26 વર્ષથી ફરાર આર્થિક ગુનેગાર મોનિકા કપૂરને ભારત લવાશે,નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની ધરપકડ પછી CBI ની આ બીજી મોટી સફળતા

CBI Arrested Monika Kapoor: લગભગ 26 વર્ષથી ફરાર આર્થિક ગુનેગાર મોનિકા કપૂરની આખરે સીબીઆઈ દ્વારા અમેરિકાથી ધરપકડ કરવામાં આવી છે. ઇન્ટરપોલની રેડ કોર્નર નોટિસ બાદ ન્યૂયોર્કમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. હવે સીબીઆઈની ટીમ તેને લઈને ભારત પરત ફરી રહી છે. આ પછી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

26 વર્ષથી ફરાર આર્થિક ગુનેગાર મોનિકા કપૂરને ભારત લવાશે,નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની ધરપકડ પછી CBI ની આ બીજી મોટી સફળતા
| Updated on: Jul 09, 2025 | 8:42 PM

સીબીઆઈની બીજી મોટી સફળતા મળી છે. થોડાક સમય પહેલા નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની ધરપકડ કરી હતી. નેહલ મોદી 50 કિલો સોનુ, 50 કરોડની ડાયમંડ જ્વેલરી અને 150 કિંમતી મોતી ભરેલી બેગ્સ સાથે તેની ધડપકડ કરવામાં આવી હતી. હવે 1.44 કરોડ રૂપિયાની છેતરપિંડી કરનારી મોનીકા કપૂરની ધડપકડ કરી છે.

મોનિકા કપૂરે શું છેતરપિંડી કરી?

મોનિકા કપૂર આયાત-નિકાસ છેતરપિંડીના કેસમાં લગભગ બે દાયકાથી ફરાર હતી. જોકે, હવે સીબીઆઈ આર્થિક ગુનાઓમાં વોન્ટેડ આરોપી મોનિકા કપૂરને અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવી રહી છે. અમેરિકામાં ફરાર થયા બાદ, મોનિકાને લાંબી કાનૂની પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી ભારત લાવવામાં આવી રહી છે.

મોનિકા કપૂરે તેના ભાઈઓ રાજન ખન્ના અને રાજીવ ખન્ના સાથે મળીને 1998માં નકલી નિકાસ બિલ, શિપિંગ બિલ, ઇન્વોઇસ અને નિકાસના બેંક પ્રમાણપત્રો દ્વારા 2.36 કરોડ રૂપિયાના ડ્યુટી ફ્રી સોનાની આયાત માટે 6 વળતર મેળવ્યા હતા. આ લાઇસન્સ અમદાવાદના એક ઉદ્યોગપતિને નફામાં વેચવામાં આવ્યા હતા.

સરકારને કરોડોનું નુકસાન થયું હતું

આ લાઇસન્સનો ઉપયોગ ડ્યુટી-ફ્રી સોનું અને આયાત કરેલા સોનાની આયાત માટે કરતો હતો, જેના કારણે 1998માં સરકારને 1.44  કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આ કેસમાં 31  માર્ચ, 2004 ના રોજ દિલ્હીની સાકેત કોર્ટમાં મોનિકા કપૂર, રાજન ખન્ના, રાજીવ ખન્ના વિરુદ્ધ IPCની કલમ 120B, 42, 467, 468, 471 હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

20 ડિસેમ્બર, 2017 ના રોજ, કોર્ટે રાજન ખન્ના અને રાજીવ ખન્નાને દોષિત ઠેરવ્યા હતા. મોનિકા કપૂર તપાસમાં સહકાર આપી રહી ન હતી. આ કારણે, 13 ડિસેમ્બર 2016 ના રોજ, મોનિકાને કોર્ટે જાહેર ગુનેગાર જાહેર કરી.

26 એપ્રિલ, 2010 ના રોજ, કોર્ટે મોનિકા સામે NBW (બિન-જામીનપાત્ર વોરંટ) અને રેડ કોર્નર નોટિસ જારી કરવાનો આદેશ આપ્યો. 19 ઓક્ટોબર, 2010ના રોજ, સીબીઆઈએ મોનિકાના પ્રત્યાર્પણ માટે યુએસ એજન્સીને વિનંતી કરી હતી.

સીબીઆઈ દ્વારા મોનિકા કપૂરની ધરપકડ

બધી કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી, સીબીઆઈની ટીમ અમેરિકા પહોંચી અને મોનિકાને કસ્ટડીમાં લીધી. ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હેઠળ, ન્યૂ યોર્કના પૂર્વીય જિલ્લા માટે યુનાઇટેડ સ્ટેટ્સ ડિસ્ટ્રિક્ટ કોર્ટે મોનિકાના પ્રત્યાર્પણને મંજૂરી આપી.

જોકે, મોનિકા કપૂરે પણ પોતાના બચાવમાં પ્રત્યાર્પણ રોકવા માટે વિનંતી કરી હતી, અને કહ્યું હતું કે જો તેમને ભારત પરત મોકલવામાં આવશે તો તેમને ત્રાસ આપવામાં આવશે અને તેથી તેમનું પ્રત્યાર્પણ 1998ના ફોરેન અફેર્સ રિફોર્મ એન્ડ રિઓર્ગેનાઇઝેશન એક્ટ (FARRA) દ્વારા લાગુ કરાયેલા યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન અગેન્સ્ટ ટોર્ચરનું ઉલ્લંઘન કરશે.

મોનિકાના પ્રત્યાર્પણને રોકવાની વિનંતીને નકારી કાઢવામાં આવી હતી. હવે સીબીઆઈ મોનિકા સાથે પાછી આવી રહી છે. ભારત આવ્યા પછી, મોનિકાને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ આ કેસની ટ્રાયલ શરૂ કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.