MONEY LAUNDERINGના કેસમા સંડોવાયેલા ચીનના બે નાગરિકોની EDએ કરી ધરપકડ

|

Jan 17, 2021 | 11:56 AM

એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ દ્વારા મની લોન્ડરીગના કેસમાં સંડોવાયેલા ચીનના બે નાગરિકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ચીનના બન્ને નાગરિકોને કોર્ટ સમક્ષ રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. એવા અહેવાલ સામે આવ્યા છે કે, બન્ને દિલ્લીમાં રહીને હવાલા ચલાવી રહ્યાં હતા. અને દલાઈ લામાની જાસુસી કરી રહ્યાં હતા.

MONEY LAUNDERINGના કેસમા સંડોવાયેલા ચીનના બે નાગરિકોની EDએ કરી ધરપકડ
ઇડીએ ચીનના બે નાગરિકની કરી ધરપકડ

Follow us on

ઇડી (Enforcement Directorate ED) દ્વારા એક મહત્વની કાર્યવાહી કરવામાં આવી છે. ઇડીએ મની લૉન્ડ્રીગના (MONEY LAUNDERING) આરોપમાં  ચીનના 2 નાગરિકની ધરપકડ કરી છે. ઇડીએ જેની ધરપક કરી છે તેમાના એકનુ નામ ચાર્લી પેંગ (CHARLIE PENG ) અને બીજાનું નામ કાર્ટર(CARTER LEE ) છે. આ બંને ચીનના નાગરિક દિલ્લી(DELHI) માં રહીને ચીની કંપની માટે મોટું કૌંભાડ ચલાવી રહ્યા હતા. આ બંને નાગરિકો ભારત સરકારને કરોડો રૂપિયાનું નુકસાન કરી રહ્યા હતા. આ સાથે જ બંનેને કોર્ટમાં હાજર કરીને 14 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ગત વર્ષે આવકવેરા વિભાગ દ્વારા ચાર્લી પેગના ઘર પર રેડ કરવામાં આવી હતી. આ બાદ દિલ્લી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા હાલ જ ચાર્લી પેંગ પર ફરિયાદ કરવામાં આવી હતી.


દિલ્હી પોલીસના (DELHI POLICE) જણાવ્યા મુજબ, ચાર્લી પેંગએ હવાલા દ્વારા જે પૈસા મંગાવ્યા હતા તે તિબેટવાસીઓને આપવામાં આવ્યા હતા અને એવી શંકા છે કે તે પૈસાનો ઉપયોગ જાસૂસીમાં કરવામાં આવ્યો હતો.

જણાવી દઈએ કે, ઇડીએ ચાર્લી સામે ઓગસ્ટમાં(AUGEST) જ મની લૉન્ડ્રીગનો કેસ દાખલ કર્યો હતો, આટલા લાંબા સમયથી ઇડી ચાર્લી પેંગના તમામ શંકાસ્પદ વ્યવહારોની તપાસ કરી રહી હતી. તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે ચાર્લી પેંગ માત્ર ભારતના હવાલાના વ્યવસાયમાં જ સામેલ ન હતો, પરંતુ તે તિબેટી ધર્મના ગુરુ દલાઈ લામાની જાસૂસી પણ કરી રહ્યો હતો.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

ચાર્લી પેંગ બનાવટી કંપનીઓ બનાવીને હવાલા નેટવર્ક ચલાવી રહી હતી.દિલ્લી એનસીઆરની સાઇબર સિટી ગુરુગ્રામના સેક્ટર 59 ગોલ્ફ ક્રોસ રોડ સ્થિત પર્મ સ્પ્રિંગ પ્લાઝાના એડ્રેસથી ચાર્લીએ ઇનવીન લોજિસ્ટિક્સ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામની કંપની રજિસ્ટર્ડ કરી હતી. પરંતુ પ્લાઝાના મેનેજરના જણાવ્યા મુજબ અહીં કોઈ ચીની કંપની નહોતી.

Next Article