વિશાલ ગોસ્વામીની ધરપકડ કરાશે, જાણો વિગત

|

Jan 16, 2020 | 6:10 PM

યુનુસ ગાઝી | અમદાવાદ,  સાબરમતી જેલના ઇતિહાસને કલંકિત કરનાર ખંડણીખોર વિશાલ ગોસ્વામી તથા તેના સાગરીતોનો જેલમાંથી કબજો મેળવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે.  4આરોપીઓની પૂછપરછમાં ખંડણીના નેટવર્કના મૂળિયાં ખોદવા માટે જરૂરી મહત્વના પુરાવાઓ મેળવવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. અમદાવાદના સોનીને ધમકી આપી રૂપિયા 5 કરોડની ખંડણી માગનાર વિશાલ ગોસ્વામી […]

જેલમાં રહીને ખંડણી માગવાના કેસમાં વિશાલ ગોસ્વામીની ધરપકડ કરાશે, જાણો વિગત

Follow us on

યુનુસ ગાઝી | અમદાવાદ,  સાબરમતી જેલના ઇતિહાસને કલંકિત કરનાર ખંડણીખોર વિશાલ ગોસ્વામી તથા તેના સાગરીતોનો જેલમાંથી કબજો મેળવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે.  4આરોપીઓની પૂછપરછમાં ખંડણીના નેટવર્કના મૂળિયાં ખોદવા માટે જરૂરી મહત્વના પુરાવાઓ મેળવવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે.
અમદાવાદના સોનીને ધમકી આપી રૂપિયા 5 કરોડની ખંડણી માગનાર વિશાલ ગોસ્વામી ગેંગના 4 સાગરીતોની ગુજસીટોક હેઠળ ધરપકડ  કરવામાં આવી છે. જે  બાદ ચારેયના 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. ચારેય આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓની ટીમોએ સતત પૂછપરછ કરી ખંડણીનું આ નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું અને કેટલા લોકો ટાર્ગેટ પર હતા તેની વિગતો કઢાવવામાં સફળતા મેળવી છે. બીજી તરફ જેલમાં રહેલા વિશાલ ગોસ્વામી અને અન્ય આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવા અને વિશાલ ગોસ્વામી સામે લગાવવામાં આવેલી કલમ 268 હટાવવા માટેની કાનૂની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ટ્રાન્સફર વોરંટ મેળવવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરી દેવાઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ક્રાઇમ બ્રાન્ચને જેલમાંથી ચાલતા ખંડણીના નેટવર્ક અંગે મળેલી બાતમી સાથે જ વિશાલ ગોસ્વામીના સાગરીતો અને વિશાલના કોલ ઈન્ટરસેપ્શન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ ટીમને “ચોકલેટ” અને “સબ્જી” શબ્દો સાંભળવા મળ્યા હતા.  આ શબ્દોનો ભેદ ઉકેલવામાં ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. વિશાલ ગોસ્વામી તેના કોઈ સાગરીતને કોઈ શિકાર પાસે ખંડણીની રકમ લેવા માટે મોકલે તો કહેતો કે ચોકલેટ લે લેના. આ કોર્ડવર્ડ 1 લાખ રૂપિયા માટે 1 કરવામાં આવતો હતો.  ,ઉઘરાવેલી ખંડણીની આ રકમનો ઉપયોગ કોઈ રોકાણમાં કરવી હોય તો સબ્જી શબ્દનો ઉપયોગ કરવામાં આવતો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

ગુજસીટોકમાં જોગવાઈઓ મુજબ વિશાલ ગોસ્વામી તથા તેના સંબંધીઓ અને સાગરીતોની સંપત્તિ કબ્જે લેવા માટેની કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. વિશાલ ગોસ્વામી તથા તેના સંબંધીઓના એકાઉન્ટની વિગતો માગવામાં આવી છે.  સાથે જ વિશાલ તથા તેના સંબંધીઓની વિગતો બે રાજ્યોની પોલીસ પાસે માગવામાં આવી છે. જે કાનૂની પ્રક્રિયાના અંતે ટાંચમાં લેવામાં આવી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જે ચાર આરોપીઓ રિમાન્ડ પર છે તેઓની કસ્ટડી દરમિયાન જ વિશાલની કસ્ટડી મળી જાય તેવા પ્રયત્નો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચાલી રહ્યા છે. ચાર આરોપીઓ અને અન્ય સંભવિત આરોપીઓની સામે વિશાલ ગોસ્વામીને બેસાડી ખંડણીના નેટવર્કની બાકીની હકીકતો ખોલવા  માટેનો તખ્તો ઘડાઈ ચુક્યો છે. જોવાનું એ છે કે ક્યાર સુધીમાં વિશાલ ગોસ્વામીનો કબજો મેળવવામાં આવે છે?
Next Article