Maharashtra : દાઉદ ઈબ્રાહિમની બહેનના ઘરેથી EDની ટીમ રવાના, છોટા શકીલના સંબંધી સલીમની પૂછપરછ શરૂ

|

Feb 15, 2022 | 3:43 PM

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ઘરેથી ચાર કલાકના દરોડા બાદ EDની ટીમ રવાના થઈ છે.

Maharashtra : દાઉદ ઈબ્રાહિમની બહેનના ઘરેથી EDની ટીમ રવાના, છોટા શકીલના સંબંધી સલીમની પૂછપરછ શરૂ
Dawood Ibrahim (File Photo)

Follow us on

Maharashtra :  અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની (Dawood Ibrahim) બહેન હસીના પારકરના (Haseena Parkar) ઘરેથી ચાર કલાકના દરોડા બાદ EDની ટીમ રવાના થઈ છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે EDએ દાઉદ ઈબ્રાહિમ સાથે સંબંધિત મુંબઈમાં 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેમાં મુંબઈમાં 9 અને એક થાણેમાં છે. NIA દ્વારા દાખલ કરવામાં આવેલી FIR અને ગુપ્તચર વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

ગેંગસ્ટર છોટા શકીલના સંબંધી સલીમને કસ્ટડીમાં લેવામાં આવ્યો

આ દરોડા PMLA કાયદા હેઠળ મની લોન્ડરિંગ (Money Laundering) અને હવાલા મામલાઓને લઈને કરવામાં આવ્યા છે. આ દરોડામાં મહારાષ્ટ્રના એક મોટા નેતાના D કંપની સાથે કનેક્શન હોવાની માહિતી મેળવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. આ દરોડામાં ગેંગસ્ટર છોટા શકીલના (Chhota Shakeel) સંબંધી સલીમને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

જ્યારે આજે મુંબઈમાં પત્રકારોએ આ દરોડા અંગે શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut) જણાવ્યુ કે, આ દેશની સુરક્ષા સાથે જોડાયેલો મામલો છે, તેથી તેઓ કંઈ બોલશે નહીં. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે નેતાઓના નામ બહાર આવશે કે તેમના નામ દાખલ થશે, તે જોવાનું રહેશે. EDના અધિકારીઓના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવાનો દાવો કરીને તેમણે આજે સાંજે 4 વાગ્યે તેમની પ્રેસ કોન્ફરન્સ પહેલા આ પ્રતિક્રિયા આપી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની પણ પૂછપરછ કરવામાં આવશે

દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ઘર પર દરોડા પડ્યા બાદ કહેવામાં આવી રહ્યું છે કે તેના ભાઈ ઈકબાલ કાસકરની પણ પૂછપરછ કરવામાં આવશે. હાલ ઈકબાલ કાસકર તળોજા જેલમાં છે. 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અબુ બકર ફરાર થયાના 29 વર્ષ બાદ EDની કાર્યવાહીમાં તેજી આવી છે. અબુ બકરની આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, અબુની સંયુક્ત આરબ અમીરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ 1980ના દાયકામાં ભારતમાંથી ભાગી ગયો હતો. આ પછી તે થોડા વર્ષો દુબઈમાં રહ્યો, પછી પાકિસ્તાન કરાચીના પોશ વિસ્તારમાં શિફ્ટ થઈ ગયો. પરંતુ તે ભારતમાં પોતાના ભાઈઓ અને સંબંધીઓની મદદથી બહાર બેસીને D કંપનીનો ધંધો ચલાવી રહ્યો છે.

આ પણ વાંચો : Mumbai Money Laundering Case: દાઉદની બહેન હસીના પારકરના ઘરે EDના દરોડા, મુંબઈમાં D કંપનીના અનેક સ્થળો પર દરોડા

Next Article