Devbhumi Dwarka : વેપારીના આપઘાત કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની કરી અટકાયત, જુઓ Video
ખંભાળિયાના ભાડથર ગામે પાંચ દિવસ પહેલા વેપારીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે વેપારીના આપઘાત કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. સમગ્ર કેસમાં સાત આરોપીઓ સામેલ છે. જેમાંથી ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી દીધી છે.
Devbhumi Dwarka : દેવભૂમિદ્વારકાના ખંભાળિયાના ભાડથર ગામે પાંચ દિવસ પહેલા વેપારીએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા પહેલા વેપારીએ મોબાઈલમાં વીડિયો બનાવીને કેટલાક શખ્સો સામે ગંભીર આરોપ લગાવ્યા હતા. મૃતકે ખંભાળિયા, કલ્યાણપુરના ખેડૂતો પાસેથી મગફળી, ચણા લઈ જૂનાગઢ જિલ્લાના કેટલાક શખ્સોને વેચ્યા હતા. આ વેપારીઓએ રૂપિયા આપતા ન હતા. વેપારીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો.
આ વીડિયો વાયરલ થતા જ પોલીસે જૂનાગઢ જિલ્લાના 7 શખ્સો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. તો મૃતકની પુત્રીઓએ પણ ન્યાય ન મળે તો ઝેરી ટીકડા ખાઈને જીવન ટૂંકાવવાની ચીમકી ઉચ્ચારી હતી. ત્યારે પાલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે. સમગ્ર કેસમાં સાત આરોપીઓ સામેલ છે. જેમાંથી ત્રણ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે.
