લખનૌમાં આતંકીની ડાયરીએ ખોલ્યા મોટા ભેદ! કોણ કરી રહ્યું હતું ફંડિંગ? ખાતાઓમાં લાખોની હેરાફેરી!

|

Jul 14, 2021 | 7:40 AM

લખનૌમાંથી પકડાયેલા આતંકીના ઘરમાંથી એક ગુપ્ત ડાયરી ATS ને મળી આવી છે. જેમાં કોડમાં ઘણી મહત્વપૂર્ણ બાબતો લખેલી છે. ચાલો જાણીએ વિગતે.

લખનૌમાં આતંકીની ડાયરીએ ખોલ્યા મોટા ભેદ! કોણ કરી રહ્યું હતું ફંડિંગ? ખાતાઓમાં લાખોની હેરાફેરી!
Diary founded from the terrorist arrested in Lucknow

Follow us on

રવિવારે ઉત્તરપ્રદેશના લખનૌથી બે અલકાયદાના આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં સામે આવ્યું હતું કે 15 ઓગસ્ટે ઘણા શહેરોમાં બોમ્બ ધમાકા કરવાનો તેમનો પ્લાન હતો. આ પૂછતાછ દરમિયાન ઘણા ગંભીર ખુલાસા થયા હતા. જે ખુબ ચિંતાજનક છે. આ પૂછપરછમાં પાંચ એવી ગંભીર વાતો છે, જેના પર જનતા અને દેશના નેતાઓએ પણ ધ્યાન આપવું જરૂરી છે.

ઉત્તરપ્રદેશ ATS ને તપાસમાં મહત્વની ડાયરી હાથ લાગી છે. મિન્હાજ નામના આતંકી પાસેથી મળેલી આ ડાયરીમાં કોડવર્ડમાં ઘણી માહિતી મળી છે. જે સમજાવી મુશ્કેલ છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર આ શબ્દો છે, ડાયોડા, ટ્રાયોડા, ઇલેક્ટ્રોડ, વાલ્વ, ફ્યુજ, એમસીબી.

સુત્રો અનુસાર આ ડાયરી વિશેની પૂછપરછથી તેમાં શું લખ્યું છે તેના વિશે જાણવા પ્રયત્ન કરવામાં આવશે. સુત્રો અનુસાર ATS ને મળેલા સબુત અને ડાયરી સળગાવવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા. પરંતુ સારી બાબત એ છે કે ડાયરી ATS ને મળી ગઈ. જે આતંકીના ઘરે થી આ ડાયરી મળી તે મિન્હાજ પહેલા એક ઇલેક્ટ્રોનિક્સ લેબોરેટરીમાં કામ કરતો હતો. તેથી તેમાં ઇલેક્ટ્રોનિક્સ કોડ વાપરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

જાણવા મળ્યું છે કે મિન્હાજ ઘણા વર્ષોથી અલકાયદા સાથે સંકળાયેલો છે. ઘણા વર્ષોથી તે સ્લીપર સેલ તરીકે કામ કરતો હતો. છેવટે નોકરીમાંથી કાઢી દીધા બાદ તે ફૂલટાઈમ આતંકી સંગઠન માટે કામ કરવા લાગ્યો. ડાયરીથી ATS ને જાણ થઇ છે કે ત્રણ વર્ષમાં તે અલકાયદાના મોટા આતંકીઓને મળ્યો હતો. અને તેમને મિન્હાજને મોટી જવાબદારી પણ સોંપી હોય તેવી માહિતી સામે આવે છે.

ડાયરીમાં તૌહીદ અને મૂસાનો પણ ઉલ્લેખ છે. કહેવામાં અવી રહ્યું છે કે ટેલીગ્રામ એપ થઇ મિન્હાજ આ બંને સાથે વાતચીત કરતો હતો. મીનાજે કાશ્મીરના રહેવાસી તૌહિદના ખાતામાં પૈસા મોકલ્યા હોવાનું બહાર આવ્યું છે. આ રકમ લખનઉના એક જાહેર સેવા કેન્દ્રથી ટ્રાન્સફર કરવામાં આવી હતી. ડાયરી અનુસાર મિન્હાજ લખનૌના શકીલ થકી કાનપુરના એક યુવકના સંપર્કમાં આવ્યો હતો. મિન્હાજ પાસેથી 32 બોરની દેશી બનાવટની પિસ્તોલ મળી આવી છે. તેણે તે કાનપુરના આ યુવાન પાસેથી ખરીદી હતી.

સુત્રો અનુસાર આ આતંકીઓને જમ્મુ કાશ્મીરમાં ટ્રેનીંગ આપવામાં આવી હતી. ટ્રેનીંગમાં તેમને ઘણી મહત્વની બાબતો કહેવામાં આવી હતી. જેમાં ઓળખાણ સંતાડીને કઈ રીતે રેકી કરવામાં આવે, કઈ રીતે કોડથી મેસેજ મોકલવામાં આવે, પ્રેશર કુકર બોમ્બ કઈ રીતે બનાવવો, તેને કઈ રીતે અન્ય જગ્યાએ લઇ જવો, માનવ બોમ્બે શું ધ્યાન રાખવું, રહેણીકરણીથી માંડીને ચહેરાના હાવભાવ સુધી દરેક વસ્તુ તેમને શીખવાડવામાં આવી.

અહેવાલ અનુસાર ટ્રેનીંગ બાદ મિન્હાજ લખનૌમાં રહીને ધમાકો કરવાની યોજના બનાવી રહ્યો હતો. લોકડાઉનમાં પણ તેનું કામ શરુ હતું. પરંતુ પોલીસ બંદોબસ્તના કારણે તે બહાર જી શક્યો નહીં. ડાયરી અનુસાર મિન્હાજને શસ્ત્રો માટે 25 લાખથી વધુની ચુકવણી કરવામાં આવી હતી. કાનપુરમાં આશરે 13 જેટલા બેંક ખાતાઓ તેની સાથે જોડાયેલા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

 

આ પણ વાંચો: કોરોનાકાળમાં જો તમે ઈજિપ્ત થઈને કેનેડા જવાનું વિચારતા હોવ તો માંડી વાળજો, નહીં તો થઈ શકે છે મોટું નુકસાન

Next Article