Delhi Blast: ઇઝરાયલી દૂતાવાસ બ્લાસ્ટના ઈરાનના જનરલ સુલેમાની સાથે કનેક્શન, પત્રએ ખોલ્યા ઘણા રાજ

|

Jan 31, 2021 | 11:59 AM

રાજધાની દિલ્હીમાં(DELHI) ઇઝરાયલી દૂતાવાસ નજીક બોમ્બ વિસ્ફોટના મામલે નવા- નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જોકે આ બ્લાસ્ટની જવાબદારી જૈશ-ઉલ-હિંદ નામના સંગઠને લીધી છે.

Delhi Blast: ઇઝરાયલી દૂતાવાસ બ્લાસ્ટના ઈરાનના જનરલ સુલેમાની સાથે કનેક્શન, પત્રએ ખોલ્યા ઘણા રાજ
ઇઝરાયલી દૂતાવાસ નજીક થયેલા બ્લાસ્ટના ઈરાનના જનરલ સુલેમાની સાથે કનેક્શન હોવાના મળ્યા સગડ

Follow us on

રાજધાની દિલ્હીમાં(DELHI)  ઇઝરાયલી દૂતાવાસ નજીક બોમ્બ વિસ્ફોટના મામલે નવા- નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. જોકે આ બ્લાસ્ટની જવાબદારી જૈશ-ઉલ-હિંદ નામના સંગઠને લીધી છે. પરંતુ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ આતંકી સંગઠન અલ કાયદાને પણ શંકાના દાયરામાં રાખી રહી છે. વિસ્ફોટનો મામલો ઈરાનના જનરલ સુલેમાનીને જોડતા જોવા મળે છે.

ઇઝરાયલી દૂતાવાસ નજીક બ્લાસ્ટ બાદ તપાસ કરી રહેલી દિલ્હી પોલીસના વિશેષ સેલને ઘટના સ્થળેથી એક પત્ર મળ્યો હતો જેમાં ઇઝરાયલી રાજદૂતને સંબોધન કરવામાં આવ્યું હતું અને બ્લાસ્ટને ટ્રેલર ગણાવ્યો હતો. આ પત્રમાં ઈરાની સેનાના કમાન્ડર મેજર જનરલ કાસિમ સુલેમાની અને ઇરાની પરમાણુ વૈજ્ઞાનિક ડો.મોહસીન ફાખરીઝાદાનું નામ લખેલું છે. ગયા વર્ષે અમેરિકાએ ડ્રોન હુમલામાં બગદાદમાં જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરી હતી. નવેમ્બરમાં પણ ફખરીઝાદાની હત્યા કરવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ઘટનાસ્થળએથી પત્ર ઉપરાંત સીસીટીવીના ફૂટેજ અને દિલ્હી પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે વિસ્ફોટ પહેલા બે શંકાસ્પદ લોકો ઘટના સ્થળે ગયા હતા. દિલ્હી પોલીસે બંને શંકાસ્પદ લોકોની માહિતી મેળવવા માટે કેબની ઓળખ કરી અને ડ્રાઇવરની પૂછપરછ કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસની તપાસ ટીમે અહીંના વિદેશી પ્રાદેશિક નોંધણી કચેરી (FIRO) થી ઇરાની નાગરિકો વિશે સંપૂર્ણ માહિતી માંગી છે. છેલ્લા એક મહિનામાં ભારત આવેલા તમામ ઈરાનીઓની માહિતી માંગવામાં આવી છે.
શુક્રવારે સાંજે રાજધાનીમાં થયેલા ઇઝરાયલી દૂતાવાસ નજીક થયેલા વિસ્ફોટ પછી ભારતે ઇઝરાયલ સરકારને ખાતરી આપી હતી કે તેમની દૂતાવાસ અને તેના રાજદ્વારીઓની સંપૂર્ણ સલામતી સુનિશ્ચિત કરવામાં આવશે અને દોષીઓને પકડવામાં કોઈ કસર છોડવામાં નહીં આવે.

Next Article